- ગ્રાહકો અને વ્યવસાયિક ભાગીદારો તરફથી સરાહના મેળવનાર, આ કૈમ્પેન મનપસંદ નાસ્તા તરીકે ગાંઠિયાનું સ્થાન વધારે છે અને તેને પ્રાદેશિક સીમાઓથી આગળ એક અખિલ ભારતીય પ્લેટફોર્મ પર લઈ જાય છે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
28 જાન્યુઆરી 2026:
ભારતમાં સંગઠિત પરંપરાગત સ્નેક્સ ક્ષેત્રની અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેની મુખ્ય પ્રોડક્ટ, ગાંઠિયા માટે “છોટી ભુખ કા બડા સોલ્યુશન” ટેગલાઇન હેઠળ એક નવું નેશનલ કૈમ્પેન શરૂ કર્યું છે. આ કૈમ્પેન, ગાંઠિયાને આટલાં વ્યાપક સ્તરે પ્રમોટ કરવાનો પહેલો મોટો પ્રયાસ છે, જે ભારતના સૌથી મનપસંદ નાસ્તામાંના એક તરીકે તેનો દરજ્જો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ગોપાલ સ્નેક્સ લિમિટેડ એ ગાંઠિયાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. આ નવું કૈમ્પેન ગોપાલ ગાંઠિયાને ફક્ત “કોઈપણ સમયે” સ્નેક્સ તરીકે નહીં, પરંતુ “દરેક જીવનશૈલી” ના સ્નેક્સ તરીકે રજૂ કરે છે, જે વિવિધ ગ્રાહક સમુહો અને પરિસ્થિતિઓમાં રોજિંદા જીવનનો એક ભાગ છે.
આ કૈમ્પેનમાં ત્રણ ફિલ્મો સામેલ છે, જેમાં યુવાનો, કામકાજી વ્યાવસાયિકો અને ગૃહિણીઓ વચ્ચે પ્રાસંગિક દૃશ્યો દર્શાવવામાં આવ્યાં છે. દરેક ફિલ્મ પોતાના મૂડ અને ક્ષણો રજૂ કરે છે, જોકે આ બધી ફિલ્મ, એક કોમન સંગીતમય થીમ દ્વારા જોડાયેલી છે. બધી ફિલ્મોમાં એક જ ગીતનો ઉપયોગ થાય છે, પરંતુ દરેક ફિલ્મને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે, જે વાર્તાના મૂડ અને સ્થાન સાથે મેળ ખાય છે. આ અભિગમ, ગોપાલ સ્નેક્સ કંપની દ્વારા ‘ગોપાલ’ બ્રાન્ડના સંચારને સરળ, સમાવિષ્ટ અને ભાવનાત્મક રીતે પ્રભાવશાળી બનાવવાનો ઉદ્દેશ્ય દર્શાવે છે.
આ કૈમ્પેન વિશે ગોપાલ સ્નેક્સના સીઈઓ રાજ હદવાણીએ જણાવ્યું હતું કે, “આ કૈમ્પેન, અમારા માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ક્ષણ છે. અમે ગાંઠિયા ઉત્પાદક તરીકે જ શરૂઆત કરી હતી.
સાચું કહું તો, ગાંઠિયા અમારી સફળતાની યાત્રાનો એક અભિન્ન ભાગ રહ્યા છે. અમને લાગ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ગાંઠિયાને એ ઓળખ આપવામાં આવે, જેના તે વાસ્તવમાં હકદાર છે. અમારી ‘છોટી ભુખ કા બડા સોલ્યુશન’ કૈમ્પેન દર્શાવે છે કે, ગાંઠિયા એક સરળ ઉત્પાદન છે, જે ખરેખર બધી પેઢીના લોકોને ગમે છે અને દરેક જીવનશૈલીમાં એકીકૃત રીતે બંધબેસે છે.”
આ કૈમ્પેન, તાજેતરના 70માં ફિલ્મફેર એવોર્ડ્સ દરમિયાન લોંચ કરવામાં આવ્યું હતું, જ્યાં ગોપાલ સ્નેક્સ કંપનીએ આધિકારિક સ્નેક્સ પાર્ટનર તરીકે સેવા આપી હતી. આ ઈવેન્ટએ આ કૈમ્પેનના લોન્ચીંગ માટે એક હાઈ-વિઝિબિલિટી પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
ગોપાલ સ્નેક્સ હવે રાષ્ટ્રીય અને પ્રાદેશિક ટેલિવિઝન, પ્રિન્ટ, આઉટડોર, રેડિયો, સિનેમા અને ડિજિટલ પ્લેટફોર્મને આવરી લેતી એક વ્યાપક, હાઈ-ફ્રિકવન્સી મીડિયા પ્લાન રજૂ કરી રહી છે. આ ફિલ્મોને લિનિયર તેમજ ડિજિટલ, બંને ફોર્મેટ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ટૂંકી એડિટીંગનો ઉદ્દેશ્ય, મલ્ટીપલ ટચપોઇન્ટ્સ પર ઓછા સમય માટે જ નજર રાખતા દર્શકોને આકર્ષિત કરવાનો છે.
ગ્રાહકો અને વ્યવસાયિક ભાગીદારો તરફથી આ કૈમ્પેનને મળેલો પ્રારંભિક પ્રતિસાદ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે, જેમાં ખાસ કરીને ભાવનાત્મક જોડાણ અને પ્રાસંગિકતાની વિશેષ સરાહના કરવામાં આવી છે. આ કૈમ્પેન, ગાંઠિયાનું સ્થાન વધારે છે અને તેને પ્રાદેશિક સીમાઓથી આગળ એક અખિલ ભારતીય પ્લેટફોર્મ પર લઈ જાય છે.
આ કૈમ્પેન, ગોપાલ સ્નેક્સના ભાવિ માર્કેટિંગ પ્રયાસો માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કરે છે. ગાંઠિયા હજી પણ તેની મુખ્ય પ્રોડક્ટ છે, સાથે-સાથે કંપની પોતાની હાજરી વધારી રહી છે અને 85+ પ્રોડક્ટ્સ અને 320 SKUsના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Gopal Snacks launches new national campaign for gathiya: “Chhoti Bhookh Ka Bada Solution #ChhotiBhookhKaBadaSolution #Gathiya #GopalSnacks #Rajkot #ahmedaba



