નીતા લીંબાચિયા, અમદાવાદ.
27 સપ્ટેમ્બર, 2023:
શ્રીલંકા વિશ્વના સૌથી આકર્ષક પર્યટક સ્થળો પૈકીનું એક છે. શ્રીલંકા ટુરિઝમ દેશના આ વિશાળ
ટ્રાવેલ માર્કેટને આંતરરાષ્ટ્રીય મંચ ઉપલબ્ધ બનાવે છે. ભારતમાંથી આવતા પર્યટકોને આકર્ષવાના પોતાના પ્રયાસોને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકા ટૂરિઝમ દ્વારા અમદાવાદ, કોલકાતા અને પૂણે જેવા અગ્રણી શહેરોમાં શ્રીલંકા ટૂરિઝમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2023/09/Photo-9-768x1024.jpg)
25 સપ્ટેમ્બર, 2023ના રોજ આયોજિત કોલકાતા રોડ શો પછી આજે તાજ સ્કાયલાઇન, અમદાવાદમાં અમદાવાદ રોડ શોનું
આયોજન કરવામાં આવ્યું હતું. પૂણે રોડ શો 29 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાશે. આ પ્રસંગે શ્રીલંકાના ટુરિઝમ પ્રમોશન બ્યુરોના બોર્ડ મેમ્બર શ્રી નલિન પેરેરા અને શ્રીલંકા ટૂરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ તથા શ્રીલંકા કન્વેન્શન બ્યૂરોના ચેરમેન શ્રી થિસુમ જયસુરિયાએ સંબોધન કર્યું હતું.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-07-26-at-5.45.10-PM-21-1024x585.jpeg)
આ કાર્યક્રમ દરમિયાન શ્રીલંકા ટૂરિઝમે તેના ટોચના પ્રવાસન આકર્ષણોનું પ્રદર્શન કર્યું હતું, જેમાં 36 શ્રીલંકન ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કંપનીઓએ ભાગ લીધો હતો અને આશરે 200 ઇન્ડિયન ટૂર ઓપરેટર્સમાં ટ્રાવેલ એજન્ટ્સ, એમઆઇસીઇ, હોટેલ્સ, કોર્પોરેટ્સ વગેરેનો સમાવેશ થતો હતો. શ્રીલંકાના પ્રતિનિધિમંડળે પ્રવાસ અને પર્યટન ઉદ્યોગની ટોચની કંપનીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ભારતના પ્રવાસીઓ માટે મુસાફરીની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય પર્યટકથી લઈને વૈભવી પ્રવાસ ખેડનારા લોકોથી લઈને વણખેડાયેલા સ્થળોની ખોજમાં નિકળતા એડવેન્ચર ટુરિસ્ટ હોય આ
તમામ લોકોને આકર્ષિત કરવા માટે શ્રીલંકા ટૂરિઝમ ટુરિઝમ પ્રોડક્ટ્સ અને ઈવન્ટ્સના વ્યાપને વિસ્તૃત કરવા માટે કટિબદ્ધ છે.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2023/09/Photo-5-1024x682.jpg)
શ્રી નલિન પરેરા અને શ્રી થિસુમ જયસુરિયાએ જણાવ્યું હતું કે “તાજેતરના પ્રવાસીઓના ધસારાના વર્ષોમાં દેશના પર્યટન ઉદ્યોગમાં નોઁધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે શ્રીલંકાને ‘એશિયામાં શ્રેષ્ઠ એડવેન્ચર ડેસ્ટિનેશન’ અને લોનલી પ્લેનેટ દ્વારા ‘શ્રેષ્ઠ અપ-એન્ડ-મિંગ ટ્રાવેલ ડેસ્ટિનેશન’ જાહેર કરવામાં આવ્યું હતું. શ્રીલંકા ટૂરિઝમ વર્ષના અંત સુધીમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ છે. ઓગસ્ટ 2023 સુધીમાં દેશમાં ભારતમાંથી 1,70,247 પર્યટકો આવ્યા છે. શ્રીલંકામાં ભારતમાંથી વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2018માં સૌથી વધુ હતી, જે દરમિયાન 4,24,887 પર્યટકોએ શ્રીલંકાનો પ્રવાસ ખેડ્યો હતો.
રોડ શોમાં રેફલ ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુલાકાતીઓને ભેટ સ્વરૂપે શ્રીલંકાની ટુર, હોટેલ્સ વગેરેની ઓફર અપાઈ હતી. શ્રીલંકા ટૂરિઝમ પર્યટકોને શ્રેષ્ઠ અનુભવનું વચન આપે છે અને ભારતીય પ્રવાસીઓ અને રોકાણકારોને ખાતરી આપે છે કે દેશ વ્યવસાય માટે ખુલ્લો છે અને આનંદ-પ્રમોદ અને વ્યવસાય માટે દેશની મુલાકાત લેનારા તમામ લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #srilankatourism #ahmedabad
![Poojan Studio](https://www.bharatmirror.in/wp-content/themes/goodnews5/images/poojan_studio.jpeg)