વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ચાંદખેડાની શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે વૃક્ષારોપણ અને રોપા ઉછેરનો એક અનોખો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ૧૫૦થી પણ વધુ છોડવા (વૃક્ષ) નું પ્લાન્ટેશન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો બહુ સુંદર અને અદ્ભુત પ્રયાસ કરાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.5
આજે તા.5મી જૂન નિમિતે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ડૉ. એમ. કે. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસચૅ સેન્ટર સંલગ્ન શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે વૃક્ષારોપણ અને રોપા ઉછેરનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ડૉ. એમ. કે. શાહ મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ૧૫૦થી પણ વધુ છોડવા (વૃક્ષ) નું પ્લાન્ટેશન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો બહુ સુંદર અને અદ્ભુત પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર, ડીન ડૉ. એ. ટી. લેઉઆ, એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ચૈત્રી ટી. શાહ, એડીશનલ ડીન ડૉ. મહેન્દ્ર વેગડ દ્વારા વૃક્ષારોપણ અને પ્રકૃતિ પ્રેમનો અનોખો સંદેશો અને લોકજાગૃતિ ફેલાવવાનો પણ નમ્ર પ્રયાસ કરાયો હતો.
આ પ્રસંગે શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, આજે કોરોના કાળમાં વ્યકિતને ઓકિસજનની જરૂરિયાત, પ્રકૃતિના વરદાન અને ઇશ્વરીય કૃપાની મહત્તા સમજાઇ છે. વૃક્ષો તેમનું સમગ્ર જીવન મનુષ્ય સહિત અન્ય પશુ-પક્ષી, પ્રાણી માટે ન્યોછાવર કરી દેતા હોય છે અને પ્રકૃતિ અને પર્યાવરણીય સમતુલા જાળવવામાં બહુ અપ્રતીમ યોગદાન આપતાં હોય છે ત્યારે સમાજમાં આજે વૃક્ષોની જરૂરિયાત, તેના ઉછેર અને તેની જાળવણી-સંવર્ધનની મહત્તા સૌકોઇએ સમજવી પડશે. વૃક્ષોની હયાતી છે તો માનવજીવન અને પ્રકૃતિ, પર્યાવરણીય સૃષ્ટિ શકય છે, તેથી વૃક્ષોનું જીવની જેમ જતન કરવું જોઇએ. વૃક્ષોની સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણીય વાતાવરણ સુંદર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બની રહે તે માટેના સતત પ્રયાસો કરતા રહેવું તે જ આપણા સૌની ફરજ છે.
ડો. એમ.એમ.પ્રભાકરે વધુમાં ઉમેર્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે તા.પમી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવી અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. પર્યાવરણ સ્વચ્છ રહે તે માટે આ દિવસે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસે લોકોને ઝાડ સાચવવા, વૃક્ષો વાવવા, નદીઓ સ્વચ્છ રાખવાની જાગૃતિ અને સામાજિક સંદેશા સાથેના કાર્યક્રમો યોજવામાં આવે છે અને લોકજાગૃતિ ફેલાવવાના પ્રયાસો થતા હોય છે ત્યારે આપણે સૌકોઇએ એક જાગૃત નાગરિક તરીકે તેમાં યથાશકિત પોતાનું યોગદાન આપવું જોઇએ.
ડૉ. એમ. કે. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસચૅ સેન્ટર સંલગ્ન શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ચાંદખેડા, અમદાવાદ ખાતે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ડૉ. એમ. કે. શાહ મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ૧૫૦થી પણ વધુ છોડવા (વૃક્ષ) નું પ્લાન્ટેશન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક અદભુત અને સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટિ- સ્પેશિયાલીટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર, ડીન ડૉ. એ. ટી. લેઉઆ, એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ચૈત્રી ટી. શાહ, એડીશનલ ડીન ડૉ. મહેન્દ્ર વેગડ તથા અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા. હોસ્પિટલના દર્દીઓ અને તેમના પરિજનોએ પણ શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટિ- સ્પેશિયાલીટી હોસ્પિટલ અને તેના સત્તાધીશોના આ પર્યાવરણીય અને પ્રકૃતિ પ્રેમના અભિગમની પ્રશંસા કરી તેને બિરદાવ્યો હતો.