નીતા લીંબાચિયા, અમદાવાદ.
07 ઓક્ટોમ્બર 2024:
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા, અપોલો ટ્રોમા માસ્ટરક્લાસ 2024નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટ્રોમા કેરના અગ્રણી નિષ્ણાંતો દ્વારા ગંભીર સમસ્યાઓ, ટ્રોમા મેનેજમેન્ટ અને વિકટ સ્થિતિમાં અદ્યતન અભિગમ અપનાવીને કામ કરવાની રીત પર પ્રકાશ પાડ્યો હતો.
ભારતમાં આશ્ચર્યજનક રીતે ટ્રોમા કેસનું ભારણ છે, અને દર 1.9 મિનિટે એક વ્યક્તિનું ટ્રોમા સંબંધિત કેસના કારણે મૃત્યુ થાય છે. રોડ અકસ્માતની ઇજાઓને કારણે મૃત્યુ મુખ્ય કારણ છે. વિશ્વમાં મોટરચાલિત વાહનો માત્ર 1 ટકા છે, છતાં વિશ્વમાં ભારતમાં ઓટોમોબાઇલ અકસ્માતોનું પ્રમાણ 11 ટકા છે. વિશ્વ બેંકના અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે આશરે 4.5 લાખ માર્ગ અકસ્માત થાય છે, અને 1.5 લાખ લોકોના મોત થાય છે. આ સ્થિતિમાં સમયસર ટ્રોમા કેર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અપોલો હોસ્પિટલ્સના સીઓઓ શ્રીમાન નીરજ લાલે જણાવ્યું હતું કે, “ટ્રોમા પીડિતો માટે સમયસર સારવાર તેમના જીવન અને મૃત્યુ વચ્ચે અંતર બની શકે છે. તેથી તે મહત્વનું છે કે સમગ્ર બોર્ડના તબીબો જીવ બચાવવા માટે શોર્ટ નોટીસ પર કાર્ય કરવા માટે સજ્જ રહે. અપોલો ટ્રોમા માસ્ટરક્લાસનો ઉદ્દેશ ટ્રોમા કેરમાં નવીનતમ અભિગમ અને આતંરદૃષ્ટિ પ્રદાન કરવાનો છે, જે સહભાગીઓ સાથે જીવન બચાવી શકે.”
માસ્ટર ક્લાસમાં ટ્રોમેટિક ઇન્જરી બાદના મહત્વના કલાકો, ઉદાહરણ તરીકે પ્રથમ 60 મિનિટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ પ્રકાશ પાડ્યો હતો કે આ સમયમર્યાદામાં તાત્કાલિક તબીબી હસ્તક્ષેપ ટ્રોમા કેસોમાં જીવ બચાવવાના દરમાં નોંધપાત્ર સુધારો કરે છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના ઇમરજન્સી વિભાગના વડા અને સિનિયર કન્સલ્ટન્ટ ટ્રોમા સર્જન ડૉ. સંજય શાહે જણાવ્યું હતું કે, “ ખાસ ભારત જેવા મોટા પ્રમાણમાં ટ્રોમા કેસ ધરાવતા દેશમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દીઓની સારવારનું સંચાલન એક પડકાર છે. અપોલોમાં અમે ટ્રોમા કેર માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડને અનુસરીએ છીએ, જેમાં એરવે પ્રોટેક્શન, ઝડપી હેમરેજ કંટ્રોલ, ક્રિટિકલ કેવિટી ડિકમ્પ્રેશન, ફ્રેક્ચરમાં ઝડપી સારવાર, અને મહત્વના અંગોની સઘન દેખરેખનો સમાવેશ થાય છે. અપોલો ટ્રોમા માસ્ટરક્લાસ આ પદ્ધતિઓને મજબૂત કરવા અને વિશ્વ કક્ષાની ટ્રોમા કેર પ્રદાન કરવામાં સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.”
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદમાં કેવી રીતે ટ્રોમા કેર પરિણામોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, તેના પર વધુ વાત કરતા અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના જોઇન્ટ મેડિકલ ડિરેક્ટર ડૉ. પિયાશા નાથ સેને જણાવ્યું હતું કે, “અપોલો હોસ્પિટલ્સ અમદાવાદમાં અમે મોટા પ્રમાણમાં કનેક્ટેડ કેર સેવાઓને અનુસરીએ છીએ. અમારી પાસે શ્રેષ્ઠ ટ્રોમા સર્જન છે, જે અત્યાધુનિક પ્રક્રિયાઓને અનુસરે છે.”
અપોલો ટ્રોમા માસ્ટરક્લાસનું શનિવાર અને રવિવાર એમ બે દિવસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રોમા સેન્ટરના વિવિધ સ્તરની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. લેવલ-1 ટ્રોમા સેન્ટર, જેમાં અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ, જટિલ ઇજામાં સૌથી વધુ સંભાળ પ્રદાન કરે છે. તેમની પાસે ઇમરજન્સી ફિઝિશિયન્સ, નર્સ, સર્જન 24/7 ઉપલબ્ધ છે. નિષ્ણાતો સાથે તમામ મુખ્ય સબસ્પેશિયાલિટી સેવાઓનો સમાવેશ થાય છે. લેવલ-2માં ટ્રોમા સેન્ટરમાં ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓની ચોક્કસ સંભાળ રાખવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #apollotraumamasterclass #apollo #ahmedabad