અનાજ કીટ વિતરણના મુખ્ય દાતાઓ બાબુભાઇ કે.પટેલ, અનુજભાઇ પટેલ અને વસંતભાઇ પટેલની સમાજને પ્રેરણારૂપ સેવા
કોરાનાના કપરા કાળમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને વ્હારે આવવું અને તેમની જરૂરિયાતોને સમજીને તેમની પડખે ઉભા રહેવું એ જ સાચી માનવ સેવા – દાતા શ્રી બાબુભાઇ કે.પટેલ
પાટીદાર સમાજની 400 જેટલી બહેનોને અનાજ કીટ વિતરણ કરી તેમને ભારે આદરપૂર્વક સાથે મહાપ્રસાદ અર્પણ કરી તેમને સમાજના પ્રવાહમાં સતત સાથે રાખવાનો બહુ સુંદર પ્રેરણારૂપ પ્રયાસ થયો છે, જે બદલ હું પાટીદાર પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારો, મુખ્ય દાતાશ્રી બાબુભાઇ કે.પટેલ સહિતના દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું – પાટીદાર પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી હિતેશ પટેલ(પોચી)
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે અમદાવાદ શહેરના નારણપુરા અંકુર વિસ્તારમાં આવેલા જાણીતા કામેશ્વર મહાદેવ મંદિરના કામેશ્વર હોલ ખાતે પાટીદાર સમાજની જરૂરિયાતમંદ 400 જેટલી બહેનોને અનાજ કીટ વિતરણનો સુંદર અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. પાટીદાર સમાજના વડીલ આગેવાન અને પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ ઉપરાંત, મુખ્ય દાતા શ્રી બાબુભાઇ કે.પટેલ, અનુજભાઇ પટેલ અને વસંતભાઇ પટેલ દ્વારા પાટીદાર સમાજની આ બહેનોને ઘઉં, ચોખા, દાળ, તેલ, ઘી, ખાંડ, હળદર, મરચુ, ધાણાજીરૂ સહિતની જુદી જુદી 15 જેટલી ચીજવસ્તુઓથી સજ્જ અનાજ કીટનું મોટા થેલામાં ભરીને વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ 400 જેટલી બહેનોને પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા ભારે આદરપૂર્વક જમાડવામાં આવી હતી અને તેઓને સમાજની કોઇપણ સેવા કે કામ હોય તો કહેવા અને પાટીદાર પરિવાર ટ્રસ્ટ હંમેશા તેમની પડખે છે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
મૂળ ખોરજના વતની અને જાણીતા બિઝનેસમેન શ્રી બાબુભાઇ કે.પટેલ આજના સેવા કાર્યક્રમના મુખ્ય દાતા રહ્યા હતા, તેઓ તેમના ધર્મપત્ની કૈલાશબહેન સાથે વિશેષરૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધવા બહેનોને પ્રોત્સાહન આપી તેમનું મનોબળ વધાર્યું હતું. આ પ્રસંગે મુખ્ય દાતા શ્રી બાબુભાઇ કે.પટેલે જણાવ્યું હતું કે, હું પણ જીવનમાં કપરા સંજોગો સામે લડીને અને ઘણી મુશ્કેલીઓ વેઠીને આગળ આવ્યો છું એટલે મને ખબર છે કે, માણસને કપરા સંજોગોમાં કેવી રીતે ઝઝુમવું પડતુ હોય છે. આપણી બહેન-દિકરીઓને પણ કોરોનાના આ કપરા કાળમાં ઘણી મુશ્કેલીઓ અને હાલાકીનો સામનો કરવો પડયો છે એ સૌકોઇ જાણે છે ત્યારે તેમને મદદરૂપ થવા અને એક પ્રોત્સાહનના ભાગરૂપે તેઓને અનાજ કીટ વિતરણનું સેવાકાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું. પાટીદાર પરિવાર ટ્રસ્ટની અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી હું પ્રભાવિત થયો છું અને જયારે પણ સમાજને મારા તરફથી કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો હું આપવા માટે તૈયાર છું.
આ પ્રસંગે પાટીદાર પરિવાર ટ્રસ્ટના મંત્રીશ્રી જશવંતભાઇ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની વિધવા બહેનોની ચિંતા કરીને આટલી લાગણી અને હુંફ દર્શાવી મુખ્ય દાતા બાબુભાઇ કે.પટેલ, અનુજભાઇ પટેલ અને વસંતભાઇ પટેલની સમાજને પ્રેરણારૂપ સેવાને અમે ટ્રસ્ટ તરફથી બિરદાવીએ છીએ. આ દાતાઓ પાટીદાર પરિવાર ટ્રસ્ટને જયારે જરૂર પડી ત્યારે ટ્રસ્ટની સેવામાં હરહંમેશ સાથે ઉભા રહ્યા છે.
પાટીદાર પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી હિતેશ પટેલ(પોચી)એ જણાવ્યું કે, પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી વર્ષમાં આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને રાહતદરે નોટબુક વિતરણ, દવા-સારવારમાં જરૂરી મદદ, શૈક્ષણિક સહાય કે અન્ય કોઇપણ બાબત હોય પાટીદાર પરિવાર ટ્રસ્ટ હંમેશા સેવાકાર્યોમાં આગળ પડતુ રહ્યું છે. એટલું જ નહી, વર્ષોથી સમાજના વડીલો, દાતાઓએ આ સેવાકાર્યને આગળ ધપાવી સમાજને ગૌરવભેર સ્થાન અપાવ્યું છે, જે બહુ નોંધનીય વાત કહી શકાય. આજે પણ પાટીદાર સમાજની 400 જેટલી બહેનોને અનાજ કીટ વિતરણ કરી તેમને ભારે આદરપૂર્વક સાથે મહાપ્રસાદ અર્પણ કરી તેમને સમાજના પ્રવાહમાં સતત સાથે રાખવાનો બહુ સુંદર પ્રેરણારૂપ પ્રયાસ થયો છે, જે બદલ હું પાટીદાર પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારો, મુખ્ય દાતાશ્રી બાબુભાઇ કે.પટેલ સહિતના દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું.
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજે 400 જેટલી બહેનોને અનાજ કીટનું વિતરણ અંગેના યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના મોભી વડીલ અને પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ, મુખ્ય દાતા શ્રી બાબુભાઇ કે.પટેલ, અનુજભાઇ પટેલ અને વસંતભાઇ પટેલ ઉપરાંત, મંત્રી જશવંતભાઇ પટેલ, પ્રવકતા વાડીભાઇ પટેલ, કામેશ્વર મંદિરના ટ્રસ્ટી નટુભાઇ પટેલ(નટુકાકા), મહિલા પ્રમુખ જીગીષાબહેન પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો, પાટીદાર સમાજની 400 જેટલી બહેનો પણ તેમનો આદર-સત્કાર અને સન્માન જોઇને ભાવવિભોર બની હતી, તેમણે આ પ્રોત્સાહન અને કદર બદલ ટ્રસ્ટ અને સમાજનો પણ વિશેષ આભાર માન્યો હતો. .
#bharatmirror #bharatmirror21 #news