ડો.મનીષ દોશી દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારને ઉદ્દેશીને ઉઠાવેલા આ વેધક સવાલોમાં કેટલાક માર્મિક પ્રહારો
માત્ર 5 વર્ષમાં ઉદ્યોગપતિઓને 17.90 લાખ કરોડનું દેવું માફ + 12 લાખ કરોડ ની કર રાહત એમ કુલ મળી 30 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કર્યા સામે ખેડૂતોને 2000-2000 હજારના હપ્તાઓ આપી મૂર્ખ બનાવ્યા – ડો.મનીષ દોશી
અમદાવાદ,તા.5
પોતાની જાતે “સંવેદનશીલ સરકાર” કહી ખેડૂતોને ખતમ કરી સરકારી ખર્ચે “કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ કેટલાક વેધક અને સણસણતા સવાલો ગુજરાત સરકારને કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારને ઉદ્દેશીને ઉઠાવેલા આ વેધક સવાલોમાં કેટલાક માર્મિક પ્રહારો પણ છે, જેને લઇ હવે મામલો ગરમાયો છે.
ગુજરાતમાં 1 કરોડ પચીસ લાખ સર્વે નમ્બરમાં ખોટી જમીન માપણી કરી જમીનોના નકશાઓ બદલી નાખ્યા, એકની જમીન બીજાના નામે કરી દીધી ભૂલ સુધારણા અરજીના નામે વધારે બગાડી એના પર આ ભૂલો ક્યારેય ન સુધરે એવો 7/8/2020 નો પરિપત્ર કરી પૈકી પાનિયા અલગ ન થાય, વારસાગત ભાગમાં 7/12 અલગ ન થાય તેવો કારસો કર્યો એટલે ખેડૂત સન્માન દિવસ ઉજવો છો ?????
પ્રધાનમંત્રી પાકવીમાં યોજના કરી ખેડૂતોને મળવાપાત્ર હક્કનો પાક વિમો એક હેકટરદીઠ 61000 મળવાપાત્ર હતા તે 1000 આપી એક હેકટરે રૂપિયા 60000 હજાર કંપનીઓને કમાવી દીધા એટલે ખેડૂત સન્માન દિવસ ઉજવો છો ????
તૌકતે વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય કે કમોસમી વરસાદ હોય દરેકમાં સરકારી સહાય આપવાના નાટક કરી ખેડૂતોની મજાક કરી એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
દવા, ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી મોંઘા કરી ખેડૂતોની આવક તો બમણી ન કરી પણ ખેડૂતોની પડતર કિંમત અર્ધી કરી એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નામે ખેડૂતોને હેકટરદીઠ 25000 હજાર અને 4 હેકટરની મર્યાદામાં 100000 લાખ આપવાની જાહેરાત કરી ખેડૂતોને રાતી પાઇ પણ ન આપી મૂર્ખ બનાવ્યા એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
સૌની-કલ્પસર-નર્મદાની નહેર વાટે સિંચાઈ યોજના ના નામે એવી તો મજબૂત નહેરો બનાવી કે નહેરોને નોળિયા અને ઉંદર ખોદીને ખાઈ ગયા એવો ભ્રષ્ટાચાર કર્યો ને ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
નકલી જંતુનાશક દવા, નકલી બિયારણ નકલી રાસાયણિક ખાતરના હાટડાઓને બેલગામ કરી પાછલાં બારણેથી અબજો-ખર્વોના હપ્તાઓ ઉઘરાવી ખેડૂતોને પાયમાલ કર્યા એરલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
ટેકાના ભાવે મગફળી-તુવેર-ચણાની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરી ખેડૂતોની ખરીદેલી જણસીમાં મિલાવટ કરી અબજો કરોડોનું કૌભાંડ કર્યું એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
કચ્છમાં નર્મદાના નીર ના સપનાઓ બતાવી અલગ અલગ 5 વખત સૈદ્ધાંતિક મંજૂરી આપવાની જાહેરાતો જ કરી પણ અમલ ક્યારેય ન કર્યો માત્ર સૈદ્ધાંતિક મંજૂરીઓ જ આપી એટલે આજે કચ્છમાં જઈ મુખ્યમંત્રી કિસાન સન્માન દિવસ ઉજવે છે ???
માત્ર 5 વર્ષમાં ઉદ્યોગપતિઓને 17.90 લાખ કરોડનું દેવું માફ + 12 લાખ કરોડ ની કર રાહત એમ કુલ મળી 30 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કર્યા સામે ખેડૂતોને 2000-2000 હજારના હપ્તાઓ આપી મૂર્ખ બનાવ્યા એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો 2022 માં ખેડૂતોની આવક બમણી કરવાનો કોણી એ ગોળ લગાવી ત્રણ કાળા કૃષિ કાયદાઓ લાવી ખેડૂતોના ભોગે ઉદ્યોગકારોને માલા માલ કરવા નીકળ્યા એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ????
જ્યારે ખેડૂતો વિરોધ કરે તો ટીયરગેસ, પાણીની બોછાર કરી તેના પર જુલમ કરો છો, છાસવારેખેડૂત આગેવાનોને નજર કેદ કરો છો એટલું જ નહીં ખેડૂત આગેવાનોને લીંબડે બાંધી ઢોર માર મારો છો એટલે કિસાન સન્માન દિવસ ઉજવો છો ?????