ડી પી એસ હીરાપુર સ્કૂલની એફિલિએશન રદ કરવામાં આવ્યું
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને ભલામણ કરવામાં આવી
અમદાવાદ, 3
અમદાવાદ ગ્રામ્ય હીરાપુર ખાતે આવેલી ડી પી એસ સ્કૂલ અનેક વિવાદોમાં આવી છે. વિવાદોમાં આવતા સરકારે તેના ડૉક્યુમેન્ટ અને માનત્યા રદ કરવા માટે પણ કહેવામા આવ્યું હતું. જો કે ડી પી એસ માં સી બી એસ સી બોર્ડ ચાલે છે જેના આધારે તેમાં પણ તપાસ કરવામાં આવી હતી. છેલા ઘણા સમયથી આ સ્કૂલ માન્યતા વગર જ ચાલતી હોવાનું ધ્યાન પર આવતાં અમદાવાદ ડી પી એ ઓ એ ગાંધીનગર શિક્ષણ બોર્ડને ભલામણ કરી છે કે, ડીપીએસને રૂ. 2 લાખ નો દંડ કરવામાં આવે અને રોજ નો 10 હજારનો દંડ વસૂલવામાં આવે. જોકે પ્રાથમિક શિક્ષણ ચાલુ હોય તો 50 હજાર થી એક લાખનો દંડ વસૂલે અને રોજનો 10 હજારનો દંડ સ્કૂલ પાસે થી વસૂલવામાં આવે.
ડી પી એસ સ્કૂલમાં માન્યતા વગર ચાલતી હોવાથી તેને અમદાવાદ ગ્રામ્ય ડી ઇ ઓ એ કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર બાબત જોઈએ તો સી બી એસ સી બોર્ડ ધ્વારા 30/1/ 2019 થી 1/12/2020ના પત્રથી હીરાપુરનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક એ એપ્રિલ 2021થી જ તેની માન્યતા રદ કરવાની તેમજ વિધાર્થીઓને આની શાળામાં ખસેડવા બાબતે કહ્યું હતું જોકે આ સ્કૂલે 2008 થી 2011 સુધી માન્યતા વગર ચાલતા તેંને 50 લાખ નો દંડ કરવામાં આવ્યો હતો. જે દંડ 2 મહિના માં પૂરો કરવા માટે પણ જણાવ્યુ હતું. જોકે આ દંડ શિક્ષણ વિભાગે પણ કયાં રાખ્યો છે. સ્કૂલ સી બી એસ સી મધ્યમથી ચાલતી હતી જેને કારણે સી બી એસ સી એ રાજય સરકારનું એન ઓ સી પણ રજૂ કરવા માટે કહ્યું હતું જે અંગે સ્કૂલે કોઈ પણ પગલાં લીધા નહોતા. અને સરકારે પણ એન ઓ સી સ્કૂલનું મંજૂર કર્યું નથી
ડી પી એસ હીરાપુરને પ્રાથમિક શિક્ષણ ચાલવા માટે પણ મંજૂરી આપી નથી. સાથે સાથે ગુજરાત માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી નથી. જોકે જુલાઇ માસમાં શાળા બંધ કરી દેવા માટે અમદાવાદ ગ્રામ્ય ડી ઇ ઓ એ સ્કૂલના સંચાલકોને આદેશ કર્યો હતો પરંતુ તેમણે કોઈ પણ આદેશ માન્યા વગર તેમણે સ્કૂલો ચાલી રાખી હતી જેથી તેને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ બાબતે હીરાપુર ખાતે સુનાવણી પણ કરવામાં આવી હતી જેમાં સંચાલકો અને આચાર્યનું રૂબરૂ નિવેદન લેવામાં આવ્યું હતું. સુનાવણી પછી અમદાવાદ ગ્રામ્ય ડી ઇ ઓ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અમદાવાદની સંયુક્ત તપાસ બાદ આર ટી ઇ એક્ટ 2009 નિયમ 18 પ્રાથમિક વિભાગ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1992 અધિનિયમનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.
આર ટી એ એક્ટ 2009 નિયમ 18 ના ઉલ્લઘન બદલ ડી પી એ ઓ અમદાવાદ દ્વારા રૂપિયા એક લાખ નો દંડ અને જો હજી પણ સ્કૂલો બંધ નહીં કરે તો રોજનો દસ હજાર દંડ સ્કૂલ પાસે થી વસૂલવામાં આવશે. ઉપરાંત, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધિનિયમ 1972 અને કલામ 42ના ભંગ મુજબ ડી એ ઓ અમદાવાદ ગ્રામ્ય એ રૂપિયા 2 લાખનો દંડ કરવા શિક્ષણ બોર્ડને ભલામણ કરવામાં આવી છે.