પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 ફેબ્રુઆરી 2026:
ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) એ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનું ફેડરેશન છે. આઈમા (AIMA) દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ તેનો સ્થાપના દિવસ ઉજવે છે અને ૨૧મી ફેબ્રુઆરીને ભારતના ‘નેશનલ મેનેજમેન્ટ ડે’ તરીકે જાહેર કરવામાં આવેલ છે. એએમએ આઈમા (AIMA)ના સ્થાપક સભ્યોમાંનું એક છે અને ‘નેશનલ મેનેજમેન્ટ ડે’ (રાષ્ટ્રીય વ્યવસ્થાપન દિવસ)ની ઉજવણીના ઉપક્રમે, “ટ્રાન્સફોર્મિંગ ફોર ટુમોરો: ગ્રોથ વિથ રેઝિલિયન્સ” થીમ પર, એએમએ દ્રારા પુસ્તક વિમોચન અને એડવાન્સ્ડ પ્રોગ્રામના સર્ટિફિકેટ વિતરણ સમારોહના આયોજન સાથે ‘નેશનલ મેનેજમેન્ટ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીના ઉપક્રમે, ભૂતપૂર્વ સીઆઈએ અધિકારી, બે વખત સીઈઓ રહી ચૂકેલા અને બેસ્ટસેલિંગ પુસ્તક “ફ્રોમ સીઆઈએ ટુ સીઈઓ”ના લેખિકા શ્રી રૂપલ પટેલ દ્રારા આ પ્રસંગે મુખ્ય પ્રવચન આપવામાં આવ્યું હતું અને શ્રી બી.એન. દસ્તૂર (લેખક, ટ્રેનર, કન્સલ્ટન્ટ) દ્રારા “શ્રીમદ ભગવદ ગીતા ફોર મોટિવેટેડ મેનેજર્સ” પર; ડૉ. પરેશ કારિયા (પીએપીએલ અને એઆઈક્યુ ક્વોલિટી ઈન્ડિયાના ડિરેક્ટર) અને ડૉ. (એચસી) હિરેન પંચાલ (મહાબોધી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ) દ્રારા “લીડ બાય ડિઝાઇન: સ્ટ્રક્ચર્ડ ટૂલ્સ ફોર સ્ટ્રેટેજિક લીડરશીપ” પર; અને શ્રી નરેન્દ્ર પંડ્યા (વરિષ્ઠ ટ્રેનર (એએમએ), શિક્ષક, લેખક, સર્જનાત્મકતા નિષ્ણાત) દ્રારા “શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ” પર લખાયેલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
એએમએના વિવિધ ક્ષેત્રોમાં એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સે કારકિર્દીની પ્રગતિ માટે એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. મુખ્ય મહેમાન શ્રી. રૂપલ પટેલે વેલ્થ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ; સપ્લાય ચેઇન મેનેજમેન્ટ; ડાયેટ અને ક્લિનિકલ ન્યુટ્રિશન; ફાર્માસ્યુટિકલ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ; ટ્રાવેલ અને ટુરિઝમ; અને કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટના એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામના ૧૦૫ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા હતાં અને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમની ઝલક માટે કૃપા કરીને જોડાયેલ ફોટોગ્રાફ્સ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AIMA #AMA #AllIndiaManagementAssociation #AhmedabadManagementAssociation #ReleaseandCertificateDistributionCeremonyofAdvancedProgram #NationalManagementDay



