- GCCI MSME કમિટીએ GIDC ટાસ્કફોર્સ, સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સ, ટેક્સટાઇલ કમિટી અને યુથ કમિટીના સહયોગથી તા. 23 જાન્યુઆરી, 2026ના રોજ “Happiness is a Muscle & Book Reading” વિષય પર એક સત્રનું આયોજન કર્યું હતું.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
24 જાન્યુઆરી 2026:
GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરએ પુનરોચ્ચાર કર્યો કે “હેપીનેસ ખરેખર એક માસલ છે” અને તેને વિકસાવીને આપણે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સકારાત્મક અને ખુશખુશાલ વલણ વિકસાવી શકીએ છીએ. તેમણે ટીમ માટે સકારાત્મક અભિગમના મહત્વ વિશે પણ જણાવ્યું. તેમણે સત્રનું આયોજન કરવા બદલ GCCI MSME કમિટીને તથા તેને સહયોગ આપવા બદલ GIDC ટાસ્કફોર્સ, સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સ, ટેક્સટાઇલ કમિટી અને યુથ કમિટીને અભિનંદન પાઠવ્યા.

કાર્યક્રમમાં નીચે મુજબના માનનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:
• શ્રી ગૌરાંગ ભગત, માનનીય ખજાનચી, GCCI
• શ્રી અમિત પારીખ – ચેરમેન, સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સ, GCCI
• શ્રી સંદીપ શાહ – સહ-ચેરમેન, ટેક્સટાઇલ કમિટી, GCCI
• શ્રી રોહન કુમાર – ચેરમેન, યુથ કમિટી, GCCI
કાર્યક્રમ દરમિયાન IM Happinessના સ્થાપક Ms. ઐશ્વર્યા જૈનએ લેખક શ્રી વિવેક ભાર્ગવનો ઔપચારિક પરિચય કરાવ્યો અને “Happiness is a Muscle” પુસ્તકનું વિમોચન કર્યું.

મુખ્ય વક્તવ્ય ProfitWheelના સહ-સ્થાપક, પ્રખ્યાત TEDx સ્પીકર, રોકાણકાર તથા લેખક શ્રી વિવેક ભાર્ગવ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમની રસપ્રદ રજૂઆત દરમિયાન તેમણે સુખની રચનાના વિવિધ પરિમાણો પર પ્રકાશ પાડ્યો અને યોગ્ય પોષણ તથા નિયમિત વ્યાયામની ભૂમિકા ઉપર ભાર મૂક્યો. તેમણે પૂરતી ઊંઘ અને ધ્યાન (મેડિટેશન)ના મહત્વને પણ રેખાંકિત કર્યું. આ ઉપરાંત, તેમણે સતત અપસ્કિલિંગની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો, જે સુખમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, તેમજ ‘લર્નેબિલિટી’ની સંકલ્પનાને સમજાવી તેના દીર્ઘકાલીન લાભો વિશે વિગતવાર વાત કરી.
સત્ર બાદ એક ઇન્ટરએક્ટિવ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા સુખના નિર્માણ અને તેના લાભોની સમજ વધુ ગહન બની.
કાર્યક્રમનો સમાપન GCCI MSME ટાસ્કફોર્સના ચેરમેન શ્રી શૈલેષ પટેલ દ્વારા પ્રસ્તાવિત આભારવિધિ સાથે કરવામાં આવ્યો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba#GCCIorganizedSeminar #HappinessMuscle #Book Reading #GCCI #MSME #GCCI-MSMECommittee #HappinessindeedisAMuscle #STARTUPTaskforce #GIDCTaskforce #TextileCommittee #YouthCommittee #Happiness is a Muscle & Book Reading



