- હોમગાર્ડઝ દળમાં રહેલી પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન મળે તો દેશ અને રાજયને સારા ખેલાડી મળી શકે – ગૃહ રાજયમંત્રી કમલેશભાઇ પટેલ
- મહિલા હોમગાર્ડ જવાનોએ પણ સ્પર્ધાઓમાં ભારે ઉત્સાહભેર ભાગ લીધો – ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોન વચ્ચે રસાકસીભરી સ્પર્ધા યોજાઇ
પથિક લીંબાચિયા, અમદાવાદ:
24 માર્ચ 2026
ફીટ ઇન્ડિયા મુવેન્ટ અંતર્ગત તંદુરસ્તી અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવી જરૃરી છે. હોમગાર્ડઝ દળમાં રહેલી પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન મળવાથી રાજય અને દેશને ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ પ્રાપ્ત થઇ શકે છે એમ હોમગાર્ડઝ વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫-૨૬ કાર્યક્રમના સમાપન પ્રસંગે ગૃહ રાજયમંત્રી કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું.

હોમગાર્ડઝ રમતોત્સવમાં ૨૦૦ પરૃષ અને ૬૪ મહિલા સહિત કુલ ૨૬૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી-પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, મહાત્મા મંદિર નજીક હોમગાર્ડ્ઝના કમાન્ડન્ટ જનરલ ડો.સમશેરસિંઘના હસ્તે શુભારંભ કરાવાયેલ રમતોત્સવમાં હોમગાર્ડ્ઝ દ્વારા પ્રતિકાત્મક ફુગ્ગા ઉડાવી અને ૧૦૦ મીટર દોડનું આયોજન કરી સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો.
હોમગાર્ડઝ વાર્ષિક રમતોત્સવમાં દોડ, લાંબી કૂદ, વોલીબોલ, કબડ્ડી, ગોળા ફેંક અને રસ્સા ખેંચ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં જિલ્લાવાર ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોન વચ્ચે ઉત્સાહપૂર્ણ સ્પર્ધા જોવા મળી હતી. રમતોત્સવના સમાપન પ્રસંગે અંતિમ તબક્કામાં આશરે ૪૦૦થી વધુ હોમગાર્ડ્ઝ દ્વારા બાઇક રેલી યોજાઇ હતી. કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સંયુકત નિયામ શ્રીપાલ શિષ્મા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #HomeGuardsAnnualSportsFestivalConclusion #HomeGuardsForce #FitIndiaMovement #Sports #HomeGuardsAnnualSportsFestival



