મેટરની મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા, ઝડપ અને ઇનોવેશન સાથે મોબિલિટી પરિવર્તનની ખાતરી
પથિક લીંબાચિયા, અમદાવાદ:
05 એપ્રિલ 2025:
મેટરે ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોબિલિટીની દિશામાં તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં આજે અમદાવાદના ચાંગોદરમાં તેના વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ગૌરવભેર ઉદઘાટન કર્યું હતું. શ્રી. ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયેલી આ સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા યુગની શરૂઆત કરે છે. ઉત્પાદનમાં શ્રેષ્ઠતાને પ્રેરિત કરવા, ઝડપી ઉત્પાદન તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરાયેલું આ હબ વિશ્વના પ્રથમ મેન્યુફેક્ચર્ડ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઇક મેટર એરા (MATTER AERA) ડિલિવર કરવામાં તેમજ ટકાઉ મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના માનનીય સંસદસભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકિયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો, ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટરની લીડરશીપ ઉપસ્થિત રહી હતી.
મેટરનું મેન્યુફેક્ચરિંગ હબ 2.25 લાખ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે ઇન્ડસ્ટ્રી 4.0 સહિત નેક્સ્ટ-જનરેશન ઉત્પાદન પદ્ધતિઓને એકીકૃત કરે છે. આ સુવિધા પાવરપેક, પાવરટ્રેન અને વ્હીકલ એસેમ્બલી લાઇન્સની સાથે-સાથે સખત ટોર્ચર ટેસ્ટ ટ્રેક પણ ધરાવે છે, જે ચોકસાઇયુક્ત ઉત્પાદન અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. વર્ટિકલ ઇન્ટિગ્રેશન અને લીન મેન્યુફેક્ચરિંગના સિદ્ધાંતો ઉપર નિર્મિત આ પ્લાન્ટ ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો અને સંચાલકીય ઉત્કૃષ્ટતા જાળવવા માટે સુસજ્જ છે.

હાલમાં આ સુવિધા સિંગલ શિફ્ટમાં દૈનિક 25 વાહનો તૈયાર કરે છે તથા સમગ્ર ભારતમાં વધતી માગને પૂર્ણ કરવાના લક્ષ્યથી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 1,20,000 યુનિટ કરાશે.
આ નવી સુવિધા સાથે મેટર ઉત્પાદનમાં વધારો, ઇવી પાવરટ્રેન અને બેટરીમાં ઇનોવેશનની સાથે-સાથે ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ તરફ ભારતના ટ્રાન્ઝિશનને વેગ આપવા માટે સજ્જ છે. મેટર મેન્યુફેક્ચરિંગ હબ નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિક મોટરબાઇક ડિલિવર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે, જે વિકસિત ભારત વિઝનને અનુરૂપ છે તેમજ ઇવી મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂતાઇ પ્રદાન કરશે.

ટકાઉપણા અને સામાજિક જવાબદારી પ્રત્યેની કટીબદ્ધતાના ભાગરૂપે મેટર એરા ગીર વન અધિકારીઓને એરા મોટરબાઇક ઓફર કરી રહ્યું છે. આ પહેલ ફોરેસ્ટ રેન્જર્સને શાંત, શૂન્ય-ઉત્સર્જન મોબિલિટીથી સક્ષમ કરશે, જે વન્યજીવો માટે ખૂબજ ઓછો વિક્ષેપ સુનિશ્ચિત કરીને પેટ્રોલિંગ કાર્યક્ષમતા અને સંરક્ષણના પ્રયાસોમાં વધારો કરશે.
મેટર મેન્યુફેક્ચરિંગ હબમાં નીચે મૂજબની એકીકૃત સુવિધા સામેલ છેઃ
- બેટરી મેન્યુફેક્ચરિંગ – ઉત્તમ ગુણવત્તા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા ઇન-હાઉસ ઉત્પાદન
- બેટરી ટેસ્ટિંગ – વિવિધ પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતા, થર્મલ મેનેજમેન્ટ અને રિયલ-વર્લ્ડ પર્ફોર્મન્સ માટે વ્યાપક માન્યતા
- પાવરટ્રેન ઉત્પાદન ઉત્તમ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટે હાઇ-પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક પાવરટ્રેનનું ઇન-હાઉસ ઉત્પાદન
- પાવરટ્રેન ટેસ્ટિંગ – પ્રદર્શન, સુરક્ષા અને લાંબી આવરદા માટે કઠોર મલ્ટી-લેવલ ટેસ્ટિંગ
- વ્હીકલ એસેમ્બલી – સંપૂર્ણ એકીકૃત વ્હીકલ એસેમ્બલી લાઇન

વ્હીકલ ટેસ્ટિંગ – વ્યાપક પ્રદર્શન, ટકાઉપણા અને રિયલ-વર્લ્ડ ટેસ્ટિંગ ટ્રેકની સુવિધા
મેટર મેન્યુફેક્ચરિંગ હબ સમગ્ર ભારતમાં ઇવીની ઝડપી સ્વિકાર્યરતામાં મહત્વપૂર્ણ પિલ્લર તરીકે યોગદાન આપે છે. “મેક ઇન ઇન્ડિયા” અને “ઇનોવેટ ઇન ઇન્ડિયા” જેવી પહેલને સપોર્ટ કરતાં આ સુવિધા આગામી ત્રણ વર્ષમાં 2,000 લોકો માટે રોજગાર સર્જન કરશે, જે વાઇબ્રન્ટ ગુજરાત 2022 એમઓયુ અંતર્ગત મેટરની કટીબદ્ધતાને પૂર્ણ કરે છે.
મેટરના સ્થાપક અને ગ્રૂપ સીઇઓ મોહલ લાલભાઇએ કહ્યું હતું કે, “આ મેટર અને વ્યાપક ઇવી ઇકોસિસ્ટમ માટે પરિવર્તનકારી ક્ષણ છે. અમારું મેન્યુફેક્ચરિંગ હબ ટેક્નોલોજી અને ઇનોવેશન દ્વારા ભારતના મોબિલિટી લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવાના વિઝનનું પ્રતીક છે. ગુજરાતની પ્રગતીશીલ ઔદ્યોગિક નીતિઓ તેને આ સફર માટે આદર્શ લોંચપેડ બનાવે છે. જેમ-જેમ અમે આગળ વધી રહ્યાં છીએ તેમ અમે એવાં ટકાઉ ઉકેલો માટે કટીબદ્ધ છીએ કે જે લોકો અને પર્યાવરણ બંન્ને ઉપર કાયમી અસર પેદા કરે.”
મેટરના સ્થાપક અને ગ્રૂપ સીઓઓ અરૂણ પ્રતાપ સિંઘે ઉમેર્યું હતું કે, આ સુવિધાનું ઉદઘાટન બોલ્ડ ઇનોવેશન અને ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો માટેના અમારા નિરંતર પ્રયાસો સૂચવે છે. આ સીમાચિહ્ન અદ્યતન ઉત્પાદન માટેના હબ તરીકે ગુજરાતના સ્થાન તેમજ કનેક્ટેડ અને ટકાઉ ભવિષ્યની દિશામાં ભારતની સતત આગેકૂચને મજબૂત કરે છે. અમે સ્વર્ણિમ ભારતઃ વિરાસત ઔર વિકાસના જુસ્સાને આગળ ધપાવતા ગર્વ કરીએ છીએ.
મેટરની ગતિને ગુજરાતની દૂરંદેશી નીતિઓને કારણે સક્ષમ બની છે, જે ઉત્પાદન અને ઇનોવેશનો મજબૂત આધાર તૈયાર કરે છેઃ
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – સુવ્યવસ્થિત મંજૂરીઓ, સિંગલ-વિન્ડો ક્લિઅરન્સ અને ઇન્ડસ્ટ્રી માટે અનુકૂળ નિયમો
વિશ્વસ્તરીય ઇન્ફાસ્ટ્રક્ચર – શ્રેષ્ઠ ઔદ્યોગિક જોડાણ, લોજિસ્ટિક્સ અને રિન્યૂએબલ એનર્જીની એક્સેસ
સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન – ઇવી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અપનાવવા અને ટકાઉ ઔદ્યોગિક પ્રથાઓને સરકારનું મજબૂત સમર્થન
કુશળ કાર્યબળનો વિકાસ- ઉભરતાં ઉદ્યોગો માટે ટેક્નિકલ ટ્રેનિંગ અને કાર્યબળની તૈયારીને સપોર્ટ કરતાં પ્રોગ્રામ
મેટરના મેન્યુફેક્ચરિંગ હબનું ઉદઘાટન એ ઇનોવેટ અને મેક ઇન ઇન્ડિયા પ્રત્યેની ગાઢ પ્રતિબદ્ધતા સાથે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. મેટર કનેક્ટેડ અને ઇલેક્ટ્રિફાઇડ ભવિષ્યની દિશામાં બદલાવનું નેતૃત્વ કરવા સજ્જ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #matteraera #motorcycle #ev-bike #ev #matter #mattermanufacturinghub #cm #cmbhupendrabhaipatel #changodar #ahmedabad
