કોરોના સામે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા ખાસ આયોજન, સૌ વેપારીઓ-કર્મચારીઓને તેનો મહત્તમ લાભ લેવા અપીલ : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
રાજયભરમાં અત્યાર સુધી ૩.૧ કરોડથી વધુ નાગરિકોનુ વેકિસનેશન
દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપવામા આવી રહી છે
રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ – કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.22
રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા ૩.૧ કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને રસી આપવામા આવે છે. આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં વેપારીઓ-સેવાકિ સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરાયુ છે તો સૌ વેપારીઓ-કર્મચારીઓને તેનો મહત્તમ લાભ લેવા અપીલ છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનુ સંક્રમણ ઘટ્યુ છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામા પણ ઘટાડો થઈ રહ્યો છે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી ૨૫ થી નીચે કેસો નોધાય છે. રાજયમાં નાગરિકોના સહયોગથી સંક્રમણને રોકવામા સફળતા મળી છે ત્યારે આગામી સમયમા પણ નાગરિકો આવોને આવો સહયોગ આપીને સંયમ રાખે અને કોરોનાના યોગ્ય પ્રોટોકોલ સોશ્યલ ડીસ્ટન્સીગ અને માસ્ક અવશ્ય પહેરશુ તો ચોકકસ આપણે ગુજરાતને કોરોના મુકત બનાવી શકીશુ.
તેમણે ઉમેર્યુ કે, રાજયમા સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યુ છે ત્યારથી જ ધંધા રોજગાર પૂર્વવત થાય અને નાના લોકોને રોજગારી મળી રહે અ આશયથી રાજય સરકારે કોરોનાના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે અનેક છૂટછાટો આપી છે એવા સંજોગોમા વેપારીઓનો પણ સારો સહયોગ સાપડ્યો છે ત્યારે નાના વેપારીઓ પણ આ રસીકરણ કેમ્પનો મહત્તમ લાભ લઈ પોતે અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખે એ જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ ૧૫ લાખ ૧૮ હજાર ૨૫૦ વેક્સીનના ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૧ લાખ ૫૨ હજાર વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૭૦ લાખ ૨૨ હજાર ૫૭૧ વ્યક્તિઓને બીજો ડોઝ આમ બંને મળી કુલ ૩ કરોડ ૧ લાખ ૭૪ હજાર ૭૮૯ ને વેક્સીનના ડોઝ આપી દેવાયા છે. ૧૮ થી ૪૫ વર્ષની વયના ૩ કરોડ ૦૯ લાખ ૬૩ હજાર ૫૮૯ નાગરિકોને ભારત સરકારના સહયોગથી વિનામૂલ્યે વેક્સીન આપવાની થાય છે. તે પૈકી ૯૮ લાખ ૫૯ હજાર ૪૩૨ વ્યક્તિઓને વેક્સીન અપાઇ ચુકી છે.
તેમણે ઉમેર્યુ કે, વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સીન લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે માટે તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.