પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 જાન્યુઆરી 2026:
એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ, ઓન્કોલોજીસ્ટ ઓફ રાજકોટનાં સહકારથી અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલનાં GI, લંગ અને થોરાસિક કેન્સર સર્જન ડૉ. મહેશ પટેલની બુક “સર્જિકલ માર્વેલ્સ” લોન્ચનો કાર્યક્રમ નવા વર્ષની પહેલી સાંજે રાજકોટ ખાતે યોજવામાં આવ્યો. જેમાં રાજકોટનાં ઓન્કોલોજિસ્ટ, ઓન્કો સર્જન્સ, જનરલ સર્જન્સ તેમજ વિવિધ ડોક્ટર્સે હાજરી આપી હતી.

આ બુક લોન્ચ, એસોસિએશન ઓફ સર્જન્સ રાજકોટનાં પ્રેસિડેન્ટ, ડૉ. સંજય પોપટ, સેક્રેટરી ડૉ. જીગેન ગોહેલ અને
ઓન્કોલોજિસ્ટ ઓફ રાજકોટનાં સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. બબિતા હાપાણી તથા સિનિયર ઓન્કો સર્જન ડૉ.
નીતિન ટોલિયા, તેમજ રાજકોટની PDU મેડિકલ કોલેજનાં સર્જરી વિભાગનાં પ્રોફેસર અને હેડ, ડૉ. જતીન ભટ્ટનાં હસ્તે
કરવામાં આવ્યું.
સર્જિકલ માર્વેલ્સ એ ફક્ત, ડૉ. પટેલનાં સર્જરીમાં અત્યાર સુધી કરવામાં આવેલા કેટલાક સૌથી ઇન્ક્રેડિબલ અને ખાસ કેસની સ્ટોરી દર્શાવતી એક બુક જ નથી, પણ એક ડૉક્ટરનાં સર્જરી કરતા થયેલા વર્ષોનાં અનુભવોનો નિચોડ છે. જે આગળ જતા અન્ય ડૉક્ટર્સને દર્દીનું જીવન બચાવવા, પ્રેરણારૂપ બની રહેશે. ઝાયડસ હૉસ્પિટલ એડવાન્સ્ડ ટેકનોલોજીને અપનાવી, તેને વ્યવહારુ ઉકેલમાં રૂપાંતરિત કરી શકાવાનો લાંબો વારસો ધરાવે છે. તેની સાથે જ ઝાયડસ કેન્સર હૉસ્પિટલે તેની સ્થાપનાનાં થોડા જ સમયમાં ઓન્કોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. ઝાયડસ ગ્રુપનાં રિસર્ચ, ટેક્નોલોજી અને એક્સપર્ટ કેરમાં વિશ્વાસનાં વિઝનને આગળ વધારતા, સર્જિકલ માર્વેલ્સમાં ઝાયડસમાં ટ્રીટ થયેલી,
જેમાંથી અમુક તો ભારતમાં પહેલી વખત જ પર્ફોર્મ કરવામાં આવેલી કેટલીક ખાસ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પહેલાં અઘરી અને જટિલ સર્જરી માટે દર્દીઓએ મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે ઝાયડસ હૉસ્પિટલનાં મલ્ટી-ડિસિપ્લિનરી અપ્રોચને કારણે આ પ્રકારની તમામ સર્જરીની સંપૂર્ણ સુવિધા એક જ છત હેઠળ અમદાવાદ ખાતે ઉપલબ્ધ છે.
ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ ટાઇટેનિયમ સ્ટર્નલ રિકન્સ્ટ્રક્શન, ECMO હેઠળ ભારતની પ્રથમ રોબોટિક ટ્રેકયલ રિકન્સ્ટ્રક્શન અને આવી ઘણીબધી ટેક્નિકની ભારતમાં સફળ શરૂઆત કરનાર ડૉ. મહેશનાં અસાધારણ કાર્યને બિરદાવતી આ બુક, ઝાયડસની શ્રેષ્ઠતાની અવિરત શોધને ઉજાગર કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #ZydusHospital #Dr.Mahesh.D.Patel #launchesbook-SurgicalMarvels #trending #Rajkot #ahmedaba



