મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાપે અશુભ મુહૂર્તમાં બનેલા અને ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા દાખલા નું હાટકેશ્વર બ્રિજ તોડવાના મામલે નાગરિકો આંદોલન માર્ગે : ૯ મી ઓગસ્ટ ક્રાંતિ ભારત છોડો ની જેમ “તારીખ આપો…બ્રિજ તોડો”ના સૂત્ર સાથે ક્રાંતિ દિન ઉજવણી કરાશે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
07 ઓગસ્ટ 2023:
માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ,યશ ચૌધરી તથા રાજુભાઈ પંચાલ એક સંયુક્ત અખબારી નિવેદન માં જણાવે છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભ્રષ્ટાચાર ના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજ બનાવવા સિમેન્ટ ચોરી સહિતનું મોટાપાયે થયેલ ભ્રષ્ટાચાર હવે જગ જાહેર થયો છે સત્તાધારી ભાજપ એ પણ તેનો સ્વીકાર કર્યો છે.
લોકો માટે જોખમી એવો આ બ્રિજ તોડી નાખવાનો નિર્ણય કરવો પડેલ છે પરંતુ સત્તાધારી ભાજપને એની શરમ આવતી હોય તેમ પુલ તોડવાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવતી નથી તેથી આજરોજ સ્થાનિક આગેવાનોની ખોખરા ગાર્ડન ખાતે મળેલી સભાએ સખત વિરોધ કરી બ્રિજ તોડવાની તારીખ જાહેર કરવા માંગ કરી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાપે અશુભ મુહૂર્તમાં બનેલા અને ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા દાખલા નું હાટકેશ્વર બ્રિજ તોડવાના મામલે ૪૮ કલાક જો તારીખ જાહેર કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવાયો હતો અને આંદોલનના ભાગરૂપે ૯મી ઓગસ્ટ “ક્રાંતિ દિવસ”ના નારા અંગ્રેજ “ભારત છોડો” ની જેમ “તારીખ આપો…બ્રિજ તોડો..”નું સૂત્ર જાહેર કર્યું છે અને માગણી કરી છે કે હાલમાં લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે .
પુલ ની આજુબાજુ વ્યાપાર કરતા નાના-મોટા વ્યાપારીઓ,દુકાનદારો, વાહન ચાલકો,રાહદારી ઓ અને સ્થાનિક નાગરિકો ટ્રાફિક ગીચતા ના કારણે હેરાન પરેશાનથઈ રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્ત ૧૨.૩૯. માં ઉમેદવારી પત્ર ભરતા હોય છે તેમ કોઈ એક ચોક્કસ દિવસ નક્કી કરી ૧૨.૩૯ ના ભ્રષ્ટાચારી મુહૂર્ત માં બ્રિજ તોડવાનું કામ શરૂ કરવું જોઈએ જેટલી ઉતાવળ પુલ ના શિલાયન્સ વખતે કરવામાં આવે છે તેટલી ઉતાવળ ભ્રષ્ટાચારના આ હલકા અને નબળા પુલને તોડવા માં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કરે તેવી માગણી કરવામાં આવી હતી.