નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 જાન્યુઆરી 2024:
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૨૪માં દેશના દીર્ધદૃષ્ટા, યશસ્વી, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને પ્રજા વાત્સલ્ય, સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તથા યુવા નેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર (IAS)ના સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ. નીનામા (IAS) દ્વારા આજે ઇન્ડસ યુનિવર્સિટીના સહ:પ્રમુખ ડૉ. નાગેશ ભંડારી દ્વારા રૂપિયા ૧૫૧ કરોડનો સમજૂતી કરાર (MOU)
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -૨૦૨૪ ખાતે રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગામી ઓલમ્પિકસ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ખેલ મહાકુંભ જેવા રમતોમાં અનોખું- અગ્રેસર સ્થાન મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ ક્ષેત્રે સ્પોર્ટ્સ-સંકુલ, તજજ્ઞ તાલીમવીરો, રમતવીરોના તાલીમ અને કૌશલ્યના ઉત્થાન માટે, સ્પોર્ટ્સ હેલ્થ મેનેજમેન્ટ બાબતે તેમજ સ્પોર્ટસ્ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતક વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું આગામી વર્ષોમાં આયોજન કરનારી છે.
જેનાથી આશરે ૭૦૦૦થી પણ વધુને રોજગાર અને વ્યવસાયની તકો પ્રાપ્ત થશે. આ તબક્કે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ શ્રી આઈ. આર. વાળા (GAS), ઇન્ડસ યુનિવર્સીટીના પ્રમુખ ડૉ. રીતુ ભંડારી, બોર્ડ ઓફ ગવર્નન્સ, સદસ્ય ડૉ. ધ્રુવેન વી. શાહ તેમજ રજીસ્ટ્રાર ડૉ. આર. કે. સિંહ અને ડીન રાધિકા ભંડારી હાજર રહ્યાં હતા. “રમશે ગુજરાત – જીતશે ગુજરાત”ને યથાર્થ કરવા અને ગતિશીલ ગુજરાતને રમત-ગમત ક્ષેત્રે વેગવંતુ બનાવવા ઇન્ડસ યુનિવર્સીટી આગામી વર્ષમાં સહયોગી થશે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratwillplay–gujaratwillwin #indusuniversityvibrant #gujaratglobalsummit #ahmedabad