માતા-પિતા અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા “ટોટલ પેરેંટિંગ સોલ્યુશન્સ” લોન્ચ કરવામાં આવ્યું
નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 સપ્ટેમ્બર 2024:
કેલોરેક્સ ગ્રૂપ દ્વારા ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ સોલ્યુશન્સ પર એક અસરકારક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેલોરેક્સ ગ્રૂપના MD & CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે માતા-પિતા અને વિદ્યાર્થીઓને પડકારરૂપ એવા સાયબર બુલિંગ, કેટફિશિંગ, ઓનલાઇન ગ્રૂમિંગ, સોશિયલ મીડિયા એડિક્શન સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી.
સત્રમાં ઇન્ટરનેટ યુગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે ‘ટોટલ પેરેંટિંગ સોલ્યુશન’ એક સર્વગ્રાહી સ્ત્રોત તરીકે રજૂ કરવામાં આવ્યુ. પેકેજમાં ડૉ. મંજુલા પૂજા શ્રોફનું નંબર- 1 બેસ્ટસેલર પુસ્તક ‘બેબી સ્ટેપ ટુ બીગ ડ્રિસ’, હાલમાં જ પ્રકાશિત થયેલ બેબી સ્ટેપની નવી સિક્વલ ‘સેફ ટીન સ્ટેપ’, જે યંગ એડલ્ટસને સાયબર સિક્યોર બનાવવા, અને ‘સિટીંગ-બાય-માયા’ નામનું અત્યાધુનિક AI જનરેટિવ ટૂલ, વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓને ચોક્કસ પડકારો અને પ્રશ્નોના ત્વરિત ઉકેલ પ્રદાન કરે છે.
વરિષ્ઠ પત્રકાર અને લેખિકા શ્રીમતી રાગિણી ભારદ્વાજ અને ડૉ. મંજૂલા પૂજા શ્રોફ દ્વારા લિખિત ‘સેફ ટીન સ્ટેપ્સ’નું લોન્ચિંગ, ઇવેન્ટની મહત્વની હાઇલાઇટ હતી. આ પુસ્તકમાં ડિજિટલ યુગમાં કિશોરવયમાં વધતા જોખમો જેવા કે સાયબર બુલિંગ, કેટફિશિંગ, ઓનલાઇન ગ્રૂમિંગ, સેક્સટિંગ, બ્લેકમેઇલિંગ અને સોશિયલ મીડિયા એડિક્શન સહિતના પ્રતિબંધિત વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક માતા-પિતા અને કિશોરવયનાને વ્યવહારીક આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, અને આત્મવિશ્વાસ અને સુરક્ષિત રીતે ઓનલાઇન યુગનો ઉપયોગ કરવા માટે માહિતગાર કરી સશક્ત બનાવે છે.
આ પ્રસંગે ડૉ. મંજુલા પૂજા શ્રોફે જણાવ્યું હતું કે, “કિશોરાવસ્થા અત્યંત નાજૂક અને રચનાત્મક હોય છે. તે વ્યક્તિને સારી કે ખરાબ બનાવી શકે છે. યુવાઅવસ્થા માટે યોગ્ય ન હોય તેવી સામગ્રીનો સંપર્ક તેમની માનસિક અને ભાવનાત્મક સુખાકારી પર અસર કરી શકે છે. માતા-પિતા અને શિક્ષકો માટે બાળકોને ડિજિટલ પડકારોનો સામનો કરવા માટે માર્ગદર્શન આપવું મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત વિકાસ માટે માતા-પિતા અને બાળકો વચ્ચે ખુલ્લો સંવાદ પણ જરૂરી છે.”
McAfee Corp દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં 85 ટકાથી વધુ બાળકો સાયબર-બુલીડ થયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. વધુમાં લગભગ 45 ટકા યુવાનો પોતાના માતા-પિતા અથવા વાલીઓ સમક્ષ તેમની સાથે થયેલા સાયબર બુલિંગના અનુભવોને પણ છુપાવે છે, જે ભૈતિક ક્ષેત્રની બહાર જોવાની અને ડિજિટલ વિશ્વના વિશાળ વિસ્તારને અન્વેષણ કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે.
આ ઇવેન્ટમાં ‘સિટિંગ-બાય-માયા’ એક ઓનલાઇન એડપ્ટિવ AI ઇન્ટરેક્ટિવ પોર્ટલ પણ રજૂ કરવામાં આવ્યું હતું, જે વાલી અને વિદ્યાર્થી સંબંધિત પ્રશ્નોનો ત્વરિત ઉકેલ પ્રદાન કરે છે. એવા યુગમાં જ્યાં માણસ અને મશીન વચ્ચેની રેખા વધુને વધુ અસ્પષ્ટ થઇ રહી છે, ત્યારે જુલાઇ 2023માં કેલોરેક્સ ગ્રૂપે MAYA રજૂ કર્યું, જે ભારતનું પ્રથમ શિક્ષક, માર્ગદર્શક છે, તેમજ ડૉ મંજુલા પૂજા શ્રોફનો AI કોલોન અને અવતાર છે. એક વર્ષના સમયમાં MAYA ભારત અને વિદેશમાં 70 શહેરો, 7000 વિદ્યાર્થીઓ, 8000 વરિષ્ઠ શિક્ષકો અને 15,000 વાલીઓ સુધી પહોંચ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #interactivesession #dr.manjulapoojashroff #maya #parenting #totalparentingsolutions #digitalage #safeteensteps #babysteps #bigdreams #sitting-by-maya #ahmedabad