નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 જુલાઈ 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) એ અમદાવાદ ખાતે MSME માટે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ONDC કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ MSMEને ડિજિટલ કોમર્સની સંભવિતતાનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે જરૂરી જરૂરી માહિતી હતો.

SIDBIના CMD શ્રી એસ. રામનને ONDCના ઉપયોગના ફાયદાઓ વિષે જણાવ્યું હતું અને ONDCને માત્ર એક પ્લેટફોર્મની બદલે પ્રોટોકોલ તરીકે તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ઇ-કોમર્સની સરખામણીમાં ONDCની ખર્ચ-અસરકારકતા પર પ્રકાશ પાડ્યો હતો, જે વ્યવસાયો, ખાસ કરીને MSME માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.

SIDBI MSMEને ONDCમાં ઓનબોર્ડ કરવા માટે ટેકનિકલ સહાય પ્રદાન કરવાના છે અને GCCI જેવા એસોસિએશનો સાથે જોડાશે , જેમાં SIDBIના તાલીમબદ્ધ કર્મચારીઓ આ પ્રક્રિયાને સરળ બનાવવામાં સહાય કરશે.
GCCIના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી પથિક પટવારીએ ભારતીય ઈ-કોમર્સ ઉદ્યોગ માટે ONDCને ગેમ-ચેન્જર તરીકે બિરદાવ્યું હતું. ONDCના માધ્યમથી તમામ માર્કેટ પ્લેયર્સને સમાન સ્તર પર સ્પર્ધા કરવાનો મોકો મળશે. તેમને જણાવ્યું કે ONDCથી MSMEને તેમના સ્પર્ધકો અને ગ્રાહકો પર મૂલ્યવાન ડેટા મળશે અને તેના ઉપયોગથી સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં સહાય થશે.

ONDCનાં ચીફ બૂઝિનેસ્સ ઓફિસર શ્રી શિરીષ જોશીએ મોબાઇલ ટેકનોલોજીનાં અણધાર્યા વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ONDC પણ MSME માટે આવી ક્રાંતિ લાવી શકે છે. તેમને જણાવ્યું કે MSMEએ ડિજિટલાઇઝેશનને અપનાવવું આવશ્યક છે. ONDC આ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે ઉન્નત કાર્યક્ષમતા, ગ્રાહકની સમજણ અને ડેટા-સંચાલિત નિર્ણય લેવાની પ્રક્રિયા પ્રદાન કરે છે.

ONDC ખાતે B2Bની કેટેગરી લીડર, સુશ્રી મનિલા મગગોએ સહભાગીઓને ONDCની કામગીરી અને સુવિધાઓની વિગતવાર માહિતી સાથે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમનું સમાપન SIDBIના GM શ્રી સંજય ગુપ્તા દ્વારા પ્રશ્નોત્તરી અને આભાર સાથે કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #sidbi #ondc #ahmedabad
