પથિક લીંબાચીયા, અમદાવાદ:
29 ઓક્ટોબર 2026:
“Geographical Indications (GI)” ના મહત્વ પર ભાર મૂકવા અને તે અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી, GCCI દ્વારા તારીખ ૨૯ અને ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ વિષય પર બે દિવસીય “મેગા પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું આયોજન એ. એચ. હોલ, GCCI, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય પ્રદર્શનનું આયોજન ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ‘કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ’ (CGPDTM) કચેરી અને ફ્રાન્સની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી’ (INPI) ના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનની થીમ “ફ્રોમ પ્રોટેક્શન ટુ પ્રમોશન: બિલ્ડીંગ વેલ્યૂ થ્રુ ઓરિજીન એન્ડ ક્વોલિટી” છે, જે આપણા દેશમાં થઈ રહેલા અનેક અભૂતપૂર્વ વસ્તુઓના ઉત્પાદનના મૂળ પ્રત્યે ગૌરવ અને ભાવનાને પ્રોત્સાહન આપે છે.
GCCI ની IPR કમિટી દ્વારા, GCCI AI & IT & ITES કમિટી અને GCCI બિઝનેસ વિમેન કમિટીના સહયોગથી આ પ્રદર્શનના આયોજનમાં પહેલ કરવામાં આવી છે.
આ પ્રદર્શને મોટી સંખ્યામાં B2B મુલાકાતીઓ, કારીગરો અને ઉત્પાદકોને એકબીજા સાથે વાતચીત કરવાની, પોતાના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની અને વિશ્વભરમાં આ ઉત્પાદનોના માર્કેટિંગ માટે B2B તકો શોધવાની તક પૂરી પાડી છે.
ગુજરાત અને ભારતના ૧૯થી વધુ જાણીતા કારીગરોએ આ પ્રદર્શનમાં પોતાના ઉત્પાદનો રજૂ કર્યા છે. પ્રદર્શિત ઉત્પાદનોમાં કચ્છની બાટીક પ્રિન્ટ, ખંભાતના અકીક (Agates), અમદાવાદની “સોદાગરી બ્લેક પ્રિન્ટ”, પાટણના પટોળા, માતાની પછેડી, બનાસકાંઠાની એપ્લિક કળા, સૌરાષ્ટ્રનું મોતી ભરતકામ, પાટણની મશરૂ સાડીઓ અને કાપડ, કચ્છની અજરખ, કચ્છની બાંધણી, ગીર ગાયનું ઘી, દાહોદનું મણકાનું કામ (Bead Work), ટાંગાલિયા શાલ, જસદણની પટારી કળા, કચ્છનું આભલા ભરતકામ, ગાઝીપુરના વોલ હેંગિંગ્સ, બનારસના બ્રોકેડ અને સાડીઓ, સંખેડાનું ફર્નિચર અને સિહોરની ધાતુ કળાનો સમાવેશ થાય છે.
આ પ્રદર્શને સમગ્ર ભારતમાંથી અનેકવિધ વિશિષ્ટ GI ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી, જેના દ્વારા આપણા સમૃદ્ધ વારસા, કારીગરી અને પ્રાદેશિક વિશેષતાઓનું સન્માન થયું છે.
અમદાવાદ સ્થિત ‘એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’ (EDI) એ આ GI પ્રદર્શનના સંકલનમાં પોતાનો સહયોગ આપ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GCCIorganizedatwoday“Exhibition”on“GeographicalIndications #GI #FromProtectiontoPromotion #BuildingValuethroughOriginandQuality #GCCI



