યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટરશ્રી ડૉ.આર.કે.પટેલે શ્રી પ્રદિપસિંહ જાડેજાનું સાલ ઓઢાડી સન્માન કર્યું
મહાકાળી માતાના મંદિરમાં દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.2
રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે સંવેદના દિન અંતર્ગત પાટણ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ કાર્યક્રમ બાદ સરવા ગામે આવેલા મહાકાળી માતાના મંદિરે પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા.
પાટણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ, ક્રાઈમ કોન્ફરન્સ, સરસ્વતી પોલીસ સ્ટેશનના લોકાર્પણ અને પોલીસ વિભાગ દ્વારા આયોજીત હેલ્થ ચેકઅપ કેમ્પની મુલાકાત બાદ અતિ વ્યસ્ત શિડ્યુલ વચ્ચે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ પાટણ તાલુકાના સરવા ગામ ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરમાં પૂજા-અર્ચના કરી આદ્યશક્તિના આશિર્વાદ મેળવ્યા હતા. મંદિરના પૂજારી દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રીને માતાજીના આશિર્વાદરૂપ ચુંદડી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ મુલાકાત દરમ્યાન સરવા ગામના વતની, સુવિખ્યાત તબીબ અને યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટરશ્રી ડૉ.આર.કે.પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કર્યા બાદ મંત્રીશ્રીએ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.