~ કે.જી.થી ધોરણ 10 સુધીના, 6,600 શાળાઓના યુવા કલાકારોએ સાબિત કર્યું કે સર્જનાત્મકતાની કોઈ સીમા હોતી નથી
પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 ફેબ્રુઆરી 2026:
નવનીત એજ્યુકેશન લિમિટેડની લોકપ્રિય બ્રાન્ડ ‘યુવા’ એ તેની પ્રતિષ્ઠિત ચિત્રકળા સ્પર્ધા ‘યુવા માસ્ટરસ્ટ્રૉક’ની 22મી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. દર વર્ષે ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન યોજાતી આ અખિલ ભારતીય સ્પર્ધા, કે.જી.થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મંચ પૂરું પાડે છે, જ્યાં તેઓ ચિત્રકળાના માધ્યમથી પોતાની કલ્પનાશક્તિ અને મૌલિક વિચારોને એક નવી ઓળખ આપી શકે છે.

બે દાયકા અગાઉ શરૂ થયેલી આ પહેલ આજે એક ભવ્ય સર્જનાત્મક ચળવળનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વર્ષ 2025ની આ આવૃત્તિને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે, જેમાં સમગ્ર ભારતના 6,600થી વધુ શાળાઓના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર પ્રતિભાઓને પુરસ્કૃત કરવા પૂરતો સીમિત નથી, પરંતુ એક એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં બાળકો કલાના માધ્યમથી પોતાના મનના ભાવો અને અનોખા વિચારોને દુનિયા સામે સચોટ રીતે રજૂ કરી શકે.
આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ત્રણ અલગ-અલગ વય જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા –
- ગ્રૂપ A: કે.જી.થી ધોરણ 3
- ગ્રૂપ B: ધોરણ 4થી ધોરણ 6
- ગ્રૂપ C: ધોરણ 7થી ધોરણ 10
યુવા માસ્ટરસ્ટ્રૉક 2025ના વિજેતાઓની જાહેરાત સત્તાવાર વેબસાઇટ – https://masterstroke.navneet.com/ પર કરવામાં આવી છે.
જિલ્લા સ્તરની તમામ કૃતિઓનું નિરીક્ષણ શ્રી ભરત પારતેના અનુભવી માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જે.જે. સ્કૂલ ઑફ આર્ટ સાથે જોડાયેલા અને કલા ક્ષેત્રે દાયકાઓનો બહોળો અનુભવ ધરાવતા શ્રી પારતેએ માત્ર કૃતિઓનું મૂલ્યાંકન જ નથી કર્યું, પરંતુ આ આખી સ્પર્ધામાં એક નવો પ્રાણ ફૂંક્યો છે.
આ વિજેતાઓએ પોતપોતાના ક્ષેત્રમાં સર્જનાત્મકતાની શ્રેષ્ઠતા સાબિત કરી બતાવી છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમનાં ઇનામો અને સત્તાવાર પ્રમાણપત્રો સમયસર મળી રહે તે માટે અત્યારે શાળાઓ અને સ્થાનિક સેલ્સ ટીમો સાથે સંકલન સાધીને સક્રિયપણે કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં, 40,000થી વધુ વિજેતાઓને ગિફ્ટ પહોંચાડવામાં આવ્યા છે.
યુવા ના ચીફ સ્ટ્રેટેજી ઑફિસર અભિજીત સન્યાલે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે ‘માસ્ટરસ્ટ્રૉક’ એ કંઈક નવું સર્જન કરવાના ગૌરવનો ઉત્સવ છે. આ વર્ષે 6,600થી વધુ શાળાઓ આ અભિયાનમાં જોડાઈ, તેનાથી જે ઉત્સાહ જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભૂત છે. અમે અહીં માત્ર સુંદર ચિત્રોને નથી બિરદાવી રહ્યા, પરંતુ અમે ભવિષ્યના વિચારકો, સ્વપ્નદ્રષ્ટાઓ અને કલાકારોની એક આખી નવી પેઢીની ક્ષમતાને ઉજવી રહ્યા છીએ.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #22YearsofSmallHands #BigDreams-YouvaMasterstroke2025 #NavneetEducationLimited #all-Indiadrawingcompetition




