તથાકથિત ધર્મોએ એ તો શિખવ્યું કે પથ્થરમાં પરમાત્મા છે,પણ એ ન શિખવ્યું કે ઇન્સાનમાં પણ ઇશ્વર છે.
ભજનનો મતલબ છે પરિપૂર્ણ જાગૃતિ.
સપ્તશીલવાનને આપણે કઇ રીતે ઓળખી શકીએ?
સાતમા દિવસની કથામાં બાપુએ કહ્યું કે સપ્તશીલ ધરાવનાર બુધ્ધપુરુષ આપણને મળી જાય તો તેની ઓળખ-પરખ કઇ રીતે કરવી?આવા બુદ્ધ પુરુષ સદૈવ ધરતી પર હોય છે,પહેલા પણ હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે.પણ આપણે તેને ઓળખી શકતા નથી.પરંતુ કોઈક સંકેતો,ઈશારો મળે છે.એવા સંકેતોમાં એક-રૂપ:રૂપનો અર્થ અહીં આકાર છે.અહીં સૌંદર્યનો પર્યાય નહીં કારણકે સૌંદર્ય એક સ્વતંત્ર શબ્દ છે.શીલનો પરિચય તો બુધ્ધ સેવકાઇ વગર થતો નથી.આપણા ચર્મચક્ષુથી એને કઈ રીતે ઓળખી શકીએ!આપણે ત્રણ-ત્રણ માસ્ક પહેરીને બેઠા છીએ!અહીંયા મુખવટાનાં રૂપમાં કરી રહ્યો છું. ગોસ્વામીજી કહે છે કે મુખવટો દંભ છે.વાલ્મીકિએ 14 સ્થાનો બતાવ્યા અને અંતે ચિત્રકૂટ કહ્યું જ્યાં એ ચૌદે લક્ષણો મોજુદ છે.આપણે ત્યાં અનેક અસુર થયા પરંતુ ભક્તિમાર્ગમાં સૌથી મોટો અસુર વિઘ્ન કરે છે એ છે:દંભાસૂર.ભજનનો મતલબ પરિપૂર્ણ જાગૃતિ છે.અયોધ્યા અને જનકપુરમાં રામચરિતમાનસ વધારે બૌધિક છે,લંકા અહંકારની નગરી છે,દંડકારણ્ય મનનો પ્રદેશ છે,ચિત્તનો પ્રદેશ એકમાત્ર ચિત્રકૂટ છે,આ ભજન ભૂમિ છે.મારી સમગ્ર યાત્રાનો નિચોડ સત્ય પ્રેમ અને કરુણા એનો પણ- નિચોડનો પણ નિચોડ કાઢવો હોય તો હું વચ્ચેનું પ્રેમ રાખું.સત્ય આપણે ક્યાં નિભાવી શકીએ છીએ? અને કરુણાવાન કયારેક કઠોર થઈ જાય શું ખબર! બાપુએ કહ્યું કે તથાકથિત ધર્મ વૈદિક સનાતન ધર્મ નહીં કાલે એક સૂત્ર મળ્યું,મને ખૂબ ગમ્યું અને જે મને ગમ્યું એ આપને ગમશે જ,જે પુરાતન નથી અને સનાતન તો છે જ નહીં એવો,ગીતા એને શાશ્વત કહે એ ધર્મ નહીં પરંતુ તથા કથિત ધર્મોએ આપણને શિખવ્યું કે:પથ્થરમાં ઈશ્વર છે પરંતુ એ ન શીખવ્યું કે દરેક ઇન્સાનમાં પણ ઈશ્વર છે! પ્રેમ મતલબ પરમાત્માનો વિશુદ્ધ પર્યાય.કોઈએ પૂછ્યું બાપુ આપ સંસારી છો કે સાધુ?બાપુ કહે હું સંસારી સાધુ છું! મારો કોઈ આશ્રમ નહીં એકમાત્ર ગૃહસ્થાશ્રમ છે. અને મારું સ્થાન ધરતી છે.
તેરી ઈસ અદા ને ઇતના ઘાયલ કર દિયા હૈ;મર હમ લગાને વાલે દુશ્મન નજર આતે હૈ!!
બીજો સંકેત-સૌંદર્ય:બાપુએ કહ્યું કે હા હું સહમત છું કે કંઈક આભૂષણ,કપડા અને મેકઅપ કરવાથી થોડા સમય માટે તેમાં વિષયીને સૌંદર્ય દેખાય છે,પરંતુ કોઈ મેકઅપ,વસ્ત્ર,અલંકાર,આભૂષણ નથી છતાં જુઓ ભગવાન રામ અને માતા જાનકીને! રામ કપડાં પહેરે છે ત્યારે ઓછા સુંદર દેખાય છે,માનસ તેનું સાક્ષી છે. જ્યારે વશિષ્ઠજી એ કહ્યું કે આજે જ રાજ તિલક કરી દો એ વખતે અંગ-અંગ પર ઠાકોરજી આભૂષણ સમજાવી રહ્યા છે,એ વખતે સો કામદેવ લજ્જિત થાય છે એવું લખ્યું છે.પરંતુ બાપની આજ્ઞાથી આભૂષણ ઉતારી અને વલ્કલ પહેરી,મુનિ વેશમાં રામજી વનમાં જાય છે,એ વખતે સીતાજીને વનવાસીની અને ભીલ આદિવાસી સ્ત્રીઓ પૂછે છે કે આ બંને-જે કોટી-કોટી કામદેવને લજાવે છે એ કોણ છે?આ છે તુલસીની ચોપાઈની ઊંચાઇ!આ તુલસીજીના દિલની ધડકન છે.શીરા ચાલે ત્યારે ચોપાઈ નીકળે છે અને ધમની ચાલે ત્યારે શ્લોક નીકળે છે!આ રક્ત અભિસરણ નહીં વિરક્ત અભિસરણ છે!કપડા પહેરે ત્યારે સો અનંગ લજ્જિત થાય અને ઉતારે ત્યારે કોટી મનોજ લજાય.અમરેલી પાસેના લાઠી શહેરમાં રાજા કલાપી ખૂબ જ યુવાન વયમાં તેના રાજદરબારમાં શોભના સાથે પ્રેમ થાય છે અને એને નજરમાં રાખીને કવિતાઓ લખી,એ કવિ કલાપીએ લખ્યું કે:સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે.બીજો શબ્દ જે સગોત્રી લાગે છે,અને એના ગર્ભમાં ન ઊતરીએ તો સમાન લાગે એ છે:લાવણ્ય:એટલે કોરું સૌંદર્ય નહીં અને કોણ છે આવો બુદ્ધ પુરુષ?મહાદેવ-કૈલાશપતિ -સોમનાથ.નીલકંઠ લાવણ્યનિધિ એવું લખાયું છે.ચોથું-કારુણ્ય:આ બધું હોય પરંતુ કારુણ્ય-કરુણા ન હોય તો!
કારુણ્યરૂપમ્ કરુણાકરં તં શ્રી રામચંદ્રં શરણં પ્રપદ્યે. પાંચમું-ઔદાર્ય:એ કૃપણ ના હોય,એનામાં ઉદારતા હોય છે.છઠ્ઠું-માધુર્ય:મૂર્તિ મનોહર અને મધુર હોય છે.બાપુએ જણાવ્યું કે આ બધું જ મારા દાદાએ,એ ખૂણાની પ્રસાદી છે અને કોઈ ઈશ્વર પ્રાપ્ત વ્યક્તિ કંઈપણ બોલે તો શાસ્ત્ર એની પાછળ-પાછળ ચાલે છે.દાદાએ આ કહ્યું પછી મેં શાસ્ત્રો જોયા તો મને બધું જ મળ્યું છે.શબરી બોર ચાખી-ચાખીને ભેગા કરતી હતી પરંતુ રામને ચાખી ચાખીને બેઠી છે! સાતમું-સ્વચ્છતા:તન અને મન બંને નિર્મલ.આઠમું-ઉજ્જવળતા:મન બુદ્ધિ ચિત્ત અને અંતઃકરણ શ્વેત.સફેદ રંગ કોઈ રંગ નથી.બહુધા વૈરાગી સાધુઓ સફેદ રંગમાં,જૈન,ઇસાઇ પરંપરામાં સફેદ રંગ દેખાય છે.નવમું-ચરિત્રવાન બુધ્ધપુરુષ સદૈવ મુસ્કુરાતા હોય છે.દસમું-આવા બુદ્ધ પુરુષ સંસારીને વિદેહ કરી દે છે.
આ પંક્તિ કે જેની આસપાસ કથા ચાલે છે તેમાં યમ નિયમ અને આ વ્રતની વાત છે પાંચ યમ,પાંચ નિયમ અને પાંચ વ્રત.વ્રતો ખડગધાર જેવા-તિક્ષ્ણ.ભરતે પાચે વ્રતને ખડકની ધારની જેમ નિભાવ્યા છે.એક- સત્યવ્રત:ખૂબ તીક્ષ્ણ છે.મારી વ્યાસપીઠ વિશ્વનાથ, સોમનાથ અને કેદારનાથ ત્રિપુંડની ત્રણ રેખા વિશે કહે છે:એક રેખા સત્યનો વિચાર,બીજી રેખા સત્યનો ઉચ્ચાર અને ત્રીજી રેખા સત્યનો આચાર છે.બીજું- મૌનવ્રત:મંગુ રહેવું સરળ છે મૌન રહેવું વિષમ છે. મૌનની શરૂઆતમાં બહારની આહટ વધારે સંભળાય છે.આરંભ પર બહારનો ઉહાપોહ સતાવે છે,મૌનના મધ્યમાં અંદરનો ઉહાપોહ સતાવે છે અને શિખરી મૌનમાં સન્નાટો થઈ જાય છે.એ વખતે બુદ્ધપુરુષની છાયાની જરૂર પડે છે નહિતર વ્યક્તિ પાગલ બની જાય છે.ત્રીજું-અયાચક વ્રત:ઉપરથી જોઈએ તો ભરતજી માંગે છે લખ્યું છે: માંગઉ ભીખ ત્યાગી નીજ ધર્મનું;આરત કાહ ન કરહી કુકરમુ. અરથ ન ધરમ ન કામ રુચિ;ગતિ ન ચહાવું નિરબાન; જનમ જન્મ રતિ રામપદ યહી બરદાન ન આન. ચોથુ-બ્રહ્મચર્યવ્રત: પાંચમું-પ્રેમવ્રત:પાંચ વ્રતનો નિર્હવા-નિર્વહન કે નિભાવવા હોય તો શું કરવું? કોઈ દી ઈશ્વરથી ફરિયાદ ન કરવી કારણ કે શિકાયતી ચિત્ અધ્યાત્મમાં અવરોધ ઉત્પન્ન કરે છે.વિષમા વ્રતનું પાલન કર્યા પછી કોઈ સરાહના ન કરે તો પણ દાદ ન માગવી,આપણા સ્વભાવને અનુકૂળ ન હોય તો પણ વિકૃત બુદ્ધિથી દુર્વાદ ના કરવો,વિવાદ,અપવાદ ન કરવો અને એને સાદ પણ ન કર!બાપુએ કહ્યું તો જીવવું કઈ રીતે?બસ એને યાદ કર!!