મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશની બનાવટી કંપનીની FAVIMAX 400 Tablets નું મે. પાવન ફાર્મા, ઘાટલોડીયા, અમદાવાદની પેઢી માંથી ખરીદ કરેલી નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યા
દરોડા દરમિયાન અંદાજે રૂપિયા ૬,૩૮,૫૫૦/-ની કિંમતની ૪૯૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો
ગાંધીનગર, તા.3
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ જણાવ્યુ છે કે, આ ઓનલાઇન ફાર્માસી દ્વારા વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાત અન્વયે બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અગાઉ રાજય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા તેમ છતાં ઓનલાઇન ફાર્મસી દ્વારા કોરોનાની મહામારીમા માનવજીદંગી બચાવવા માટે વપરાતી એંટીવાયરલ ટેબલેટ ડોક્ટર દ્વારા દર્દીઓને પ્રીસ્ક્રાઈબ કરવામા આવે છે. જે દવાને મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશની બનાવટી કંપનીની FAVIMAX 400 Tablets નું મે. પાવન ફાર્મા, ઘાટલોડીયા, અમદાવાદની પેઢી માંથી ખરીદ કરેલી નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. અને પાવન ફાર્મા આ દવા પાર્શ્વ મેડીકલ સ્ટોર્સ, સતારા, મહારાષ્ટ્ર તેમજ શિવ સ્રુષ્ટી સર્જીમેડ, ગોરેગાંવ ઇસ્ટ, મુબંઈથી ખરીદ કરતાં હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યુ છે. તે અંગેની વધુ તપાસ ઔષધ નિરીક્ષક દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મુબંઇ સ્થિત ખોરાક અને ઔષધ નિયમન તંત્રને આ અંગે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતાં આ નકલી કંપની દ્વારા DCG(I) New Delhi ના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ (WHO-GMP Certificate ) અને મે. કોવેલેન્ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે.
Online Pharmacy, B-Healthy Pharmacy, Pharm Easy ના બ્રાન્ડ નેમ ની વેબસાઈટ પર FAVIMAX 400 Tablets ના વેચાણ ની જાહેરાત આ તંત્રના કાબેલ અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયો છે અને આ દવાનો કંમ્પનીમાં નકલી ગ્રાહક દ્વારા ઓર્ડર મુકવામાં આવેલ અને કંમ્પનીમાંથી હુ ડોક્ટર બોલુ છુ, તેમ કરીને તેઓના નામને ખોટુ પ્રિસ્ક્રિપ્શન બનાવી બનાવટી ગ્રાહકનો ઓર્ડર નક્કી કરેલ અને તેનો પ્રોસેસ નંબર M34323867 આપવામાં આવેલ અને ઓનલાઇન પેમેંટ રૂ.૧૭૯૧ .૧૬/- પણ વસુલ કરવામાં આવ્યો છે કંપનીમાં દરોડા પડતા ઓર્ડર કેન્સલનો મેસેજ મોકલેલ અને પેમેંટ રીફન્ડ નો પણ TEAM PHARMAEASYનો મેસેજ આવેલ. તપાસ દરમ્યાન ઓનલાઇન ફાર્માસી દ્વારા ૫ જેટલાં ગ્રાહકોને સ્પુરીયશ દવાઓનું વેચાણ પ્રકાશમાં આવેલ મોકલેલ. (૧)ડો. ચેતન ગૌતમ દ્વારા મેગાભાઇ પેશન્ટને (૨) ડો. સુરભી બસંલે નીરુબેન ઠક્કર, (૩) ડો. એમ.નવીનતકુમાર ચંદ્રિકાબેન પટેલ, (૪) ડો. શ્વેતા. બી. કારનવીએ જતીન પરીખ નામના પેશન્ટને કેવી રીતે અને ક્યાં કન્સલ્ટ કરી FAVIMAX 400 Tablets પ્રિસ્ક્રાઇપ કરી છે તે પણ શંકા ઉપજાવે તેમ છે. અને આ દવાનું વિતરણ રજીસ્ટર ફાર્માસીસ્ટની હાજરીમાં ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની જોગવાઇઓ મુજબ થયેલ છે કે નહી તે અને અન્ય તપાસ સમયે જોવા મળેલ ક્ષતિઓ માટે Online Pharmacy, B-Healthy Pharmacy, PharmEasy ફાર્માસીને કારણ દર્શક નોટીસ અમદાવાદ વિભાગ-૨ના લાયસન્સીગં ઓથોરીટી દ્વારા પાઠવવામાં આવી રહેલ છે. સમગ્ર દરોડા દરમિયાન આશરે રૂ. ૬,૩૮,૫૫૦/- કિંમતની ૪૯૫૦ ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે.
તેમણે ઉમેર્યુ કે,આ કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજ્બ કડક કાર્યવાહી તંત્રના ઔષધ નિરીક્ષકો દ્વારા ચાલુ કરી છે અને પકડાયેલ વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહીના આદેશો જારી કરાયા છે. આ દરોડા મા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-૨ના ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.આવા ગુનાહીત માનસ ધરાવતા તેમજ ટૂંકાગાળામાં પૈસાદાર થવા ઈચ્છતા તથા કોરોના મહામારીનો લાભ લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ તેમણે ઉમેર્યુ છે.