- ત્રણ દિવસના આ શોનું આયોજન 4 વિશાળ હોલમાં કરવામાં આવ્યું છે, જેમાં ભારત અને શ્રીલંકાના 900+ પ્રદર્શકો વિવિધ ટૂર-ટ્રાવેલ સંબંધિત રોમાંચક ઓફર અને સર્વિસ રજૂ કરશે_
- *આ B2B ઇવેન્ટ, પ્રવાસન ક્ષેત્રમાં વ્યૂહાત્મક નેટવર્કિંગ, વ્યવસાય વિકાસ અને બજાર વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે, જેમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો પણ હાજર રહેશે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
31 જુલાઇ 2025:
પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર, “TTF” ગુરુવારે અમદાવાદમાં શરૂ થયો છે. આ શો 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર, કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. અમદાવાદ, એક સમૃદ્ધ વ્યાપાર કેન્દ્ર છે અને ભારતના ટોચના સ્થાનિક અને વિદેશી પ્રવાસન સ્ત્રોત બજારોમાંનું એક છે, જે તેને TTF જેવા ભવ્ય શો ના આયોજન માટે એક આદર્શ સ્થાન બનાવે છે. અમદાવાદ, રાજ્યની રાજધાની અને વ્યવસાયિક કાર્યક્રમો અને પ્રદર્શનો માટે ઝડપથી ઉભરતા એવા તેના જોડિયા શહેર, ગાંધીનગર સાથે ઉત્તમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને આ સ્તરના કાર્યક્રમ માટે એક આદર્શ સ્થળ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) ભારત અને વિદેશના 900 થી વધુ પ્રદર્શકોનું સ્વાગત કરી રહ્યો છે. દિવાળી અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલાં યોજાનારા આ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન 12,500 થી વધુ ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરીની અપેક્ષા છે, જેમાં ઉચ્ચ-સ્તરીય ટ્રાવેલ ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવામાં આવશે.

“TTF અમદાવાદ 2025” એ ગુજરાતમાં યોજાનાર સૌથી મોટો પ્રવાસ કાર્યક્રમ છે અને દેશના સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે. તે ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ અને પ્રદર્શકો માટે શો ફ્લોર પર થયેલી ડીલ સાથે જોડાવા, નેટવર્ક સ્થાપિત કરવા અને તેમના વ્યવસાયને વધારવા માટે એક આદર્શ પ્લેટફોર્મ રજૂ કરે છે. આ ઇવેન્ટ ફક્ત B2B માટે છે અને TTF શ્રેણીના સૌથી મોટા શો તરીકે, અમદાવાદની યાત્રા અને તહેવારોની મોસમની એક મહત્વપૂર્ણ શરૂઆત દર્શાવે છે. આ વર્ષે, 25+ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદર્શન કરી રહ્યા છે. ખાનગી ક્ષેત્ર દ્વારા 30 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શ્રીલંકા ટુરિઝમની સત્તાવાર ભાગીદારી સાથે-સાથે મોટી સંખ્યામાં ભાગીદારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.

TTF અમદાવાદનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના માનનીય મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી શ્રી મુલુભાઈ બેરાની ગરિમામયી ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે અન્ય મહાનુભાવો અને અગ્રણીઓ, જમ્મુ અને કાશ્મીરના માનનીય મુખ્યમંત્રીના સલાહકાર શ્રી નાસિર અસલમ વાની; જમ્મુ અને કાશ્મીરના માનનીય મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી ધીરજ ગુપ્તા, IAS; જમ્મુ અને કાશ્મીર સરકારના પર્યટન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. પ્રકાશ ચંદ્ર વર્મા, IAS; શ્રી રાજેન્દ્રકુમાર, ગુજરાત સરકારના સચિવ (પર્યટન વિભાગ); શ્રી પ્રભવ જોશી (IAS) પર્યટન વિભાગના કમિશનર અને ગુજરાત કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર; કાશ્મીરના પર્યટન વિભાગના ડિરેક્ટર શ્રી રાજા યાકૂબ, IRS; JKTDCના MD શ્રીમતી શ્રેયા સિંઘલ, IAS; જમ્મુના પર્યટન વિભાગના ડિરેક્ટર શ્રી વિકાસ ગુપ્તા, JKAS; શ્રી કુલદીપસિંહ એસ. ઝાલા (GAS, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ); કેરળ પર્યટન વિભાગના ડિરેક્ટર શ્રીમતી શીખા સુરેન્દ્રન, IAS, અને ટ્રાવેલ ઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મીડિયાના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અમદાવાદમાં TTF શો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડની વિવિધ શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે, જેમાં શ્રીલંકા પ્રવાસન, ગુજરાત પ્રવાસન, ઉત્તર પ્રદેશ પ્રવાસન, ઉત્તરાખંડ પ્રવાસન, જમ્મુ અને કાશ્મીર પ્રવાસન, ગોવા પ્રવાસન, ઓડિશા પ્રવાસન, રાજસ્થાન પ્રવાસન, પંજાબ પ્રવાસન, કેરળ પ્રવાસન, કર્ણાટક પ્રવાસન, આસામ પ્રવાસન, તમિલનાડુ પ્રવાસન, છત્તીસગઢ પ્રવાસન, મેઘાલય પ્રવાસન, ત્રિપુરા પ્રવાસન વિભાગ અને અન્ય અનેક સામેલ છે.
આની સાથે જ, આ ભવ્ય શોમાં હોલિડે મિકેનિક, પ્રવેગ લિમિટેડ, ધ ટ્રાવેલ નેક્સસ, વિન્ડહામ હોટેલ ગ્રુપ, બુકિંગ વિન્ડો, ટ્રાવેલ હાઇ, બાયન ગ્રુપ ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, બુકિંગ જંકશન, ટ્રાવેલ પ્લગ, ગ્લોબલ ટુરિઝમ ક્લબ, ટ્રુલી ઇન્ડિયા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ક્રૂઝ કેરોટ, શ્રી સિદ્ધિ ડીએમસી ટ્રાવેલ હબ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોયલ ઓર્કિડ હોટેલ્સ, ટ્રીટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોન્સેપ્ટ હોસ્પિટાલિટી, ઓટિલા ઇન્ટરનેશનલ, રેડિસન હોટેલ ગ્રુપ, હોલિડે સ્કેચર ડીએમસી ફોર બાલી અને અન્ય જેવા અગ્રણી ખાનગી પ્રદર્શકો તેમની શ્રેષ્ઠ ઓફરો પ્રદર્શિત કરી રહ્યા છે.
ત્રણ દિવસની આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણોમાં, શ્રીલંકા ટુરિઝમ બોર્ડ મહામારી પછી પહેલી વાર અમદાવાદમાં TTF ખાતે એક વિશાળ પ્રતિનિધિમંડળ અને ગુજરાતના પ્રવાસન વેપાર માટે નવી રોમાંચક પ્રોડક્ટ્સ અને સ્થાનો સાથે પરત ફરી રહ્યું છે.
‘TTF અમદાવાદ 2025’, શો સતત ત્રણ દિવસ સુધી વ્યાપક નેટવર્કિંગ તકો પ્રદાન કરી રહ્યું છે અને સમગ્ર ભારતમાં અને 30 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએથી વિવિધ પ્રકારના પ્રવાસ ઉત્પાદનો અને સેવાઓ ઉપલબ્ઘ કરાવી રહ્યું છે. જે પ્રદર્શકો અને ખરીદદારો માટે મૂલ્યવાન વ્યવસાયિક જોડાણો સ્થાપિત કરવા માટે ઉચ્ચ-ગુણવત્તાયુ્ક્ત અવસર પ્રદાન કરે છે.
ફેરફેસ્ટ મીડિયાના ચેરમેન અને સીઈઓ શ્રી સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં આ વર્ષે TTFની આવૃત્તિ સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ભારતના મહત્વ અને વિશ્વભરમાં ભૂ-રાજકીય સ્તરે અસ્થિરતા દરમિયાન એશિયા પર વધતા ફોકસનું પ્રમાણ છે. અમે શ્રીલંકા અને ઘણા બધા ભાગીદારોનું સ્વાગત કરીએ છીએ, જે અમદાવાદને TTF શ્રેણીની સૌથી મોટી ઇવેન્ટ બનાવે છે. અમે વાર્ષિક ધોરણે 20% વધુ મુલાકાતીઓ અને તમામ માટે ઉલ્લેખનીય વ્યવસાયિક પરિણામોની અપેક્ષા રાખીએ છીએ. ભારતભરના પ્રવાસન બોર્ડની મજબૂત ભાગીદારી, ખાનગી પ્રદર્શકોના પ્રભાવશાળી પ્રદર્શન સાથે, ગુજરાતના અગ્રણી ટ્રાવેલ ટ્રેડ શો અને ઉચ્ચ-ગુણવત્તાવાળા નેટવર્કિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે ભારતના સૌથી વિશ્વસનીય પ્લેટફોર્મ પૈકીના એક તરીકે TTFને મજબૂતી આપી છે.”
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના તાજેતરના રાષ્ટ્રીય પ્રવાસન અહેવાલ મુજબ, ગુજરાતે ભારતના પ્રત્યક્ષ પ્રવાસન GDP માં આશરે 5.85% અને પરોક્ષ પ્રવાસન GDP માં 9.55% યોગદાન આપ્યું છે. ભારતના પ્રવાસન અર્થતંત્રમાં ગુજરાતનો કુલ પ્રવાસન ઉત્પાદન હિસ્સો 15.39% છે. ગુજરાતના મૂળના પ્રવાસીઓ સ્થાનિક પ્રવાસોમાં આશરે 8% ફાળો આપે છે. તેઓ બહાર જતા પ્રવાસનમાં પણ ઉલ્લેખનીય હિસ્સો ધરાવે છે, જે કોઈપણ સમયે ભારતીય પ્રવાસીઓનો 30-40% જેટલો હોય છે.
‘TTF અમદાવાદ 2025’, પ્રદર્શન ચાર વિશાળ હોલમાં ફેલાયેલું છે, જે તેને ગુજરાતના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી ટ્રાવેલ ટ્રેડ શો તરીકે સ્થાપિત કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો સાથે, આ ઇવેન્ટ ઉદ્યોગ વ્યાવસાયિકોને પ્રવાસન બોર્ડ, અગ્રણી ટ્રાવેલ બ્રાન્ડ્સ સાથે જોડાવાની સુવર્ણ તક આપે છે.
એક અસાધારણ ગુણવત્તા અને ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે યોજનાબદ્ધ રીતે તૈયાર કરાયેલો, TTF અમદાવાદ શો, આજે ભારતના વિકસતા પ્રવાસન ક્ષેત્રમાં વ્યૂહાત્મક નેટવર્કિંગ, વ્યવસાય વિકાસ અને બજાર વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બન્યો છે.
આ ત્રણ દિવસની ઇવેન્ટની અદ્ભુત ઉર્જાનો અનુભવ કરવા, નવી વ્યવસાયિક સંભાવનાઓ ઉજાગર કરવા અને મુસાફરી ઉદ્યોગને આકાર આપતા નવીનતમ વલણોની જાણકારી મેળવવાના એક ઉમદા મંચ પર અમે તમારું સ્વાગત કરીએ છીએ.
આઓ… TTF 2025 શોમાં મુસાફરીની દુનિયાની ઉજવણીમાં અમારી સાથે જોડાઓ..! ઇવેન્ટના વધુ અપડેટ્સ અને હાઇલાઇટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
ઉલ્લેખનીય છે કે, TTF અમદાવાદ ફક્ત ટ્રાવેલ ટ્રેડ B2B વિઝીટર્સ માટે ખુલ્લું છે, અને તેમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #TravelTradeShow #ttf #TTF #Tour-Travel #tourismindustry #TravelTradeFairTTF #TravelTrade FairTTF #gujarattourism #InternationalConnectivity #TravelandTourismFair #TTFAhmedabad2025 #TravelProgram #SriLankaTourism #GujaratTourism #UttarPradeshTourism #UttarakhandTourism #JammuandKashmirTourism #GoaTourism #OdishaTourism #RajasthanTourism #PunjabTourism #KeralaTourism #KarnatakaTourism #AssamTourism #Tamil NaduTourism #ChhattisgarhTourism #MeghalayaTourism #TripuraTourismDepartment #HolidayMechanic #PravegLimited #TheTravelNexus #WyndhamHotelGroup #BookingWindow #TravelHigh #Bayan GroupofHotelsandResorts #BookingJunction #TravelPlug #GlobalTourismClub #TrulyIndia HotelsandResorts #CruiseCarrot #ShriSiddhi DMCTravelHub #SarovarHotels &Resorts #RoyalOrchid Hotels #Treat Hotels&Resorts #ConceptHospitality #OtilaInternational #Radisson HotelGroup #HolidaySketcherDMCforBali #gandhinagar #ahmedabad
