ગ્રામ પંચાયતોને “અમારા ગામની માતા ગૌ-માતા અને ગૌમાતા રાષ્ટ્રમાતા” નો ઠરાવ કરવા સંતોની અપીલ.
મયંક માંડલીયા, અમદાવાદ.
29 ડીસેમ્બર 2023:
આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આઝાદીની સુત્રધાર, અમૃતની પ્રદાતા, હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, સાત્વિક ઉર્જાનો સ્રોત, રાષ્ટ્રની સુખસમૃદ્ધીનો મૂલાધાર, ઉત્તમ વિકાસ અને અર્થવ્યવસ્થાનો મેરુદંડ, રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિના અવિરલ વિકાસની જનની એવી ગૌમાતાની હત્યાનું કલંક ઋષી મુનિઓની તપોભૂમિ ભારતવર્ષમાંથી નેસ્તનાબૂદ કરી ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સર્વોચ્ચ અપાવવા ચારેય પીઠના જગદગુરુ શંકરાચાર્યોના આશીર્વાદથી સ્વયં સ્ફુરિત આંદોલનનો આગાજ ગત તા. ૨૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ દિલ્લીથી થઈ ચુકયો છે જેના અનુસંધાને ગત ૧૨ ડિસેમ્બરે કાશીમાં જગદગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં પ્રત્યેક રાજયમાં ગૌદૂતોની નિયુકિત કરવામાં આવી છે.
“ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન” ને ગતિ આપવા ગુજરાતમાં એક ગૌ સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે પ્રસિદ્ધ ગૌભકત પૂજય શ્રીકાલીદાસજી મહારાજ (દેકાવાડા) ની નિયુકિત કરાઈ છે. તેમની સાથે ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી સંતો, મહંતો, વિદ્વાનો અને કથાકારો એવા 33 જિલ્લામાંથી ૩૩ સંતોની સમિતી આજથી અસ્તિત્વમાં આવી છે જેમાં દ્વારકાથી બ્રહ્મચારી શ્રીનારણાનંદજી મહારાજ, વડોદરાથી મહંત જયોતિર્નાથજી મહારાજ, સૌરાષ્ટ્ર – ઘેલા સોમનાથથી મહંત વિક્રમગીરીજી મહારાજ, પાલિતાણાથી મહંત શરણાનંદજી મહારાજ, ધંધુકાથી મહંત અવધૂત રામાયણી મહારાજ, બનાસકાંઠાથી કિશોર શાસ્ત્રી, ગાંધીનગરથી શ્રી કનૈયાલાલજી પંડયા, વડોદરાથી વિદુષી ડો.ગાર્ગી પંડિત, ભૂજથી મહંત ગિરીજાગિરીજી, તાપીથી સંત રામદર્શનદેવ અને સંત રૂદ્રપૂરીજી, પાટણથી મહંત અવધકિશોરદાસજી, ભાવનગરથી મહંત: જયદેવશરણજી, છોટા ઉદેપુરથી મહંત નિજાનંદગિરીજી, ઢીમાથી મહામંડલેશ્વર જાનકીદાસજી, ગોધરાથી કથાકાર શંભૂપ્રસાદ પાઠક, આણંદથી કથાકાર જાનીદાદા, સુરતથી મહંત શૈલેષગિરી, દડવાથી મહંત અક્ષયપુરી, અમરેલીથી મહંત ભકિતગિરીજી અને મહંતશ્રી ઉદયગિરીજી, રાધનપુરથી બ્રહ્મમુનીજી મહારાજ સહિત સંતોની એક સમિતી કાર્યરત બની છે. આગામી દિવસોમાં તમામ સંપ્રદાયોના સંતોનો સમાવેશ આ સમિતીમાં કરવામાં આવશે.
જેના અનુસંધાને આગામી દિવસોમાં ગુજરાતનાં ગામેગામ ગૌ-ગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા “અમારા ગામની માતા ગૌ-માતા અને ગૌમાતા રાષ્ટ્રમાતા” નો ઠરાવ કરી સરકાર અને રાષ્ટ્રાધ્યક્ષ મહોદયાને મોકલી આપવા અનુરોધ કરવામાં આવશે. તેમજ ગામેગામ “અમારા ગામની માતા ગૌ-માતા અને ગૌમાતા રાષ્ટ્રમાતા” ના બેનરો લાગાવાશે.
આગામી તારીખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ વૃન્દાવન ખાતે તમામ પ્રદેશોના ગૌ-ભકતોની એક વિશેષ સભાનું આયોજન થશે અને ત્યારબાદ તારીખ ૧૫/૦૧/૨૦૨૪ થી તા. ૨૩/૦૧/૨૦૨૪ સુધી દિલ્લી ખાતે આંદોલન માટે ક્રમશ: બૈઠકો યોજાશે જેમાં ગૌ-ધર્મ વિશેષજ્ઞ, ગૌ-આર્થિક વિશેષજ્ઞ, ગૌ-ઉર્જા વિશેષજ્ઞ, ગૌ- કાનૂન વિશેષજ્ઞ, ગૌ-વિજ્ઞાન વિશેષજ્ઞ, ગૌ-રાજનિતિ વિશેષજ્ઞ, ગૌ-સંગઠન વિશેષજ્ઞ, ગૌ-મિડીયા વિશેષજ્ઞ, ગૌ-રોજગાર વિશેષજ્ઞ, ગૌ-વ્યવહાર વિશેષજ્ઞ,ગૌ-પર્યાવરણ અને પંચતત્વ વિશેષજ્ઞ, વિગેરે દ્વારા આંદોલનની પ્રકીયા નકકી થશે, જેમાં મળેલા આંકડાના અનુસંધાને તા. ૩૦/૦૧/૨૦૨૪ ના રોજ એક પ્રતિનિધી મંડળ મહામહિમ રાષ્ટ્રાધ્યક્ષ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી તેમજ વિભિન્ન રાજયના મુખ્યમંત્રીઓને મળી ગૌ-માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા વિધિવત પ્રાર્થના કરશે.
તારીખ ૦૬/૦૨/૨૦૨૪ ના રોજ પ્રયાગ ખાતે જગદ્ગુરુ શંકરાચાર્ય અને વૈષ્ણવાચાર્યોની પાવન ઉપસ્થિતિમાં દેશભરના ૫૪૪ સંસદીય મતવિસ્તારમાંથી સંતો મહંતોની ગૌ-સંસદ મળશે. જેમાં મંથન કરી આંદોલન માટેના વિશેષ નિર્ણયો લઈ દેશના નેતૃત્વ અને પ્રજાજનોને ગૌ-સંસદનો આદેશ મોકલવામાં આવશે.
તારીખ ૧૦ થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રામલીલા મેદાન, દિલ્લી ખાતે મહાયજ્ઞનું આયોજન થશે. તારીખ ૧૪/૦૨/૨૦૨૪ થી ૨૦/૦૨/૨૦૨૪ સુધી મધ્યપ્રદેશમાં નર્મદાના કિનારે મહાયજ્ઞનું આયોજન થશે. તા. ૧૫/૦૨/૨૦૨૪ થી ૨૧/૦૨/૨૦૨૪ અરાવતી- મહારાષ્ટ્ર ખાતે મહાયજ્ઞનું આયોજન થશે.
દેશભરમાં જનજાગૃતિબાદ તા. ૧૦/૦૩/૨૦૨૪ના રોજ દેશભરના ધર્મપ્રેમી-ગૌભકતો દિલ્લી ખાતે વિશાળ પ્રદર્શન અને રૈલી યોજશે.
ગુજરાતમાં ગ્રામ-તાલુકા/જિલ્લા અને રાજયકક્ષાએ ગૌ-ગોષ્ઠી, આવેદનપત્ર, રેલી-સભા, ધાર્મિક અનુષ્ઠાનો યોજી જનજાગૃતિ કરી સંતો આંદોલનને જન-જન
આ આંદોલનને પરમધર્મસંસદ ૧૦૦૮, શ્રી રામરા હિન્દુ હિત રક્ષા સમિતીએ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તે સંસ્થાઓ પણ સમર્થન ઘોષીત કરશે.