ધાર્મિક વિચારોવાળા સમાજમાં સકારાત્મક સંદેશ આપતુ સંગીત આલ્બમ લોકપ્રિય થઇ રહ્યુ છે
મુંબઇ, તા.24
પંજાબી ગીત “સોહને દી પ્યાર” એક મહિના પહેલા એક સોશિયલ મેસેજ સાથે રિલીઝ થયું હતું જેને અત્યાર સુધીમાં 5 મિલિયનથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. આ ગીત લોકપ્રિય પંજાબી ગાયિકા જિંદના અવાજ પર આપવામાં આવ્યું છે અને તેની સાથે અભિનેત્રી આકાઇશા જોવા મળે છે, શેરા ધાલીવાલ દ્વારા તેના મ્યુઝિક લેબલ ડોનટ મ્યુઝિક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને અભયાનુરસિંહે મ્યુઝિક આલ્બમનું નિર્દેશન કર્યું છે, સાથે જ આ પ્રોજેક્ટથી તેની શરૂઆત કરી છે.
આ ગીતો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર સોશિયલ મેસેજથી લોકોને જાગૃત કરી રહ્યાં છે. તો આ જ જયમીતે તેના આલ્બમમાં ગુજરાતી અને પંજાબી બીટને મિક્સ કરીને અને પહેલીવાર પંજાબી ઇન્ડસ્ટ્રીમાં કોઈ આલ્બમમાં ગીત બનાવ્યું છે, અને આ ગીત પણ હિટ બની રહ્યું છે.
આ એક સમૃદ્ધ હિન્દુ છોકરા અને વિનમ્ર મુસ્લિમ યુવતીની લવ સ્ટોરી છે, જે આખરે તેમના બે પરિવારોની સંમતિથી લગ્ન કરે છે, અને આ વાર્તાને ધાર્મિક સ્વભાવના દિગ્દર્શક અભયાનુરસિંહે સુંદર રીતે નિરૂપણ કર્યું છે. આ સંગીત આલ્બમ સમાજ માટે બનાવેલ છે, જેથી ધાર્મિક વિચારોવાળા સમાજમાં સકારાત્મક સંદેશ આપી શકાય.