- ગાંધીનગરના ઉવારસદ ગામે ગ્રાહક સુરક્ષા દિનની અનોખી ઉજવણી દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ગ્રાહકોના હક અને અધિકાર બાબતે બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન અપાયા
અમદાવાદ: 25 ડિસેમ્બર 2025:
તા. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક કાંતિ ફાઉન્ડેશન અને સરપંચ શ્રી ઉવારસદ ગ્રામ પંચાયત તથા તમામ સભ્યશ્રીઓ તલાટી શ્રી અને ગ્રામજનો મળી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્ર પાલે આ અંગે જણાવ્યું હતું કે, પ્રોગ્રામમાં સંસ્થાના બેનર પ્લે કાર્ડ સાથે તથા પત્રિકા વિતરણ કરી ગ્રામજનોને ગ્રાહકના અધિકારો બાબતે વિવિધ જાણકારી ફરિયાદના નિરાકરણ માટે કયા સંપર્ક કરવાનું રહે છે તે બાબતે વિગતવાર જાણકારી જરૂરી હેલ્પલાઇન નંબર કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર બાબતે જાણકારી આપવામાં આવેલ છે. જિલ્લા કમિશન, રાજ્ય કમિશન તથા નેશનલ કમિશનના ગ્રાહકોને સ્પર્શતા વિવિધ ચુકાદાઓની ગ્રાહકો સમજી શકે તેવી ભાષામાં સમજણ પૂરી પાડી ગ્રાહકોને જરૂરી પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે અને તે પોતે જાગૃત થઈ છેતરતા બચે અને અન્ય ગ્રાહકોને પણ મદદરૂપ બની શકે તે માટે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્ર પાલે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય મહિલાઓ તથા ગ્રામ્ય કક્ષાએ કામ કરતા અન્ય સંસ્થાના પ્રતિનિધિ કાર્યકરો પણ આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં હાજર રહેલ ગ્રાહકોના અધિકાર બાબતે તથા ભેળસેળ કાળા બજારી સામે કેવી રીતે લડત આપવાની અને કઈ ઓથોરિટી પાસે જઈ ફરિયાદ કરવાની તે બાબતે જાણકારી આપી

કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા જાણકારી ના હેતુથી ઉભા કરી પૂછવામાં આવેલા પ્રશ્નના સંસ્થાના કાર્યકરો દ્વારા વિવિધ જાણકારી સાથે સંતોષ પરત જવાબ આપવામાં આવેલ અને ગ્રામ્ય મહિલાઓ આગળ ક્યારેય છેત્રાશે નહીં તેવા વચન વાયદા સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #GaninagarNauvarsadrajcelebratesConsumerProtectionDay #ConsumerProtectionDay #ConsumerProtection #ConsumerProtection #ConsumerProtectionFoundation #trending #uvarasad #ahmedaba



