પથિક લીંબાચીયા, અમદાવાદ:
29 ઓક્ટોબર 2026:
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “India–France Deep Tech Innovation Corridor: Business & Investment Opportunities in Hauts-de-France” વિષય પર 28 ઑક્ટોબર, 2026ના રોજ GCCIના એસ્ટ્રલ એક્ઝિક્યુટિવ રૂમ ખાતે રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાનો તેમજ રોકાણ, ટેક્નોલોજીકલ સહયોગ અને બજાર વિસ્તરણની તકો શોધવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત શ્રીમતી વિતસ્તા કૌલ વ્યાસ, ચેરપર્સન, NRG ટાસ્કફોર્સ, GCCI દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીમતી પૃથ્વી પટેલ, કો–ચેરપર્સન, NRG ટાસ્કફોર્સ, GCCI દ્વારા વિષયલક્ષી પ્રવચન આપવામાં આવ્યું હતું અને મહેમાનોનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
શ્રી સિદ્ધાર્થ પરીખ, હેડ ઑફ સ્ટ્રેટેજિક એલાયન્સિસ, iCreate દ્વારા ભારત–હોટ્સ-દ-ફ્રાન્સ ડીપ ટેક ઇનોવેશન કોરિડોર અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોને ફ્રાન્સના ઇનોવેશન નેટવર્ક, સંશોધન સંસ્થાઓ અને ઔદ્યોગિક ભાગીદારો સાથે જોડવાની તકો પર ભાર મૂક્યો હતો.

મુખ્ય પ્રસ્તુતિ શ્રી આર્ટસ ગાલિયે, હોટ્સ–દ–ફ્રાન્સના યુકે પ્રતિનિધિ તથા નોર્ડ ફ્રાન્સ ઇન્વેસ્ટના ડિરેક્ટર (યુકે, આયર્લેન્ડ અને ભારત) દ્વારા કરવામાં આવી હતી. નાણાકીય નિયમન, જાહેર નીતિ અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં તેમના અનુભવના આધારે તેમણે હોટ્સ–દ–ફ્રાન્સ પ્રદેશના વ્યૂહાત્મક ફાયદાઓ અને યુરોપિયન બજારમાં પ્રવેશવા ઇચ્છતી ભારતીય કંપનીઓ માટે ઉપલબ્ધ તકો અંગે માહિતી આપી હતી. તેમણે ડીપ ટેકનોલોજી, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ તથા ટેક્નોલોજીના વ્યાપારીકરણ જેવા ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ પણ રજૂ કરી હતી.

ચર્ચા દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા વ્યવસાયોને નવા બજારો સુધી પહોંચવામાં, નવીનતાની ક્ષમતા વધારવામાં અને સંશોધનને વ્યાવસાયિક રીતે ઉપયોગી ઉકેલોમાં પરિવર્તિત કરવામાં કેવી રીતે મદદ મળી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. ત્યારબાદ શ્રી અભિજિત ગથરાજ, કો–ચેરમેન, NRG ટાસ્કફોર્સ, GCCI દ્વારા સમાપન પ્રવચન અને આભારવિધિ કરવામાં આવી હતી.
આ રાઉન્ડ ટેબલ ભારત અને ફ્રાન્સ વચ્ચે રોકાણ, નવીનતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવા તથા સહયોગની નવી તકો શોધવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડનાર સાબિત થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GCCIOrganisedRoundtableonIndia–FranceDeepTechInnovationCorridor #GujaratStateNon-ResidentGujaratisFoundation #GujaratChamberofCommerce&Industry #GCCI #India–FranceDeepTechInnovationCorridor-Business&InvestmentOpportunitiesinHauts-de-France



