સાબરકાંઠા જિલ્લાના રામપુર ખાતે કિસાન સન્માન દિને ૨૧ ખેડૂતોને હુકમપત્રો એનાયત સાથે કિસાન સૂર્યોદય યોજનામાં ૧૫૦૦ વધુ ગામોનો સમાવેશ રાત્રિના બદલે દિવસે વિજળીનો લાભ હવે મળશે – ગૃહ અને ઉર્જા રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
કિસાનોની વ્યથાને વ્યવસ્થામાં આ સરકારે પરિવર્તિત કરીને ખેડૂતોના કલ્યાણ માટે અનેક આયામો અમલી બનાવ્યા છે – ગૃહ અને ઉર્જા રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.5
ગૃહ અને ઉર્જા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સાબરકાંઠા ખાતે કિસાન સન્માન દિવસે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં આપણી સરકારે સૌના સાથ સૌનો વિકાસથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વવાળી આ સરકારે ગુજરાતની ૬.૫ કરોડ જનતાને કરેલા સેવાયજ્ઞ કાર્યોની ઝાંખી સાથે હિસાબ આપવા રાજયના દરેક જિલ્લાઓમા તા.૧લી ઓગસ્ટેથી ૯ મી ઓગસ્ટ સુધી જુદા જુદા દિવસોની જાણકારી આપવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે. જનતાને જાગૃત કરવાની સાથે લોકોનું જીવન યોજનાઓ થકી કલ્યાણકારી વધું કેવી રીતે બને અને વ્યથાને વ્યવસ્થામાં કઇ રીતે પરિવર્તન કરી શકાય તેને પ્રાધાન્ય આપ્યુ છે ખેડૂતોનું કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના તેવા ઉમદા હેતુંસર રાજય સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અમલમાં મૂકી છે.
તેમણે ઉમેર્યુ કે, આજે સાબરકાંઠા જિલ્લાના રામપુરા ખાતેથી ૨૧ ખેડૂતોને વિવિધ નિમણૂકપત્રો અને કિસાન સૂર્યોદય યોજનામાં ૧૫૦૦ થી વધુ ગામોને રાત્રીને બદલે હવે દિવસે વિજળી મળતી થશે જેના પરિણામે ખેડૂતોના રાતના ઉજાગરા બંધ થશે અને જંગલી જાનવરોના હુમલા સામે રક્ષણ મળશે.
મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. આ સંદર્ભમાં રાજયના મુખ્યમંત્રશ્રી અને કૃષિમંત્રીશ્રીએ ખેડૂતોના કલ્યાણ માટે વાવેતરથી વેચાણ સુધીની વ્યવસ્થા વિકસાવી છે. અને ખેડૂતોના કલ્યાણ માટે સાત પગલા ખેડૂત કલ્યાણના અમલી કર્યો છે. ખેડૂત પાક ઉત્પાદન કરે પછી માલસંગ્રહ માટે ગોડાઉનની વ્યવસ્થા અને ઉત્પાદન કરેલો માલ માર્કેટ સુધી પહોંચાડવા માટે કિસાન પરિવહન યોજના અમલમાં મૂકી છે. સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઓર્ગેનિક ખેતી અને ગૌ-માતાને પ્રોત્સાહન માટે દેશી ગાયના નિભાવણી માટેની દર મહિને રૂપિયા એક હજારની સહાયથી ખેડૂતોને મળશે. સાથે ફુલ શાકભાજી વેચતા ખેડૂતોને છત્રી, અને કૃષિકિટ ખાતર, બિયારણ, કાંટાળા તારની વાડની સહાય, આમ નાના ખુડૂતોની મુશ્કેલી સમજીને નિરાકરણ કરવા માટે અનેક પગલા ભર્યા છે. સાથે સાથે ખેડૂતોને ટેકાના વ્યાજબી ભાવો મળી રહે તે માટે ઉત્પાદીત અનાજની માર્કેટમાં ખરીદી કરીને તેને યોગ્ય ભાવો આ સરકારે આપ્યા છે. ખેડૂતોને તેની મહેનતનું પુરે પુરૂ વળતર મળે, પાક વિમા યોજના જેવા લાભો આપ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૨ લાખ ૧૯ હજાર કરોડની ખરીદી કરી છે. અને ખેડૂતોના ૪૧ લાખ મેટ્રીકટટન અનાજની ખરીદી કરી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતનો ખેડૂત લાચાર ન બને તે માટે કેન્દ્રની સરકારે તથા રાજયની સરકારે ૩૭૦૦ કરોડનું પેકેજ આપીને સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. આપણા દેશના વડપ્રધાન શ્રીનેરન્દ્રભાઇ મોદી કહે છે કે ગુજરાત મારો આત્મા છે. અને ભારત મારો પરમાત્મા છે. ભૂતકાળની સરકારમાં કૃષિ વિકાસ દર ખૂબ નીચો રહયો હતો આપણી સરકારે કૃષિ વિકાસ દર ડબલ ડીજીટમાં ૧૦% સુધી પહોચાડયો છે. ખેડૂતોને જીરો ટકાએ વ્યાજ લોન અને ગુજરાતની સુકી ધરતીમાં સુવલામ સુફલામ, નર્મદાના નીર પહોંચાડીને કચ્છની ધરાને પણ નવ પલ્લવિત કરીને બાગાયત ફળ શાકભાજી અને મુલ્યવર્ધિત અનાજ ઉગાડતા કાર્ય છે. કિસાનોને દિવસે વિજળી તથા જ્યોતિગ્રામ યોજના થકી થ્રી ફેઝ ૨૪ કલાક વીજળી પુરી પાડી છે.
ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે ખેડૂતોની જમીન ભૂ-માફિયાઓ પડાવી ન લે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં મૂકીને તેમને રક્ષણ પુરૂ પાડયું છે ગૌહત્યા, લવ જેહાદ જેવા કાયદાઓની કડક અમલવારી શરુ કરીને શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતની જનતાને પુરી પાડી છે.
આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજય સરકારની વિવિધ યોજનાઓની સિધ્ધિઓ તથા કિસાન સૂર્યોદય યોજનાથી ૧૯ ગામોને લાભ થવાનો છે. ગુજરાતમાં રોડ રસ્તા, પશુપાલન ખેતીની યોજના થકી ખેડૂતોની આવક બમણી થશે. તેવો મને વિશ્વાસ છે. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારની પુરી ટીમ લોકકલ્યાણ અને સેવા યજ્ઞના કાર્યોમાં નવ દિવસ સુધી ભગિરથ કાર્ય ઉપાડયું છે તેની સરાહના કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનું જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા તથા સંગઠનના પદાધિકારી ઓ દ્વારા ઉષ્મા ભર્યુ સ્વાગત કરાવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જયારે યુ.જી.વી.સી.એલ શ્રોફ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે ઇડરના ધારા સભ્યશ્રી હિતુભાઇ કનોડીયા, સાબરકાંઠાના સંગઠન પ્રમુખશ્રી જે.ડી. પટેલ સંગઠનના ઉપાધ્યાક્ષશ્રી કૌશલ્યા કુંવરબા, સંગઠનના પ્રભારીશ્રી ભરતભાઇ આર્ય, રેખાબેન ચૌધરી, સહકારી અગ્રાણીશ્રી કનુભાઇ, જેઠાભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઇ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંધવાન, ઉત્તર ગુજરાતના સયુંકત નિયામકશ્રી ઉપાધ્યાય , યુ.જી.વી.એલના શ્રી શ્રોફ શાહ જેટકોનાશ્રી જાદવ વગેરે ઉપસ્થિત રહયા હતા.