અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો
વિધાર્થીઓના એડમિશન શરૂ થઈ ગયા છે છતાં પણ સમિતિની રચના કરવામાં આવી નથી, જેને લઇ એબીવીપીનો વિરોધ
અમદાવાદ,તા.4
ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે એ બી વી પી(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ બી વી પી નું કહેવું છે કે સાયન્સ ફેકલ્ટીના એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોમર્સની પ્રવેશ પ્રક્રિયા આવતીકાલથી શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા હોય તો તે માટે સમિતિ હોય છે. જેની હજુ સુધી કોઈ રચના કરવામાં આવી નથી. જે મુદ્દે આજે યુનિવર્સિટીના ગેટ બહાર એ બી વી પીના કાર્યકરો એ વિરોધ નોધાવ્યો હતો અને કમિટી રચના કરવા માટે કો વીસીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ વર્ષે 100 ટકા રિજલ્ટ છે અને નવા એડમિશન માટે વિધાર્થીઓ આવી રહ્યા છે. ત્યારે તમને કોઈ ને કોઈ સમસ્યા એડમિશન પ્રક્રિયાને લઈને હોય છે. જો સમિતિ જ નહીં હોય તો વિદ્યાર્થીઓ કોને પૂછસે જેથી એબીવીપીના કાર્યકરોએ આજે આ સમિતિ રચવા માટે આવેદન આપી અને વિરોધ કર્યો હતો. આ વિષે વાત કરતાં એ બી વી પીના કર્ણાવતી વિભાગના સંયોજક ઈશાનદીપ સૂર્યવંશી એ જણાવ્યુ હતું કે આજે અમે સમિતિની રચના માટે વિરોધ કર્યો હતો અને કો વીસી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જલ્દી જ સમિતિની રચના કરવામાં આવે જેથી વિધાર્થીઓને હાલાકી ના પડે. અમને બાહેંધરી આપવામાં આવી છે કે જલ્દી જ સમિતિની રચના કરી અને સમિતિના સભ્યોના નામ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.
આજે એ બી વી પી ના 50 થી વધુ કાર્યકરોએ યુનિવર્સિટી ગેટ આગળ વિરોધ કર્યો હતો. એ બી વી પી દ્વારા વિધાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મહેનત કરી રહ્યા છે. ઘણી વખત યુનિવર્સિટીની લાલિયાવાડી થી વિધાર્થીઓને હેરાન થવાનો પણ વખત આવે છે. જેથી આ કાર્યકરોને આંદોલનનો સહારો લેવો પડે છે.