
અમદાવાદ: વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયા (WAPTAI), જે વોટર પ્યુરીફિકેશન અને ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WAPTAI વોટર એક્સ્પોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે, આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.



