શ્રાવણ મહિનામાં ધાર્મિક બસો માટે પણ ટીકીટ દર ઓછો કરાયો
રક્ષાબંધન પર બહેનો માટે એ એમ ટી એસ ચેરમેન દ્વારા ટીકીટ દર ઘટાડવામાં આવતાં મહિલાઓ-બહેનોમાં ખુશીની લાગણી
અમદાવાદ,તા.29
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એ એમ ટી એસ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બહેનોને રક્ષાબંધનની ગીફટ આપવામા આવી છે. એક દિવસ માટે ભાડામાં રાહત આપવામાં આવી છે..એએમટીએસ દ્વારા મહિલાઓ-બહેનો માટે ટિકિટના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી તેઓ રક્ષાબંધનના દિવસે 20 રૂપિયાની ટિકિટના બદલે માત્ર 10 રૂપિયામાં એએમટીએસ બસની મુસાફરી માણી શકશે. એટલે કે અડધી કિંમતે મુસાફરી કરી શકાશે.. જ્યારે બાળકો માટે 5 રૂપિયાની ટિકિટ દર રહશે..સામાન્ય દિવસોમાં 20 રૂપિયાની ટિકિટ હોય છે અને તેમાં સવાર.ના 11 થી મુસાફરી કરી શકાય છે જ્યારે રક્ષાબંધન ના દિવસે 10 રૂપિયામાં સવારથી મુસાફરી કરી શકાશે..રોજના સાડા પાંચ લાખ મુસાફરો એ એમ ટી એસમાં મુસાફરી કરે છે ત્યારે બળેવના પર્વ પર આ પ્રકારનો ભાડામા ઘટાડો કરી વધુને વધુ મહિલા મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે..અત્રે ઉલ્લેખનીય છે કે દર મહિને એ એમ ટી એસ એક કરોડની ખોટ કરે છે
આગામી દિવસમા પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે એએમટીએસ દ્વારા યાત્રાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખાસ ઓફર શરૂ કરવામાં આવનાર છે. શ્રાવણ માસ ને લઈને એએમટીએસ શ્રદ્ધાળુઓ ને અમદાવાદ શહેરમાં આવેલા અલગ અલગ 18 જેટલા મંદિરોના દર્શન કરાવશે. સવારે ઉપડેલી સાંજે નિયત કરેલા સ્થળ ઉપર તમામ ભક્તોને ઉતારશે. પુખ્ત વયના ભક્તો માટે ટીકીટનો દર 60 રૂપિયા અને બાળકો માટે ટિકિટનો દર 30 રૂપિયા નો રહેશ. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન અંદાજિત 2400 જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આ યોજનાનો લાભ લે તેવું તંત્રનુ માનવું છે…
આ વિશે એ એમ ટી એસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે આગામી તહેવારના દીવસો આવી રહયા છે. ખાસ કરીને રક્ષા બંધનના તહેવારોને લઈને બહેનો માટે એ એમ ટી એસની ટિકિટના દર ઓછા કરવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં પણ ધાર્મિક બસો માટે ટીકીટ દર ઓછા કરી દેવામાં આવ્યા છે. જેથી વધુ મુસાફર બસો નો લાભ લે તેવી પણ જાહેર અપીલ એએમટીએસ ચેરમેનશ્રી વલ્લભભાઇ પટેલે ઉમેર્યું હતું.