નાયબ નિયામકની નિમણુકથી રાજયમાં ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનનું માળખું વધુ મજબૂત બનશે તેમજ કન્વીકશન રેટ ઉંચો આવશે – કાયદો અને ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
લિટિગન્ટ્સને સરળતાથી, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે પ્રોસિક્યુશન મજબુત થાય તેવા ઉદેશ્યથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવી છે – પ્રદિપસિંહ જાડેજા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.25
રાજયની ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ખાતે આજ રોજ એડવોકેટ શ્રી રાકેશ રાવની નાયબ નિયામક તરીકે નિમણુક કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે આ નિમણૂંક કરવામાં આવી છે, જેના કારણે પક્ષકારોને ખાસ કરીને ફરિયાદપક્ષને વધુ અસરકારક ન્યાય મળી શકશે.
કાયદો અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લિટિગન્ટ્સને સરળતાથી, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે પ્રોસિક્યુશન મજબુત થાય તેવા ઉદેશ્યથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવેલ છે અને ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું માળખું મજબુત બને અને તેની કામગીરી સુપેરે થઇ શકે તેવા હેતુસર આજ રોજ શ્રી રાકેશ રાવની નાયબ નિયામક તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું માળખું બનાવવાના કારણે ગંભીર પ્રકારના કેસોની ઓળખ કરી, પીડીતપક્ષને યોગ્ય રીતે સાચો ન્યાય મળે તેવા પ્રયત્નો રાજય સરકાર કરી રહી છે. અને ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા કેસોનું યોગ્ય મોનિટરિંગ થવાના કારણે ફરિયાદ પક્ષને ઝડપથી ન્યાય મળી રહશે.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશન તરીકે શ્રી પરેશભાઇ ધોરા અને ત્યાર બાદ નાયબ નિયામક તરીકે શ્રી જગરુપસિંહ રાજપુતની નિમણૂંક બાદ હવે શ્રી રાકેશ રાવની નિમણૂંકથી ડાયરેકટર ઓફ પ્રોસિકયુશનની કામગીરીમાં વેગ આવશે તેમ જ કન્વીકશન રેટ ઉંચો આવશે., જેનો અંતિમ લાભ પ્રોસિકયુશન પક્ષને મળશે.