- ઘાતક દોરીઓ મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટની ગંભીર ટકોર
- અરજદારપક્ષ તરફથી કરાયેલા મહત્ત્વના સૂચનો સરકારપક્ષને આપવા નિર્દેશ, પ્રતિબંધિત ઘાતક દોરીઓને લઇ 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવા માંગણી
અમદાવાદ: 24 ડિસેમ્બર 2025
ગુજરાતભરમાં ચાઇનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી અને ચાઇનીઝ તુક્કલ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ ઓથોરીટી દ્વારા સ્પષ્ટપણે પ્રતિબંધ ફરમાવાયેલો હોવાછતાં તેના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશને લઇ હાઇકોર્ટ સમક્ષ થયેલી પીઆઇએલની સુનાવણી દરમ્યાન અરજદારપક્ષ તરફથી કટેલાક બહુ મહત્ત્વનો સૂચનો કર્યા હતા. જેને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રે ની ખંડપીઠે ધ્યાને લઇ આ તમામ અગત્યના સૂચના સરકારપક્ષને આપવા નિર્દેશ કર્યો હતો. સાથે સાથે પ્રતિબંધિત ઘાતક દોરી મામલે ૨૪ કલાક હેલ્પલાઇન મુદ્દે કરાયેલી માંગણી સંદર્ભે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, સરકાર કે પોલીસ ઓથોરીટીના પરિપત્રો કે નિર્દેશોનો ભંગ કે ઉલ્લંઘન કરીને જો આવી ઘાતક પ્રતિબંધિત દોરીઓનો માલ વેચાતો કે વપરાશ થતો હોય થતો હોય તો સામાન્ય નાગરિક પણ પોલીસને ફરિયાદ કરી શકે છે.

ગુજરાત એનીમલ વેલ્ફેર બોર્ડના સભ્ય અને અહિંસા મહાસંઘ, ગ્રાઉન્ડ રિયાલિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા એડવોકેટ નિમિષ એમ.કાપિડયા મારફતે કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં રાજય સરકારના ગૃહ વિભાગ તરફથી બે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા તૈયાર કરવામાં આવેલી ઉત્તરાયણના તહેવાર અંગેની ડ્રાફ્ટ પોલિસી રજૂ કરવામાં આવી હતી. જે મુજબ, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક કે નાયલોન દોરી, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરીઓનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ મૂકવા અને જરૃરી કાર્યવાહી કરવા બાબતે સરકાર દ્વારા તમામ પોલીસ કમિશનરો અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને સૂચના-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. આ સિવાય આ સમગ્ર મામલે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા અનેઆ વિષયમાં બહોળી પ્રસિધ્ધિ આપવાના પ્રયાસો કરવા પણ સૂચના અપાઇ છે.

વધુમાં, પોલીસ અને સત્તાવાળાઓના પ્રતિબંધિત દોરીઓને લઇ જારી કરાયેલા જાહેરનામા કે નિર્દેશોનો ભંગ કરનારા તત્વો વિરૃદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ કર્મચારીને સત્તા આપવામાં આવી છે. તો, આવી પ્રતિબંધિત અને ઘાતક દોરીઓના ઓનલાઇન પ્લેટફોર્મ થકી વેચાણ કે સંગ્રહ સંબંધી ગુનાને લઇ જરૃરી કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા જારી નિર્દેશો મુજબ, પ્રતિબંધિત આવી ઘાતક દોરીએ રાજય અને દેશ બહારથી પણ આયાત ના થાય તે માટે પાડોશી રાજયો સાથે બોર્ડરના પોલીસ અદિક્ષકોને કડકાઇથી કાર્યવાહી કરવા જણાવાયું છે. આ સિવાય સીટી-ડિસ્ટ્રીકટ પોલીસ કંટ્રોલ રૃમ ખાતે ઉત્તરાયણ હેલ્પડેસ્ક કાર્યરત કરી પોલીસ અધિકારીઓને ૨૪ કલાક તેનાત રાખી ઘાતક દોરીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે નાગરિકો દ્વારા ૧૧૨ નંબર પર મળતી ફરિયાદો-ઇનપુટ્સ અલગ રજિસ્ટરમાં નોંધી સંબંધિત પોલીસ સ્ટેશનને કોર્યવાહી કરવા માટે મોકલી આપવાની રહેશે.

દરમ્યાન અરજદારપક્ષ તરફથી એડવોકેટ નિમિષ એમ.કાપડિયા દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, આવી ઘાતક દોરીઓથી માત્ર માનવજીવન જ નહી પરંતુ પશુ-પક્ષીઓ અને અન્ય જીવોની પણ હાનિ અને મૃત્યુ થાય છે ત્યારે સમગ્ર વિષયની ગંભીરતા જોતાં ઘાતક દોરીઓ મામલે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૃ કરવી જોઇએ. આ જીવસૃષ્ટિની સલામતી, રક્ષણ અને સુરક્ષાનો સવાલ છે. તેથી હાઇકોર્ટે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક આવી ઘાતક દોરીઓ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી શકે છે.
@પતંગની દોરીને લઇ સરકાર દ્વારા જારી કરાયેલા મહત્ત્વના નિર્દેશો
- કોટનના માંજામાં તમામ ઘટકો બાયોડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઇએ
- કોટનના દોરા પર કોટીંગ માટેનો કાચનો પાવડર ૧૦ ટકાથી વધુ ન હોવો જોઇએ
- ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦ ટકા, મેંદો ૩૬ ટકા, કુદરતી ગુંદર અને રંગ ૨૪ ટકા કોટેડ સામગ્રીનો હોવો જોઇએ
- જે કોટીંગ પદાર્થના ૧૦ ટકા હોય પરંતુ કોટન માંજાના કુલ વજનના ૦.૫ ટકાથી વધુ ના હોય તેવા કોટનના માંજા-દોરી વાપરી શકાશે
@ પ્રતિબંધિત દોરીઓ મામલે ૭૩ આરોપીઓની ધરપકડ અને લાખોનો મુદ્દામાલ જપ્ત
સરકારપક્ષ તરફથી સોંગદનામામાં જણાવાયું કે, ઘાતક એવી પ્રતિબંધિત દોરીઓના મામલે પોલીસ દ્વારા ૭૩ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે ૫૯થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. તો, રાજયભરમાં ચાઇનીઝ દોરી, નાયલોન-સીન્થેટીક ગ્રેડ, પ્લાસ્ટિક થ્રેડના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગને લઇ જુદા જુદા ૪૩૯૯ સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી લાખો રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જનજાગૃતિ માટે ૧૧૬ જેટલા જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #BannedRope #DeadlyRope #GujaratHighCourt #ChineseRope #GlassCoatedNylonRope #ChineseTukkal #NationalGreenTribunal #GujaratHighCourt #Police # Chinese rope, glasscoated nylon rope and ChineseTukkal are clearly banned by the National Green Tribunal, Gujarat High Court and Police Authority. Any common citizen can directly complain to the police regarding the use or consumption of #bannedropes #trending #ahmedaba



