સાઇ યુનિવર્સિટી સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસ, કોમ્પ્યૂટિંગ એન્ડ ડેટા સાયન્સ અને લૉ નવીનતમ અને પ્રગતિશીલ અભ્યાસક્રમો ભણાવે છે
અમે અભ્યાસ માટે એવી અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવા માંગીએ છીએ જ્યારે અમે વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ રીતે વિચારવાની, વિશ્લેષણાત્મક રીતે જટીલ ઉકેલો તૈયાર કરવાની અને ત્યારબાદ તેને શક્ય હોય તેવી શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકવાની ક્ષમતાને આધાર આપવા માંગીએ છીએ – સાઇ યુનિવર્સિટીના સ્થાપક અને ચાન્સેલર શ્રી કે.વી. રામાણી
ચેન્નઇ, તા.29 જૂન :
ચેન્નઇમાં ભારતની સૌથી નવી પ્રાઇવેટ ગ્લોબલ યુનિવર્સિટી તરીકે દરજ્જો ધરાવતી સાઇ યુનિવર્સિટીએ, 2021-22ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામો માટે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી છે. સાઇ યુનિવર્સિટી (SaiU)માં ત્રણ સ્કૂલ છે – જે સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસ, સ્કૂલ ઓફ કોમ્પ્યૂટિંગ એન્ડ ડેટા સાયન્સ અને સ્કૂલ ઓફ લૉ છે જેનો ઉદ્દેશ આવતીકાલના અગ્રણીઓને નવીનતમ અને પ્રગતિશીલ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવાનો છે.
સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસમાં હ્યુમિનિટી, સોશિયલ સાયન્સિસ, સાયન્સ, આર્ટ્સ, હ્યુમિનિટી અને કોમ્પ્યૂટિંગ ટેકનોલોજીમાં આંતરશાખીય ડિગ્રી આપવામાં આવે છે. સ્કૂલ ઓફ કોમ્પ્યૂટિંગ એન્ડ ડેટા સાયન્સમાં આ ક્ષેત્રમાં સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ પાસાઓ સાથે ઉંડાણપૂર્વકના અભ્યાસક્રમો આપવામાં આવે છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને રોબોટિક્સ જેવા વિશયો સમાવી લેવામાં આવ્યા છે. સ્કૂલ ઓફ લૉ શિક્ષણના હાઇબ્રીડ મોડેલ સાથેની છે જેમાં ટેકનોલોજીકલ પ્રગતિ અનેવર્તમાન નીતિ પહેલોને ધ્યાનમાં રાખીને આ વિષય પર નવી સંભાવનાઓ વિશે શીખવવામાં આવે છે.
હાલમાં, અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામો માટે, SaiU દ્વારા પ્રવેશ માટે SAT/ACT/પર્સન અન્ડર ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા (સંબંધિત પ્રોગ્રામોની જરૂરિયાત અનુસાર)ના સ્કોરને સ્વીકારવામાં આવે છે.
સાઇ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી સભ્યો ખૂબ જ શિક્ષિત છે અને વિશિષ્ટ વિદ્વાનો છે. SaiU ખાતે વિદ્યાર્થીઓને દુનિયાભરના એવા પ્રોફેસરોથી પરિચિત કરવામાં આવશે જેઓ તેમને વિવિધ વિષયો પર વૈવિધ્યપૂર્ણ અને બહુ પરિમાણીય પરિપ્રેક્ષ્ય વિકસાવવા માટે સમર્થ બનાવશે. ફેકલ્ટી સભ્યો અને ઉદ્યોગજગતના દિગ્ગજો કે જેઓ તેમના સંબંધિત ક્ષેત્રમાં મોખરે છે તેઓ વિદ્યાર્થીઓના મગજને વધુ વેગવાન બનાવશે અને તેમને વૈશ્વિક અગ્રણીઓ બનવા માટે સક્ષમ કરશે.
શિક્ષણનો અનન્ય અનુભવ આપતા આ છત્ર હેઠળ, SaiU દ્વારા પ્રેક્ટિકલ અને બૌદ્ધિક રીતે પડકારજનર મુદ્દાઓ જેમકે, પાણી, ક્લાઇમેટ ચેન્જ, પ્રજાતીઓની લુપ્તતા, ગરીબી, માનવ અધિકારો, મહિલાઓ અને લૈંગિક અધિકારો તેમજ મહામારી જેવા મુદ્દાઓ પર અભ્યાસક્રમો આપવામાં આવે છે જે બહુવિધ શાખાઓમાંથી મેળવવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમો વિવિધ પૃષ્ઠભૂમિના નિષ્ણાતોની ટીમ દ્વારા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓના વૈશ્વિક એક્સપોઝરને વધારવા માટે SaiU દ્વારા વિદેશમાં તેમજ ભારતમાં આંતરરાષ્ટ્રીય સહયોગ ધરાવતી સંસ્થાઓને પણ પ્રોગ્રામ પૂરાં પાડવામાં આવે છે.
આ અંગે પોતાના વિચારે રજૂ કરતા સાઇ યુનિવર્સિટીના સ્થાપક અને ચાન્સેલર શ્રી કે.વી. રામાણીએ જણાવ્યું હતું કે, “આજે, કંપનીઓ અને સંસ્થાઓ વ્યવસાય માટે તૈયાર હોય તેવા પ્રતિભાશાળી લોકોને શોધી રહી છે. આપણે જ્યારે વ્યવસાય માટે તૈયાર કહીએ ત્યારે તેનો અર્થ ફક્ત ખૂબ જ સૈદ્ધાંતિક જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ નથી પરંતુ તેનો અર્થ એવો છે કે, જેઓ મહત્વપૂર્ણ વિચારો કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ. સાઇ યુનિવર્સિટી ખાતે અમારો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સમસ્યાના ઉકેલકર્તા તરીકે તૈયાર કરવાનો છે.”
શ્રી રામાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમે અભ્યાસ માટે એવી અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવા માંગીએ છીએ જ્યારે અમે વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ રીતે વિચારવાની, વિશ્લેષણાત્મક રીતે જટીલ ઉકેલો તૈયાર કરવાની અને ત્યારબાદ તેને શક્ય હોય તેવી શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકવાની ક્ષમતાને આધાર આપવા માંગીએ છીએ. સાઇ યુનિવર્સિટી ખાતે અભ્યાસની પરંપરાગત પદ્ધતિઓથી વિપરિત, કેવી રીતે મગજ શીખે છે તે વાતને ધ્યાનમાં રાખીને અભ્યાસશાસ્ત્ર અપનાવવામાં આવ્યું છે. વધુમાં, અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણનો સર્વાંગી અનુભવ આપવા માંગીએ છીએ જેથી તેઓ બહેતર વૈશ્વિક નાગરિક બની શકે.”
સાઇ યુનિવર્સિટીના ફાઉન્ડિંગ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. જમશેદ ભરૂચાએ જણાવ્યું હતું કે, “સાઇ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની બૌદ્ધિકતા અને જિજ્ઞાસાને ઉત્તેજિત કરતા અભ્યાસક્રમો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે, જે તેમને તેમની વિશેષ લાક્ષાણિકતાઓની સફરમાં આગળ લઇ જશે અને તેમની વાસ્તવિક શક્તિઓનો અહેસાસ કરાવશે અને આવતીકાલના વિચારશીલ તેમજ માયાળું અગ્રણીઓ બનાવશે. વિદ્યાર્થીઓને અન્વેષણ માટે સંખ્યાબંધ સંભાવનાઓના દ્વાર ખોલતી વખતે, આંતરશાખીય શિક્ષણ નાવીન્યતા માટે ઉદ્દીપક સમાન હોવાનું પુરવાર થયેલું છે. સાઇ યુનિવર્સિટી લોકોને શિક્ષણ દ્વારા સશક્ત કરવામાં માને છે અને તેથી અભ્યાસક્રમને એવી રીતે ઘડવામાં આવ્યો છે કે જેથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર વિચારકો બની શકે. દેશમાં અને વિદેશમાંથી અમારા ઉચ્ચ લોકપ્રિયતા વાળા ફેકલ્ટી સભ્યોની મદદથી, અમે અમારા વિદ્યાર્થીઓમાં વૈશ્વિક વિચારસરણીની લાગણી દાખલ કરવા માંગીએ છીએ.”