નીતા લીંબાચિયા, અમદાવાદ.
18 જુલાઈ 2024:
હર્ષિની શાહ ઉં. વર્ષ 16 ચિત્રકળા માં ખૂબ જ રસ ધરાવે છે. અત્યાર સુધીમાં ચાર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈને તેમજ વિજેતા બનીને આપણા દેશનું નામ રોશન કરેલ છે.
૧. 2nd રેન્ક – ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ પેન્ટિંગ ( અરમેનિયા )
૨. સિલ્વર મેડલ – મેરીટ પીઆત્રા નીમ ક્રિયેટિવ (રોમાનિયા)
૩. 2nd રેન્ક ઇન્ટરનેશનલ આર્ટ કોન્ટેસ્ટ ફોર ચિલ્ડ્રન રેઇનબો (રોમાનિયા)
૪. ઇન્ટરનેશનલ મીટીંગ ઓફ જુવેનાઇલ આર્ટ ( પોર્ટુગલ)
એક્ઝિબિશનનું ઉદ્ઘાટન અમદાવાદ ગુફા ખાતે ભવ્ય રીતે કરાયું હતું. તેના ગેસ્ટ તરીકે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા ના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા . તેથી અમદાવાદીઓનો ઉત્સાહ બમણો રહ્યો હતો. હર્ષિનીના પેઇન્ટિંગ અર્થપૂર્ણ રીતે પ્રદર્શીત કર્યા હતા. અને તેના પેઇન્ટિંગમાં ક્રિયેવિટી સાથે પારદર્શિતા પણ જોવા મળી રહી હતી.
હર્ષિનીના એક્ઝિબિશન નું આયોજન તા.9 જુલાઈ થી 14 જુલાઈના રોજ અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી ની સામે, હર્ષિનીના ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ નું અમદાવાદની ગુફા ખાતે એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું.
હર્ષિનીના ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગમાં સર્જનાત્મકતા અને નવીનતાની ઉભરતા કલાકારોની પ્રતિભાને પ્રદર્શિતા રહી છે, જે અનોખી શૈલી પ્રસ્તુતિઓથી ચમક છે. અને આવનારા વર્ષો સુધી યાદ રાખવાનો વારસો બની રહેશે..
#bharatmirror #bharatmirror21 #news #amitshah #painting #art #harshini #ahmedabad