નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 ઓગસ્ટ 2023:
સમગ્ર ભારતમાં અલગ અલગ સંસ્થાઓમાં ક્લાઈમેટ ચેન્જ અંગે કેવી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે તેના વિશે ખ્યાતનામ સંસ્થા યુનેસ્કો દ્વારા એક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ સંદર્ભે યુનેસ્કો(દિલ્હી)ના સભ્યો અને CEE (Centre for Environment Education)ના તજજ્ઞોએ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી અને ક્લાઈમેટ ચેન્જ અંગે અપાઈ રહેલા શિક્ષણ વિશે માહિતી મેળવી હતી.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ક્લાઈમેટ ચેન્જ એજ્યુકેશન ચાલી રહ્યુ છે. અહીના એક્પર્ટ દ્વારા યુનેસ્કો અને CEE ના સભ્યોને ક્લાઈમેટ ચેન્જ અને તેની અસરો અંગે સમજાવવામાં આવ્યું હતું. ક્લાઈમેટ ચેન્જને કારણે દેશ અને દુનિયામાં કેવા પ્રકારના ફેરફાર થાય છે અને તેને કારણે માનવ જીવન પર શું અસર થાય છે તેના વિશે એક્સપર્ટે વિસ્તૃતમાં સમજાવ્યુ હતુ.
આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો.હાર્દિક ગોહેલ હાજર રહ્યા હતા. સાથે અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને પણ ક્લાઈમેટ ચેન્જ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ દરેકને ગુજરાત સાયન્સ સિટીના એનર્જી એજ્યુકેશન પાર્કમાં દર્શાવવામાં આવેલા જુદા જુદા રીન્યુએબલ એનર્જીના મોડેલ પણ બતાવવામાં આવ્યા હતા. જ્યાં કેવી પદ્ધતિઓ દ્વારા વીજળીનું ઉત્પાદન કરી શકાય તેના વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #cee #centreforfnvironmenteducation #unescodelhi #gujaratsciencecity#ahmedabad