નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં નિર્ણયનગર અંડરપાસ પાસે ત્રિશા હોસ્પિટલ સામેના વિશાળ મ્યુનિસિપલ પ્લોટમાં રાજયના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલની આગેવાની હેઠળ મીશન મીલીયન ટ્રીઝના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું બહુ સુંદર આયોજન કરાયુ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે વૃક્ષો વાવવાની અને જાળવણીનો જે સંદેશો આપ્યો છે, તેને સાચા અર્થમાં આપણે સૌકોઇએ ચરિતાર્થ કરવો જોઇએ કે જેથી આવનારી પેઢીઓ પણ વૃક્ષો અને તેના થકી શુધ્ધ અને સ્વચ્છ વાતાવરણ, પર્યાવરણ, ઓકિસજન સહિતના અનેકવિધ ફાયદાઓથી લાભાન્વિત થઇ શકે – મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.26
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના લોકસભા મત વિસ્તાર અને મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલના વિધાનસભા મત વિસ્તાર એવા નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં નિર્ણયનગર અંડરપાસ પાસે ત્રિશા હોસ્પિટલ સામેના વિશાળ મ્યુનિસિપલ પ્લોટમાં આજે સવારે રાજયના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલની આગેવાની હેઠળ મીશન મીલીયન ટ્રીઝના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હિતેશભાઇ બારોટ, મ્યુનિ શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરૂણસિંહ રાજપૂત, રિક્રિએશન કલ્ચરલ એન્ડ હેરીટેજ કમીટીના ચેરમેન રાજેશકુમાર દવે, નવા વાડજ વોર્ડના કાઉન્સીલર ભાવનાબહેન વાઘેલા અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલા, નવા વાડજ વોર્ડના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર કાર્યકર્તા રમેશભાઇ ગીડવાણી, નારણપુરા વિધાનસભા મત વિસ્તારના દરેક કાઉન્સીલરો, અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના અધિકારીઓ, ભાજપના સ્થાનિક આગેવાનો, નેતાઓ અને સંખ્યાબંધ કાર્યકરો હાજર રહ્યા હતા.
વૃક્ષારોપણના આજના પ્રસંગે રાજયના મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે આજના સમયમાં વૃક્ષોની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવી તેને મહત્તમ ઉગાડવાની, વાવવાની અને તેની જાળવણી માટે જનતાને જાહેર અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના કપરા કાળમાં આપણને ઓકિસજનની અછત અને તેની જરૂરિયાતનો અહેસાસ થઇ ગયો છે અને તેથી હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે વૃક્ષો વાવવાની અને જાળવણીનો જે સંદેશો આપ્યો છે, તેને સાચા અર્થમાં આપણે સૌકોઇએ ચરિતાર્થ કરવો જોઇએ કે જેથી આવનારી પેઢીઓ પણ વૃક્ષો અને તેના થકી શુધ્ધ અને સ્વચ્છ વાતાવરણ, પર્યાવરણ, ઓકિસજન સહિતના અનેકવિધ ફાયદાઓથી લાભાન્વિત થઇ શકે.
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, આપણે અમદાવાદને હરિયાળુ બનાવવું છે. તેથી સમાજના લોકોએ પણ જયાં યોગ્ય જગ્યા મળે ત્યાં નાના છોડ કે તુલસી જેવા રોપા પણ રોપવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, તુલસીના છોડ કે જે પવિત્રની સાથે સાથે ઔષધનું કાર્ય પણ કરે છે અને ઓકિસજન પણ આપે છે. વળી, તે એટલી બધી જગ્યા પણ રોકતા નથી, તેથી તુલસીના છોડ અને તેના જેવા અન્ય રોપાઓ પણ વાવીને પર્યાવરણ શુધ્ધિકરણ અને હરિયાળી ક્રાંતિના અભિગમને સાકાર કરવું જોઇએ. વિશાળ મેદાનમાં 1500 વૃક્ષો ઉગાડવાનું આયોજન છે. મહત્તમ વૃક્ષો વાવવા તેમણે જાહેરજનતાને વિશેષ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નવા વાડજ વોર્ડના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર કાર્યકર્તા રમેશભાઇ ગીડવાણી અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વિકાસની રફતાર રોકેટ ગતિએ આગળ વધી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ગુજરાત અને આપણું રાષ્ટ્ર વિકાસ, સફળતા અને ઉઁચાઇઓના એક પછી એક નવા શિખરો સર કરી રહ્યું છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને પર્યાવરણની જાળવણી માટેના જે બહુમૂલ્ય સંદેશા આપ્યા છે તેને આગળ ધપાવવા અને આ બાબતને લઇ સમાજમાં પણ એક જાગૃતિ આવે તે હેતુથી આજે સ્વાતંત્ર્ય સેનાની નગરના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ થકી એક અનોખા ઓકિસજન પાર્કને આયામ આપવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને તાઉતે વાવાઝોડાથી શહેર સહિત રાજયભરમાં વૃક્ષો ધરાશયી થઇ જવાની જે ઘટનાઓ બની હતી, તેને લઇ વૃક્ષોની વાવણીથી વૃક્ષોની સંખ્યાનું બેલેન્સ પણ જાળવવાનો ભાજપ દ્વારા આ એક નમ્ર પ્રયાસ છે.
નવા વાડજ વોર્ડના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર કાર્યકર્તા રમેશભાઇ ગીડવાણી અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલાએ વધુમાં ઉમેર્યું કે, કોરોના કાળમાં ખાસ કરીને મહામારીએ જયારે માઝા મૂકી અને એક તબક્કે ઓકિસજનની જે ભયંકર અછત અને તંગી વર્તાઇ ત્યારે ઓકિસજનની કિંમત માનવજીવનને સમજાઇ હતી. તેથી વૃક્ષોની વાવણી અને તેના જતન થકી કુદરતી ઓકિસજન લોકોને વાતાવરણમાંથી જ પ્રાપ્ય બને એટલું જ નહી, સમગ્ર પર્યાવરણ અને વાતવરણ પણ શુધ્ધ, હરિયાળુ અને ઓકિસજનમય બની રહે તેવા ઉમદા આશયથી આ પ્રકારના ઓકિસજન પાર્ક ઉભા કરાય તે જરૂરી છે. લોકોએ પણ મહત્તમ વૃક્ષો વાવીને આપણા પર્યાવરણને શુધ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે અમદાવાદને હરિયાળુ બનાવવાના અભિયાનમાં જરૂરી યોગદાન આપવું જોઇએ. અત્રે નોંધનીય છે કે, પૂર્વ કાઉન્સીલર જીગ્નેશભાઇ પટેલે આ વૃક્ષો ઉછેરવાની અને જાળવણીની ત્રણ વર્ષ માટેની જવાબદારી લીધી હતી અને આમ કરી તેમણે અનોખી સામાજિક જાગૃતિ અને પ્રેરણા પૂરી પાડી હતી. તો, બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલા અને તેમની ટીમે આ મ્યુનિસિપલ પ્લોટમાં 1500 વૃક્ષો ઉગાડવાની કપરી જવાબદારી ઉપાડી લીધી છે અને તે માટે તનતોડ મહેનત કરી શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે વૃક્ષારોપણનું અભિયાન અમલી બને તે માટેની પ્રેરણા પૂરી પાડી છે.