શ્રીલંકાની વિવિધ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓના પ્રતિનિધિમંડળે તારીખ 30 જુલાઈ, 2025 ના રોજ GCCI ની મુલાકાત લીધી હતી. આ વિચાર ગોષ્ઠિ નો હેતુ આપણા રાજ્યના તેમજ શ્રીલંકાના ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે સંકળાયેલ પ્રતિનિધિઓને B2B તકો પુરી પાડવાનો હતો.

આ કાર્યક્રમમાં મુંબઈ ખાતે શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના માનદ વાણિજ્ય મંત્રી શ્રીમતી શિરાની અરિયારથને, ગુજરાત રાજ્યમાં શ્રીલંકાના માનદ કોન્સ્યુલ શ્રી રાકેશ શાહ, શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો (SLTPB) ના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી શિરાની હેરાથ, વેસ્ટર્ન ઈન્ડિયા, શ્રીલંકન એરલાઇન્સ ના મેનેજર શ્રી સુમન ઉદયકુમારન, એશિયન કાઉન્સિલ ઓન ટુરિઝમ અને કન્ફેડરેશન ઓફ એશિયા પેસિફિક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (CACCI) ના ચેરમેન શ્રી અનુરા લોકુહેટ્ટી અને શ્રીલંકા ટ્રાવેલ અને ટૂરિઝમ સંબંધિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે GCCI ના “Grow Business & Transform Gujarat” ના મિશન વિષે વાત કરી હતી અને ઉમેર્યું હતું કે વર્ષ 1949 થી ગુજરાતના વેપાર અને ઉદ્યોગના સર્વોચ્ચ સંગઠન તરીકે GCCI કાર્યરત છે. તેમણે GCCI ની વિવિધ 42 સમિતિઓ અને ટાસ્કફોર્સ વિશે વાત કરી હતી અને ટ્રાવેલ અને ટૂરિઝમ સંબંધિત B2B તકોને સંબોધવામાં GCCI ટ્રાવેલ અને ટૂરિઝમ ટાસ્કફોર્સની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે શ્રીલંકા સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી આવેલ છે અને ઉમેર્યું હતું કે પ્રસ્તુત વિચાર ગોષ્ટી થકી ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં ઘણી B2B તકો વિશે ચર્ચા કરી શકાશે. તેઓએ પ્રસ્તુત વિચાર ગોષ્ટી માં જોડાવા માટે વિવિધ શ્રીલંકન ટ્રાવેલ અને ટૂરિઝમ કંપનીઓના પ્રતિનિધિમંડળની હાજરીની ખાસ પ્રશંસા કરી હતી. તેઓએ કાર્યક્રમમાં TAAI, TAFI, JBN અને LBN ના પદાધિકારીઓ અને સભ્યોની ભાગીદારી માટે તેઓનો આભાર માન્યો હતો.

સહભાગીઓને સંબોધતા મુંબઈમાં શ્રીલંકાના માનનીય વાણિજ્ય મંત્રી, વાણિજ્ય, કોન્સ્યુલેટ જનરલ શ્રીમતી શિરાની અરિયારથનેએ ટ્રાવેલ અને ટુરિઝમ દ્વારા ભારત અને શ્રીલંકા વચ્ચે વધુ જોડાણ ની તકોનો ઉલ્લેખ કર્યો હતો અને તે કેવી રીતે બંને દેશોની સંસ્કૃતિના અભ્યાસ માટેની તક પુરી પાડશે તે બાબત પર ભાર મુક્યો હતો. તેઓએ શ્રીલંકા સાથે પ્રવાસન ક્ષેત્રે જોડાણ બાબતે ઉજ્જવળ ભવિષ્ય વિશે વાત કરી હતી. તેઓએ બંને દેશોના ઝડપી આર્થિક વિકાસ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો અને સહભાગીઓને બંને દેશો વચ્ચે B2B ટ્રાવેલ અને ટૂરિઝમ તકોમાં રોકાણ કરવા વિનંતી કરી હતી..

ગુજરાત રાજ્યમાં શ્રીલંકાના માનદ કોન્સ્યુલ શ્રી રાકેશ શાહે શ્રીલંકાનો પ્રવાસન ક્ષેત્રે ભારતના ભૌગોલિક ભાગીદાર તરીકે ઉલ્લેખ કર્યો હતો અને ખાસ તો આધ્યામિક સર્કિટ જેમાં રામાયણ તેમજ ભગવાન બુદ્ધના વારસા નો સમાવેશ થાય છે તેની વાત કરી હતી. તેઓએ ગુજરાત રાજ્યને ઉર્જા, માળખાગત સુવિધાઓ તેમજ ચા, કાપડ અને પ્રવાસન ક્ષેત્રોમાં સહયોગની શક્યતા સાથે નું એક પાવરહાઉસ ગણાવ્યું હતું.

શ્રીલંકા પર્યટન વિશે વિગતવાર જણાવતા, શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો (SLTPB) ના સહાયક નિયામક શ્રીમતી શિરાની હેરાથે પ્રેઝન્ટેશનમાં ઉલ્લેખ કર્યો હતો કે લગભગ 56.8% પ્રવાસીઓ વેકેશન અને આનંદ માટે શ્રીલંકાની મુલાકાત લે છે જ્યારે 5.63% ધાર્મિક, વ્યવસાયિક, રમતગમત, આરોગ્ય, આયુર્વેદિક અને શૈક્ષણિક કારણોસર અને 5.50% MICE શ્રેણી (Meetings, Incentives, Conferences & Exhibitions) હેઠળ આવરી લેવામાં આવે છે જ્યારે લગભગ 4.01% મિત્રો અને સંબંધીઓને મળવા આવે છે. તેમણે ઇન્ડિગો, શ્રીલંકન એરલાઇન્સ, એર ઇન્ડિયા વગેરે જેવી વિવિધ એરલાઇન્સના હિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે શ્રીલંકાના અનોખા અને વિશિષ્ટ લેન્ડસ્કેપ અને સંસ્કૃતિ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું તેમજ 21500 ચોરસ કિમીથી વધુ દરિયાઈ અને 33% વિશાળ વન આવરણ નો ઉલ્લેખ કર્યો હતો.
એશિયન કાઉન્સિલ ઓન ટુરિઝમ અને કોન્ફેડરેશન ઓફ એશિયા પેસિફિક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (CACCI) ના ચેરમેન શ્રી અનુરા લોકુહેટ્ટીએ જણાવ્યું હતું કે ટ્રાવેલ અને ટુરિઝમ બંને દેશો માટે અર્થતંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થશે. તેઓએ ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કનેક્ટિવિટી વિશે પણ ભાર મુક્યો હતો.
શ્રી સુમન ઉદયકુમાર, મેનેજર, વેસ્ટર્ન ઇન્ડિયા, શ્રીલંકન એરલાઇન્સએ તેઓની પ્રસ્તુતિમાં ભારત અને શ્રીલંકા વચ્ચે તેમજ અમદાવાદ અને શ્રીલંકા વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી વિશે ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ બાબત ટ્રાવેલ અને ટુરિઝમને વેગ આપવા માટે ખુબ મદદરૂપ સાબિત થશે.
GCCI ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી સંજીવ છાજેડ દ્વારા આભારવિધિ પછી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #srilanka #SriLanka #AsiaPacificChambersofCommerce&Industry #cacci #SriLankadelegationcomprisedofTravel&Tourismcompaniesvisitedgcci #SriLankaTourism #SriLankanAirlines #SriLankaTravel&Tourism #GrowBusiness&TransformGujarat
