- ગુજરાત બાર કાઉંન્સીલની ચૂંટણી પહેલા બીજો માટો વિવાદ સામે આવ્યો, ગુજરાત યુનિવર્સિટીના નવા મતદાન મથકને લઇ વકીલોમાં જબરદસ્ત વિરોધ
સિનિયર સીટીઝ્ન્સ, મહિલાઓ, બિમાર-અશકત વકીલો, રમઝાન માસ ચાલતો હોઇ મુસ્લિમ વકીલો સહિત હજારો વકીલોને યુનિ. ખાતેના મતદાન મથકે મતદાન માટે પહોંચવું ભારે હાલાકીભર્યુ અને તકલીફભર્યુ, તાત્કાલિક ગુજરાત કલબનું મતદાન મથક પુનઃ જાહેર કરવા ઉગ્ર માંગણી – ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ, 23-02-2026
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે ત્યારે ભદ્ર સેશન્સ કોર્ટના ખાતેના વર્ષો જૂના ગુજરાત કલબ ખાતેના મતદાન મથકમને બદલી દસ-બારર કિલોમીટર દૂર ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વખતનું મતદાન મથક લઇ જવાતાં વકીલઆલમમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો છે. અમદાવાદની તમામ કોર્ટો શહેરમાં છે ત્યારે સિનિયર સીટીઝન્સ, મહિલાઓ, બિમાર-અશકત વકીલો, હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલુ હોઇ મુસ્લિમ વકીલોની અગવડ સહિતની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તાત્કાલિક મૂળ જગ્યાએ ગુજરાત કલબ ખાતે મતદાન મથક ચાલુ રાખવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

બીજીબાજુ, અમદાવાદની તમામ કોર્ટોના વકીલો દ્વારા મોટાપાયે સહી ઝુંબેશ શરૃ કરવામાં આવી છે અને હજારો સહીઓ સાથેની રજૂઆત ગુજરાત બાર કાઉન્સીલના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલવાની તૈયારીઓ શરૃ કરી છે. દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલની ચૂંટણીના ઇતિહાસમાં શરૃઆતથી જ ભદ્ર સેશન્સ કોર્ટ ખાતેની ગુજરાત કલબ ખાતેના મતદાન મથક પર જ વર્ષોથી છેક ૧૯૬૪થી મતદાન થતુ આવ્યું છે અને તે સમગ્ર વકીલઆલમ માટે સાનુકૂળ અને નજીકનું સ્થળ છે કારણ કે, ઘી કાંટા ફોજદારી કોર્ટ, ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, બોર્ડ ોફ નોમીનીઝ, લેબર કોર્ટ, રેવન્યુ ટ્રિબ્યુનલ સહરિતની તમામ કોર્ટો શહેરમાં જ અને નજીકમાં આવેલી છે. તેથી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં સમગ્ર દિવસ દરમ્યાન મતદાન પ્રક્રિયામાં દસ બાર કિલોમીટર લાંબે જઇ ગુજરાત યુનિવર્સિટી ખાતેના મથક પર મતદાન કરવું વકીલો માટે સહેજપણ અનુકૂળ અને માફક આવે તેમ નથી,

ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે,ખાસ કરીને સિનિયર સીટીઝન્સ વકીલો, મહિલા વકીલો, બિમાર-અશકત વકીલો, અપંગતા ધરાવતા વકીલો, રમઝાન મહિનો ચાલતો હોઇ મુસ્લિમ વકીલો સહિત હજારો વકીલો માટે દસ-બાર કિલોમીટર લાંબે જઇ યુનિવર્સિટીના મતદાન મથક સુધી પહોંચવુ ભારે તકલીફભર્યુ છે, અને ત્યાં પણ અંદર સુધી જવાનું છે, તેથી વકીલોને ફાવે તેમ જ નથી. તેથી વકીલઆલમમાં આ મુદ્દાને લઇ ભારે નારાજગી છે. અમદાવાદની તમામ કોર્ટોના વકીલો દ્વારા મોટાપાયે સહી ઝુંબેશ આદરવામાં આવી છે. ફોજદારી કોર્ટના આશરે એક હજાર વકીલોએ આજે સહી ઝુંબેશમાં પોતાની સહી કરી દીધી છે.
આ જ પ્રકારે ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ગ્રામ્ય કોર્ટ સહિતની કોર્ટોમાં પણ સહી ઝુંબેશ સાથે વકીલો પોતાનો વિરોધ અને ભારે નારાજગી વ્યકત કરી રહ્યા છે. વકીલોની તકલીફ અને હાલાકીને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે મતદાન મથક ભદ્ર સેશન્સ કોર્ટ સ્થિત ગુજરાત કલબ ખાતે જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે કારણ કે, જો તેમ નહી થાય તો મતદાન પર બહુ ગંભીર અને વિપરીત અસર પડશે. સમગ્ર વકીલઆલમની તકલીફ, હાલાકી અને મુશ્કેલીને ધ્યાનમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તાત્કાલિક ધોરણે ગુજરાત યુનિવર્સિટી ખાતેનું મતદાન મથક રદ કરી ગુજરાત કબલ ખાતેનું વર્ષો જૂનું મતદાન મથક પુનઃ જાહેર કરવા પણ ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉગ્ર માંગણી કરી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratClubPollingStationCancelled #LawyersAnger #GujaratClubKhat’sPollingStationCancelledThereislotofangeramonglawyers #GujaratClub #PollingStation #GujaratBarCouncilElections #GujaratUniversity #FinanceCommitteeChairmanAnilKella #ahmedaba




