અશ્વિન લીંબાચિયા,
તા.18-12-2021, અમદાવાદ.
શનિવાર તા.૧૮ મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ GCCI CSR ટાસ્ક ફોર્સ દ્વારા CSR રાઉન્ડ ટેબલ મીટ અને CSR હેલ્પ ડેસ્કનું GCCI પ્રાંગણ ખાતે ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રાઉન્ડ ટેબલ મીટ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત CSR ઓથોરીટીના ચેરમેન શ્રી એમ.થેનારસન (IAS) ઉપસ્થિત રહ્યા હતા. અને CSR હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય ત્રણ મહત્ત્વના ક્ષેત્ર એજ્યુકેશન, હેલ્થ અને એન્વાયર્મેન્ટમાં CSR પ્રવૃત્તિઓ વિષયે માહિતી આપવાનો હતો.
આ કાર્યક્રમમાં પ્રો. ડૉ. નવીન શેઠ, વાઇસ ચાન્સેલર, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને ડૉ.મીરા મહેતા, પ્રોફેસર, CEPT, દ્વારા ઉપસ્થિત સહભાગીઓને શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત CSR પ્રવૃત્તિઓ વિષયે માહિતી આપવામાં આવી હતી.
જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંત શાહ દ્વારા તેમના વક્તવ્યમાં આ પહેલને આવકાર આપવામાં આવ્યું હતું અને તેમણે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું . તેમણે થોડા સમય પૂર્વ આવેલ કુદરતી હોનારતો અને કોવિડ -૧૯ મહામારીના સમયમાં GCCI દ્વારા હાથ ધરવામાં આવેલ CSR પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી હતી. CSR ટાસ્ક ફોર્સના ચે૨પર્સન શ્રીમતી જયશ્રી મહેતા દ્વારા રાઉન્ડ ટેબલ મીટ યોજવા પાછળના હેતુ વિષે જણાવ્યું હતું. તેમણે ટાસ્ક ફોર્સની દ્વારા ભવિષ્યની યોજના વિષયે પણ માહિતી આપી હતી. મુખ્ય મહેમાન શ્રી એમ. થેનારસન દ્રારા જાણકારી આપવામાં આવી કે GCCI દ્વારા કુદરતી આપદાના સમયે હાથ ધરવામાં આવેલ સામાજિક પ્રવૃત્તિઓને આવકારવામાં આવ્યા હતા. તેમણે ગુજરાત CSR ઓથોરીટી દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિષયે માહિતગાર કર્યા હતા. અને કંપનીઓ દ્વારા તેમના CSR પ્રોજેક્ટને કાર્યરત કરવા માટે પુરેપુરી સહાય આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે GCCI પ્રાંગણ ખાતે CSR હેલ્પડેસ્કનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવો દ્રારા કરવામાં આવ્યું હતું. હેલ્પડેસ્ક નિષ્ણાતો CSR કાયદા અંગેના વિવિધ કમ્પાયન્સ તેમજ ડોક્યુમેન્ટેશન અંગે સભ્યોને જરૂરી માહિતી આપી હતી.
પ્રો. ડૉ.નવીન શેઠ એ જણાવ્યું કે જીટીયુ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વિવિધ નવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમણે વધુમાં ઉદ્યોગ અને સંસ્થા વચ્ચે વધુ મજબૂત સંબંધો વિકસાવવા સૂચન કર્યું હતું અને કંપનીઓ દ્વારા CSR માટેના નાણાંને વિશ્વવિદ્યાલય ખાતે રીસર્ચની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે ઉપયોગ કરી શકાય તેવું સૂચન કર્યું હતું. ડૉ.મીરા મહેતા દ્વારા CSR પ્રવૃત્તિઓ માટે water & Sanitation એક મહત્ત્વનું ક્ષેત્ર છે તેમ જણાવવામાં આવ્યું હતું. તેમણે મહિલા સશક્તિકરણ માટેની પ્રવૃત્તિઓ પણ હાથ ધરી શકાય તેવું સૂચન કર્યું હતું. તેમણે ઉદ્યોગોને CEPT ખાતે SMART Water & Sanitation કરFellowship સ્થાપવાનું સૂચન કર્યું હતું.