સુપ્રિમ કોર્ટના ચુકાદા વડે શ્રીલા પ્રભુપાદની મહા સમાધી પછી તેમને ઈસ્કોનના આચાર્ય તરીકે સ્થાપિત કરવાની
ઈસ્કોન-બેંગ્લોરના અનુયાયીઓની લડતને સફળતા મળી.
સુપ્રિમ કોર્ટના ચુકાદાએ ઈસ્કોન-બેંગ્લોર દ્વારા શ્રીલા પ્રભુપાદનને ઈસ્કોનના એકમાત્ર આચાર્ય તરીકે સ્થાપિત કરવાનો
માર્ગ મોકળો કર્યો.
ઈસ્કોન હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન-બેંગ્લોરનું છે, નહીં કે ઈસ્કોન મુંબઈનું: સુપ્રિમ કોર્ટ.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
19 મે 2025:
સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો.

સારાંશઃ
વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો, જે મુજબ ઈસ્કોનના કેટલાક આગેવાનોએ પોતે શ્રીલા પ્રભુપાદના ઉત્તરાધિકારી હોવાનો દાવો કર્યો, જે શ્રીલા પ્રભુપાદના દિક્ષા આપવાની રિત્વિક વ્યવસ્થા ઊભી કરવાના દિશા-નિર્દેશોથી વિપરિત બાબત હતી. શ્રી મધુ પંડિત દાસની આગેવાનીમાં ઈસ્કોન- બેંગ્લોરે શ્રીલા પ્રભુપાદને એકમાત્ર આચાર્ય તરીકે જાળવી રાખ્યા અને જાતે બની બેઠેલા ગુરુનો સ્વીકાર કરવાના દબાણ સામે પ્રતિકાર કર્યો. વર્ષ 2000માં ઈસ્કોન મુંબઈ દ્વારા બેંગ્લોર મંદિરનું નિયંત્રણ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જોકે વર્ષ 1988માં મંદિરની
જગ્યા ઈસ્કોન-બેંગ્લોરને ફાળવવામાં આવી હતી. આ બાબતથી 25-વર્ષ સુધી કાનૂની લડાઈ લડવામાં આવી, જેના પર સુપ્રિમ કોર્ટે ઈસ્કોન-બેંગ્લોરની તરફેણમાં ચુકાદો આપીને પૂર્ણ વિરામ મૂક્યું છે. ઈસ્કોન બેંગ્લોરના પ્રમુખ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ તથા ગ્લોબલ હરે ક્રિષ્ના મુવમેન્ટના માર્ગદર્શક શ્રી મધુ પંડિત દાસે કહ્યું: શ્રીલા પ્રભુપાદની મહા સમાધી પછી ઈસ્કોનની આ આંતરિક લડાઈ પોતે તેમના ઉત્તરાધિકારી હોવાનો દાવો કરનારા જાતે બની બેઠેલા ગુરુઓ વિરુદ્ધ હતી. તેના બદલે શ્રીલા પ્રભુપાદે રિત્વિક વ્યવસ્થા ગોઠવી હતી, જેના મુજબ ઈસ્કોનના તમામ અનુયાયીઓ હંમેશાં સ્થાપક આચાર્ય શ્રીલા પ્રભુપાદના સીધા શિષ્યો રહેશે. તેમ છતાં, આ
બાબતને જાતે બની બેઠેલા ગુરુઓ દ્વારા સંચાલિત ઈસ્કોન મુંબઈ દ્વારા કોર્ટની લડાઈમાં ફેરવવામાં આવી, તે વખતે તેઓએ વર્ષ 2000માં ઈસ્કોન બેંગ્લોરના અનુયાયીઓને ઈસ્કોનમાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે તેઓએ ઈસ્કોનના જાતે બની બેઠેલા ગુરુઓનું ગુરુપદ સ્વીકારવાની મનાઈ કરી હતી. ઈસ્કોન મુંબઈએ દાવો કર્યો હતો કે ઈસ્કોન બેંગ્લોર સોસાયટીની મિલકતોનું ઈસ્કોન મુંબઈ સોસાયટી દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે.

સુપ્રિમ કોર્ટે તેના ચુકાદા દ્વારા 25-વર્ષ જૂની લડાઈનો અંત લાવ્યો છે, જે મુજબ વર્ષ 1988માં બેંગ્લોરમાં સ્વતંત્ર રીતે નોંધાયેલ ઈસ્કોન સોસાયટી, એટલે કે ઈસ્કોન બેંગ્લોરને BDA દ્વારા મંદિરની જમીન ફાળવવામાં આવી હતી તથા મંદિર બાંધવા માટેની મિલકત અને ભંડોળ બેંગ્લોર દ્વારા એકત્ર કરવામાં આવેલ હતું. ટૂંકમાં, ઈસ્કોન મુંબઈને ઈસ્કોન બેંગ્લોરની કામગીરીમાં દખલ દેવાથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ હવે ઈસ્કોનના એકમાત્ર આચાર્ય તરીકે શ્રીલા પ્રભુપાદને
સ્વીકારનારા ઈસ્કોનના હજારો અનુયાયીઓને બહાર કાઢી શકતા નથી.”
ઈસ્કોન-બેંગ્લોર સોસાયટી અને ઈસ્કોન-મુંબઈ સોસાયટી વચ્ચેના વિખવાદની પૃષ્ઠભૂમિ.
વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ (ઈસ્કોનના સ્થાપક આચાર્ય) જ્યારે મહાસમાધીમાં લીન થયા તેના થોડા સમય પહેલાં તેમણે દિક્ષાની વ્યવસ્થા ગોઠવી હતી, જે મુજબ તેના પ્રતિનિધિઓ રિત્વિક તરીકે ઓળખાય છે. આ વ્યવસ્થા મુજબ, ભવિષ્યમાં દિક્ષા લેનારા તમામ અનુયાયીઓ સીધા શ્રીલા પ્રભુપાદના શિષ્ય બનશે અને પોતે ઈસ્કોનના આચાર્ય બન્યા રહેશે. પરંતુ, તેમની મહા સમાધી બાદ તરત જ નેતૃત્વ ધરાવતા તેમના મહત્ત્વકાંક્ષી શિષ્યો (મોટાભાગે પશ્ચિમના અનુયાયીઓ) દ્વારા
શ્રીલા પ્રભુપાદના લેખિત આદેશનો અનાદર કરીને દાવો કરવામાં આવ્યો કે હવે તેઓ ઈસ્કોનના ઉત્તરાધિકારી આચાર્યો છે અને દિક્ષા આપવાનું શરૂ કર્યું. આ જાતે બની બેઠેલા આચાર્યોએ ઉચ્ચ ગાદીઓ સ્વીકારી, સમાન પદો મેળવ્યા, તેના વિષે ગીતોની રચના કરાવી, જાહોજલાલીવાળી જીવનશૈલી અપનાવી – જે બધું જ શ્રીલા પ્રભુપાદ દ્વારા શીખવવામાં આવેલા સરળ જીવનની વિરુદ્ધ હતું.
જ્યારે સમગ્ર વિશ્વમાંથી ઈસ્કોનના અનુયાયીઓએ આ સ્વ-ઘોષિત અને જાતે નિયુક્ત થવાની આચાર્યની વ્યવસ્થાનો વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની સતામણી કરવામાં આવી, તેમને ત્રાસ દેવામાં આવ્યો, શારીરિક પીડા આપવામાં આવી, ઈસ્કોનના મંદિરોમાંથી તેઓને હાંકી કાઢવામાં આવ્યા અને એક અતિ કઠોર પરિસ્થિતિમાં હત્યા કરવામાં આવી (સુલોચના દાસ, 1984).
વર્ષ 1999માં, જ્યારે શ્રી મધુ પંડિત દાસની આગેવાનીમાં ઈસ્કોન-બેંગ્લોરના અનુયાયીઓએ આ સ્વ-ઘોષિત અને જાતે નિયુક્ત થવાની આચાર્ય વ્યવસથાને અનુસરવાની મનાઈ કરી ત્યારે અમારે પણ ઈસ્કોન-મુંબઈ મારફત ઈસ્કોન-ઈન્ટરનેશનલના આગેવાનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઈસ્કોન-મુંબઈ દ્વારા બળજબરીથી બેંગ્લોરમાં આવેલા હરે કૃષ્ણ મંદિર પર કબજો કરવાનો
પ્રયાસ કરવામાં આવ્યો. તે સમયે, ઈસ્કોન-બેંગ્લોર સોસાયટી દ્વારા પોતાનો અધિકાર મેળવવાનો નિશ્ચય કરવામાં આવ્યો કારણ કે રાજાજીનગરમાં આવેલી જમીન બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) દ્વારા ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીને ફાળવવામાં આવી હતી.
ત્યાર બાદ, આ સમગ્ર બાબત 25 વર્ષ લાંબી મુશ્કેલીભરી કોર્ટની લડાઈમાં પરિણમી કે જેના અંતે શ્રીલા પ્રભુપાદ દ્વારા ઈસ્કોન સંસ્થામાં આપવામાં આવેલા આદેશને સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો. આ ચુકાદાથી, સમગ્ર દુનિયામાં આવેલા હજારો અનુયાયીઓ શાંતિપૂર્વક શ્રીલા પ્રભુપાદને ઈસ્કોનના આચાર્ય તરીકે સ્વીકારી શકે છે અને કોઈ જ જાતના ભય વિના તેમની શ્રદ્ધાને અનુસરી શકે છે.
છેલ્લા 25 વર્ષમાં, ઈસ્કોન-બેંગ્લોર ગ્રૃપના અનુયાયીઓનો વ્યાપ વધીને ભારતમાં 25 મંદિરોમાં, વિદેશમાં 8 સુધી પહોંચ્યો છે કે જેમાં 1000 કરતાં વધુ ફુલ-ટાઇમ મિશનરી (સાધુઓ) છે અને 10,000 ઉપાસકમંડળના અનુયાયીઓ (કે જેઓ પોતાના ઘરેથી ધર્મનું પાલન કરે છે) છે. દેશમાં 17 રાજ્યોમાં દૈનિક 23 લાખ બાળકોને ભોજન આપનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશનની પણ ઈસ્કોન-બેંગ્લોર દ્વારા સ્થાપના કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #iskcon #iskconbangaloremandir #iskconmandirbhadaj #iskconmandirahmedabad #iskconharekrishnamandir #devoteessuccessfulwiththesupremecourtverdict #ahmedabad
