- ‘બી. ટેક કમ્પ્યુટર સાયન્સ’ નામનો નવો અભ્યાસક્રમ શરૂ કર્યો, જે ઉદ્યોગની જરૂરિયાતો મુજબ વિકસતી ટેકનોલોજીઓ સાથે ખાસ બનાવેલો અભ્યાસક્રમ ઓફર કરે છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
27 સપ્ટેમ્બર, 2023:
ભારતમાં ઇજનેરી કોલેજો માટે અગ્રણી આઈટી કૌશલ્ય પાર્ટનર્સ પૈકીની એક byteXL અને વડોદરા (ગુજરાત)માંથી અગ્રણી શૈક્ષણિક યુનિવર્સિટી પારુલ યુનિવર્સટીએ એક નવો અભ્યાસક્રમ – બી.ટેક કમ્પ્યુટર સાયન્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. 4 વર્ષનો સમયગાળો ધરાવતો આ નવો પ્રસ્તુત થયેલો અભ્યાસક્રમ ઉદ્યોગની નવી જાણકારીઓ અને રીતો સાથે સંકલિત છે, જેની સુવિધા માઇક્રોસોફ્ટ સાથે જોડાણમાં byteXL પૂરી પાડશે. આ અભ્યાસક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સની મુખ્ય વિભાવનાઓની સંપૂર્ણ સમજણ, અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ કરવામાં વ્યવહારિક કુશળતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરવા માટે સજ્જ કરવાનો છે. આ વિદ્યાર્થીઓનું એમ્પ્લોયેબિલિટી ક્વોશન્ટ વધારવામાં અને ટેકનોલોજી કંપનીઓ દ્વારા ભરતી કરવામાં તેમને વધારે પ્રસ્તુત બનાવવામાં મદદરૂપ થશે. byteXLએ વિદ્યાર્થીઓ માટે ‘ઉદ્યોગ-પ્રસ્તુત અભ્યાસક્રમ’ ખાસ બનાવ્યો છે, જે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ પસંદ કરશે તેમને માઇક્રોસોફ્ટ દ્વારા ઉપયોગી જાણકારીઓ અને માર્ગદર્શન સાથે પારુલ યુનિવર્સિટીના એકેડેમિક ફેકલ્ટીના સમન્વય મારફતે માર્ગદર્શન પ્રાપ્ત થશે. હવે અભ્યાસક્રમ કમ્પ્યુટર સાયન્સમાં અદ્યતન પ્રવાહો ધરાવે છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સુરક્ષા અને સોફ્ટવેર એન્જિનીયરિંગ જેવી વિકસતી ટેકનોલોજીઓ સામેલ છે.
આ નવો અભ્યાસક્રમ byteXL અને પારુલ યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુ (સમજૂતીકરાર)નો ભાગ છે, જેમાં એડટેક પ્લેટફોર્મ અને યુનિવર્સિટી બંનેનો ઉદ્દેશ મુખ્ય ક્ષમતાઓ અને સંસાધનો વહેંચવાનો છે. byteXL હાલની કુશળતાઓને પ્રોત્સાહન આપે છે અને કોડિંગના ઝડપથી પરિવર્તન સાથે સુસંગત રીતે નવી કુશળતાઓ વિકસાવવામાં મદદરૂપ થાય છે. માઇક્રોસોફ્ટ સાથે જોડાણ પણ અભ્યાસક્રમ પ્રસ્તુત કરવામાં પ્રોત્સાહનરૂપ છે, કારણ કે byteXLનું વિઝન ઉદ્યોગની નવી જાણકારીઓ સંકલિત કરવાનું, વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સની મુખ્ય વિભાવનાઓની વિસ્તૃત સમજૂણ, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગમાં વ્યવહારિક કુશળતાઓ મેળવવા અને વિવિધ ક્ષેત્રોમાં વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને સજ્જ કરવાનું છે. કંપનીઓ દ્વારા અતિ જરૂરી વ્યવહારિક કુશળતાઓ વિકસાવવામાં વિદ્યાર્થીઓને મદદ કરવા પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ મારફતે વ્યવહારિક કૌશલ્ય વિકાસ ઓફર કરવામાં આવશે. ઉદ્યોગનું માર્ગદર્શન અને માઇક્રોસોફ્ટના વ્યવસાયિકો પાસેથી ગેસ્ટ લેક્ચર્સ વિદ્યાર્થીઓને વાસ્તવિક ઉપયોગિતાઓ તથા ઉદ્યોગના પ્રવાહો, પડકારો અને શ્રેષ્ઠ રીતોની જાણકારીઓ મેળવવામાં માર્ગદર્શન પૂરું પાડશે.
નવા પ્રસ્તુત થયેલા અભ્યાસક્રમ પર byteXLના સહ-સ્થાપક અને સીએસઓ શ્રી શ્રીચરણ તાડેપલ્લીએ કહ્યું હતું કે, “ઉદ્યોગ માટે પ્રસ્તુત અભ્યાસક્રમ સાથે દેશમાં ઇજનેરી શિક્ષણમાં પરિવર્તન લાવવાના અમારા વિઝનના ભાગરૂપે આ નવો અભ્યાસક્રમ પારુલ યુનિવર્સિટી સાથે જોડાણમાં ઓફર થયો છે, જે ખાતરી આપશે કે વિદ્યાર્થીઓ ટેકનોલોજી ક્ષેત્રની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા પર્યાપ્ત જાણકારી અને કૌશલ્યો સાથે સજ્જ થાય. અમે પ્લેસમેન્ટ કામગીરી બદલવાનું તથા વિદ્યાર્થીઓ માટે સામાન્ય અકાદમિક અને તાલીમ ગુણવત્તા બદલવાનું વિઝન ધરાવીએ છીએ. અમને ખાતરી છે કે, પારુલ યુનિવર્સિટી સાથે આ અભ્યાસક્રમ ઉદ્યોગમાં કુશળતાની જરૂરિયાત પૂરી કરવા ઉચિત દિશામાં એક પગલું છે.”
પારુલ યુનિવર્સિટીના ઉદ્યોગ જોડાણ અને એકેડેમિક વ્યૂહરચનાઓના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંતોષ નાયરે કહ્યું હતું કે, “અમે પારુલ યુનિવર્સિટીમાં અમારા વિદ્યાર્થીઓ માટે અતિ પ્રસ્તુત અભ્યાસક્રમો વિકસાવવા આતુર છીએ. અમને ખુશી છે કે, byteXL સાથે હવે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ઉચિત કૌશલ્ય સંવર્ધન મંચ ધરાવે છે, જેથી તેઓ ઉદ્યોગના નવા પ્રવાહો સાથે અપડેટ રહી શકે છે. એક યુનિવર્સિટી તરીકે અમે તેમની તાલીમ માટે તમામ સુવિધાઓ, માળખું, જાણકારી અને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડીશું. મને ખાતરી છે કે, આ જોડાણ અને આ અભ્યાસક્રમની પ્રસ્તુતિ અમારા વિદ્યાર્થીઓ માટે નવા વિકલ્પો ઊભા કરશે.”
નવા અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પણ byteXL દ્વારા ઇન્ટર્નશિપ અને કારકિર્દી પ્લેસેમેન્ટ ટેકાની સુવિધા મળશે. કારકિર્દી પ્લેસમેન્ટ માટે ટેકારૂપ સેવાઓ કેમ્પસ રિક્રૂટમેન્ટ અભિયાનો, રિઝ્યુમ-બનાવવા માટેની કાર્યશાળાઓ, નેટવર્કિંગ કાર્યક્રમો વગેરે દ્વારા પણ પ્રદાન કરવામાં આવશે.
એડટેક ક્ષેત્રમાં કુશળતા ધરાવતી byteXLએ તાજેતરમાં AICTE સાથે એમઓયુ (સમજૂતીકરાર) પણ કર્યા હતા તથા ટેકનોલોજી કૌશલ્યમાં સમાધાનોની ચર્ચા અને ભલામણ કરવા માટેના સરકારના સલાહકાર મંડળનો ભાગ બનશે. ભારતમાં 1.2 લાખ વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રદાન કરવા 7 રાજ્યોમાં 100+ કોલેજો સાથે જોડાણ ધરાવતી કંપની ટિઅર 1, 2 અને 3 શહેરોમાં કોલેજોમાં ઓન-ગ્રાઉન્ડ મજબૂત જોડાણ ધરાવે છે તથા કોલેજની વ્યક્તિગત જરૂરિયાતો અને આવશ્યકતાઓની સારી એવી જાણકારી ધરાવે છે. કંપની ટેકનોલોજી ઉદ્યોગની જરૂરિયાતો સાથે સુસંગત અભ્યાસક્રમ વિકસાવવા અપડેટ આપવા અને અભ્યાસક્રમોમાં સુધારાવધારા કરવા સૂચનો પણ કરશે. byteXL અત્યારે એના કેમ્પસ પરિવર્તનની પહેલ અંતર્ગત 22 કોલેજો સાથે કામ પણ કરી રહી છે, જેમાં કંપની કાર્યકારી ઉત્કૃષ્ટતા, અભ્યાસક્રમ પરિવર્તન, શ્રેષ્ઠ પ્લેસમેન્ટ તથા અન્ય સંલગ્ન સેવાઓ માટે કામ કરે છે, જેથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય તથા આ કોલેજોના વિદ્યાર્થીઓ, મેનેજમેન્ટ, ફેકલ્ટી અને રિક્રૂટર્સને સંપૂર્ણ શ્રેષ્ઠ અનુભવ મળે.
#bharatmirror #bharatmirror21 #news #bytexl&paruluniversity #ahmedabad