- ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને અર્જન્ટ ધોરણે કરાયેલી રજૂઆત બાદ લેવાયેલો રાહતભર્યો નિર્ણય
- તા.31-1-2026 સુધી નવી પધ્ધતિની અમલવારી નહી થાય, ત્યાં સુધી જૂની પ્રથા ચાલુ રહેશે, બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો આભાર માન્યો
અમદાવાદ: 03 જાન્યુઆરી 2026:
રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-૪ સાઇઝના પેપર પર જ દાખલ કરવાની અને ચોક્કસ પ્રકારના ગુજરાતી-અગ્રેજી ફોન્ટ્સ સહિતની નવી પધ્ધતિ આખરે ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ખાસ કરીને ફોન્ટ્સ સહિતની બાબતોને લઇ રાજયભરમાં વકીલો-પક્ષકારો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ સહિતના લોકોમાં ઉભી થયેલી દ્વિધાભરી સ્થિતિને લઇ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ તરફથી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને અર્જન્ટ ધોરણે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા એક રાહતભર્યા નિર્ણયના ભાગરૃપે રાજયભરની તમામ જિલ્લા અદાલતોમાં એ-૪ સાઇઝના કાગળ, ફોન્ટસ સહિતની નવી પધ્ધતિની અમલવારી મોકૂફ રખાઇ છે. ચીફ જસ્ટિસના આ નિર્ણયને પગલે રાજયની તમામ કોર્ટોમાં મોટી રાહતની લાગણી ફેલાઇ છે. તો. બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલે રાહતભર્યા નિર્ણય બદલ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો આભાર માન્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ એક પરિપત્ર જારી કરી રાજયની તમામ જિલ્લા અદાલતો – કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ- ૪ સાઇઝના પેપર પર જ અને ચોક્કસ પ્રકારના ગુજરાતી ફોન્ટ( માત્ર યુનિકોડ જ ) અને ઇંગ્લીશ ફોન્ટ (ટીએનઆર- ટાઇમ્સ ન્યુ રોમન) અને ચોક્કસ સ્પેસ લાઇનીગ અને માર્જિન સહિતની બાબતોને લઇ નવા નિયમો તા.૧-૧-૨૦૨૬થી અમલી બનાવવાની કડક તાકીદ કરી છે પરંતુ બીજીબાજુ, રાજયના વકીલો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોમાં ગુજરાતી અને ઇંગ્લીશ ફોન્ટ સહિતના નિયમોને લઇ એટલી પરિચિતતા નહી હોવાથી દ્વિધાભરી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. જેમાં ગઇકાલે તા.૧-૧-૨૦૨૬ના રોજ અમલવારીના પહેલાં જ દિવસે રાજયની તમામ જિલ્લા કોર્ટોમાં રજિસ્ટ્રીએ વકીલો અને તેમના જુનીયરોના વકાલતનામા કે સામાન્ય રીતે લીગલ સાઇઝમાં હોય છે તે પણ એ-૪ સાઇઝના કાગળ પર માંગવાનો આગ્રહ રાખતાં સંખ્યાબંધ વકીલોના વકાલતનામા પણ સ્વીકારાયા ન હતા, જેને લઇને પણ કેસ ફાઇલીંગને લઇ અસર થઇ હતી અને કોર્ટ કામગીરી મંદ પડી હતી.
બીજીબાજુ, રાજયભરના વકીલોમાં, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર અને પક્ષકારોમાં ખાસ કરીને ગુજરાતી ફોન્ટ સહિતના મુદ્દે દ્વિધાભરી પરિસ્થિતિ ઉભી થઇ હોવાના કારણે વિવિધ વકીલમંડળોથી તરફથી મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને આ મામલે અર્જન્ટ ધોરણે રજૂઆત કરી વકીલો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર, પક્ષકારોને નવા ગુજરાતી ફોન્ટ અને સમગ્ર પ્રક્રિયાથી થોડા વાકેફ થવા દેવા સમય આપવા અને ત્યાં સુધી સંબંધિત ફોન્ટ અને ફોર્મેટની અમલવારી મોકૂફ રાખવા માંગણી કરવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સીલ તરફથી મળેલી અર્જન્ટ રજૂઆતને ધ્યાનમાં લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા એ-૪ સાઇઝના કાગળ, ખાસ પ્રકારના ફોન્ટ્સ સહિતની નવી પધ્ધતિ તા.૩૧મી જાન્યુઆરી, ૨૦૨૬ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
હાઇકોર્ટના આ રાહતભર્યા નિર્ણયની જાણ રાજયની તમામ જિલ્લા અદાલતો, રાજયના તમામ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજીસ, અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ઘી કાંટા ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ(ફોજદારી કોર્ટ), અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, ફેમીલી કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટને પણ સત્તાવાર રીતે કરવામાં આવી હતી.
તો, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ દ્વારા વકીલો-પક્ષકારો અને સ્ટેનોગ્રાફર્સ-ટાઇપીસ્ટોની મુશ્કેલી ધ્યાનમાં લઇ હકારાત્મક અભિગમ અપનાવવા બદલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો આભાર વ્યકત કરાયો હતો. ચીફ જસ્ટિસ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે રાજયની તમામ કોર્ટોમાં વકીલો-પક્ષકારો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ સહિતના લોકોમાં ભારે રાહતીન લાગણી ફેલાઇ ગઇ છે. હાઇકોર્ટે નવી પધ્ધતિ મોકૂફ રાખતાં હવે વર્ષો જૂની પ્રથા પ્રમાણે કેસ ફાઇલીંગ, તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે ફાઇલ કે દાખલ કરી શકાશે. હાઇકોર્ટ દ્વારા નવો કોઇ હુકમ કે સૂચના જારી કરવામાં ના આવે ત્યાં સુધી જૂની પ્રથા મુજબ, કોર્ટ કામગીરી, રજિસ્ટ્રીમાં ફાઇલીંગ અને પ્રક્રિયા ચાલુ રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Lawyers #LawyerLeader #Typist-Stenographers #BarCouncil #GujaratBarCouncildemandsMomentofimplementationofnewformatinalldistrictcourtsofthestate #ChiefJustice #Petition #Appeal, Affidavit, Application, Order #Judgement #A-4sizepaper #A-4sizepaperdecision #trending #ahmedaba #trending #ahmedaba



