નેશનલ ઈન્સ્યોરન્સ અવેરનેસ ડે : 2021ની ઊજવણી માટે પોલિસીબજાર.કોમ દ્વારા હાથ ધરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં બહુ મહત્વના તારણો સામે આવ્યા
આ સંશોધનો લાંબાગાળાની સલામતી માટે વર્ષ 2020ના સરવેની સરખામણીમાં (10માંથી 9 વિ. 10માંથી 7) હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સની ખરીદીમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે
પોતાની નાણાકીય સલામતી અને માનસિક શાંતિ માટે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ અત્યંત મહત્વના છે તેમ 90 ટકાથી વધુ ભારતીયોનું માનવું છે
અમદાવાદ,તા.2
પોતાની નાણાકીય સલામતી અને માનસિક શાંતિ માટે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ અત્યંત મહત્વના છે તેમ 90 ટકાથી વધુ ભારતીયોનું માનવું છે. વિશેષરૂપે કોરોના મહામારીના ભય સામે સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે તેમ તેમનું માનવું છે. આ સંશોધન નેશનલ ઈન્સ્યોરન્સ અવેરનેસ ડે : 2021ની ઊજવણી માટે પોલિસીબજાર.કોમ દ્વારા હાથ ધરવામાં આવતા વાર્ષિક સરવેના ભાગરૂપ છે. છેલ્લા 15 મહિનામાં વીમા અંગે જાગૃતિ તથા ભારતીયોની ખરીદીની વર્તણૂક પર કોરોનાની અસર સમજવા માટે આ સરવે હાથ ધરાયો હતો. પોલિસીબજારે આ સરવેમાં તેના પ્લેટફોર્મ પરથી ટર્મ, હેલ્થ અને મોટર વીમાની ખરીદી કરનારા અંદાજે 6,000 વર્તમાન વીમા ગ્રાહકોને આવરી લીધા હતા. આ સરવે તા.18મી જૂનથી 21મી જૂન 2021 વચ્ચે હાથ ધરાયો હતો. સ્વાસ્થ્ય વીમો સરવેમાં 61 ટકા પ્રતિવાદીઓએ કોવિડ-19 બીમારીની ઝપેટમાં આવવાના ભયથી વ્યાપક હેલ્થ પ્લાનમાં રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 10 ટકા પ્રતિવાદીઓએ કોવિડ-સ્પેસિફિક પોલિસી ખરીદી હોવાનું જણાવ્યું હતું.
સરવેના સંશોધનો મુજબ લોકો દ્વારા હેલ્થ કવરની ખરીદી માટે ઊંચો મેડિકલ ખર્ચ (40 ટકા), કોવિડ-19ના ભય અને કર બચતના લાભ પ્રાથમિક કારણ છે. અંદાજે એક ચતુર્થાંશ પ્રતિવાદીઓએ ઘરમાં સારવાર મેળવવા માટે કોવિડ ક્લેમ મેળવ્યો હતો, જ્યારે હોસ્પિટલમાં સારવાર મેળવવા બદલ 77 ટકા લોકોના ક્લેમ મંજૂર થયા હતા. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી પોર્ટિંગ વિનંતીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કારણ કે લોકોએ ઊંચો સમ ઈન્સ્યોર્ડ અને વધુ સારા ફીચર્સ ધરાવતી નીતિઓ તરફ નજર દોડાવી છે. સરવેના સંશોધનોએ દર્શાવ્યું છે કે પ્રત્યેક 10માંથી 7 લોકો તેમની વીમા પોલિસી હાયર સમ ઈન્સ્યોર્ડ અને ઝીરો કો-પેમેન્ટ, નો રૂમ રેન્ટ કેપિંગ અને નીચા વેઈટિંગ પિરિયડ જેવા વધુ સારા ફીચર્સ માટે વિવિધ વીમા કંપનીઓમાં પોર્ટ કરવા માગે છે.
ટર્મ ઈન્સ્યોરન્સ
જીવન વીમાની વાત આવે ત્યારે સંશોધનો દર્શાવે છે કે ત્રણ ચતુર્થાંશ પ્રતિવાદીઓએ કોવિડના ભયના કારણે છેલ્લા બે વર્ષમાં ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદ્યો હતો. પ્રત્યેક 10માંથી 9 પ્રતિવાદીઓએ માત્ર કર બચતના સાધન (2 ટકા) તરીકે જ નહીં પરંતુ પરિવારના નાણાકીય ભાવીના રક્ષણ માટે ટર્મ પ્લાન ખરીદ્યો હતો. સરવે સંશાધનો સંકેત આપે છે કે 72 ટકા પ્રતિવાદીઓએ તેમનો સૌપ્રથમ ટર્મ પ્લાન પોલિસીબજારમાંથી ઓનલાઈન ખરીદ્યો હતો. સમ એસ્યોર્ડની પસંદગીની વાત આવે ત્યારે 60 ટકા ભારતીયોએ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ વચ્ચે અને 25 ટકા લોકોએ રૂ. 1 કરોડથી ઉપરના કવરની પસંદગી કરતા ટર્મ પ્લાન ખરીદ્યા છે. આદર્શ રીતે તમારા ટર્મ પ્લાનની સમ એસ્યોર્ડ તમારી વાર્ષિક આવકના 15 – 20 ગણી અને પોલિસીની મુદત તમારી નિવૃત્તિની વય સુધીની હોવી જોઈએ. રસપ્રદ બાબત છે કે પ્રત્યેક 10માંથી છ ભારતીયો ભારતમાં સામાન્ય નિવૃત્તિ વય 61થી 81 વર્ષની વયને આવરી લેતા ટર્મ પ્લાન ખરીદે છે. કોવિડ-19ની વર્તમાન સ્થિતિ જેવા અસાધારણ સમય દરમિયાન વીમા ઉત્પાદનો તરફ અમારા ગ્રાહકોનો દૃષ્ટિકોણ સમજવો અને તેમની જરૂરિયાતો મુજબ યોગ્ય ઉકેલો સાથે તેમની સેવા કરવી તે ખૂબ જ મહત્વનું છે. વીમાથી સારી રીતે સજ્જ રાષ્ટ્ર આર્થિક અનિશ્ચિતતાઓનો હંમેશા સારી રીતે સામનો કરી શકે છે. એ બાબત સ્પષ્ટ છે કે વિશેષરૂપે કોવિડ-19ની અસરને ધ્યાનમાં રાખતાં સંરક્ષણ ઉત્પાદનો નાણાકીય આયોજનોનો પાયો બન્યા છે. કોરોના મહામારીએ નિશ્ચિતપણે લોકોમાં વીમા અંગે જાગૃતિ અને યોગ્ય વીમાની ખરીદી માટેની ઈચ્છા વધારી છે,’ તેમ પોલિસીબજાર.કોમના સીઈઓ સર્બવીર સિંહે જણાવ્યું હતું.
મોટર ઈન્સ્યોરન્સ
કોવિડ-19 મહામારીએ ગ્રાહકોની ખરીદીની વર્તણૂક પર અસર કરી છે. 95 ટકા લોકો હવે તેમનો કાર વીમો ઓનલાઈન રીન્યુ કરવાનું પસંદ કરે છે જ્યારે માત્ર પાંચ ટકા લોકો જ ઓફલાઈન મોડ પસંદ કરે છે. છેલ્લા 15 મહિનામાં 80 ટકાથી વધુ પ્રતિવાદીઓએ તેમનો મોટર વીમો રીન્યુ કરાવ્યો હતો જ્યારે બાકીના 20 ટકા લોકોએ રીન્યુઅલ ટાળવાનું પસંદ કર્યું. પરીણામે તેઓ નો-ક્લેમ બોનસ અને નીચા પ્રીમિયમ જેવા રીન્યુઅલ લાભ લેવાનું ચૂકી ગયા. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને ધ્યાનમાં રાખીને પોલિસીબજાર અફોર્ડેબલ પ્રીમિયમમાં વાહનોના કવરેજને આવરી લેવા થર્ડ પાર્ટી + આગ + ચોરી જેવી મોટર વીમા પોલિસી સાથે આગળ આવી છે. પ્રત્યેક 10માંથી 6 લોકોએ આ પ્લાનના બે મહત્વના ફીચર્સ એવા સસ્તા પ્રીમિયમ અને ઓછા વપરાશ માટે આ પ્લાન ખરીદ્યો હતો. આ સરવે મુજબ અંદાજે 70 ટકા ભારતીયોએ તેમના વાહન માટે માત્ર ફરજિયાત થર્ડ-પાર્ટી કવર જ નહીં પરંતુ વ્યાપક કવરની પસંદગી કરી હતી.