નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 સપ્ટેમ્બર 2024:
સીટીએમ વિસ્તારમાં વસ્તા સર્કલે પરિવાર દ્વારા શ્રી ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે, ત્યાર બાદ ત્રીજા દિવસે એટલે છઠનાં દિવસે ગૌરીમાતા નું આગમન થાય છે.

સાતમનાં દિવસે ગૌરીમાતાનું પૂજન એટલે કે શૂપડા પૂજન કરવામાં આવે છે, કહેવાય છે કે મહારાષ્ટ્રનાં કોંકણ વિસ્તારમાં રહેતી મરાઠી સ્ત્રીઓ માટે આ મોટો તહેવાર ગણાય છે.
પૂજામાં જાત જાતનાં ફળ, ફૂલ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે દિવસે માતાજી પોતાના પિયરમાં આવેલા હોય તેવું કહેવામાં આવે છે, માટે આખી રાત જાગરણ હોય છે, ને બીજા દિવસે શ્રી ગણેશ અને માતા ગૌરીનું વિસર્જન કરવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #maharashtra #konkan #circlefamily #shriganeshji #gajanand #ganapati #gourimata #ganeshgauri #riddhisiddhi #visarjan #ahmedabad
