- આ સમિટ, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે યોજવામાં આવી હતી
- આ કાર્યક્રમમાં 15 જેટલી શૈક્ષણિક અને ઉદ્યોગ પેનલ ચર્ચાઓ થઈ હતી અને ઉપયોગી રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું
પથિક લીંબાચિયા, અમદાવાદ:
20 ડિસેમ્બર 2025:
ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ શનિવારે તેના ગાંધીનગર કેમ્પસમાં ‘IndusAcX સમિટ 2025 : ધ ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા એક્સચેન્જ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કાનૂની વ્યવસાય, ઉદ્યોગ, નીતિનિર્માણ અને શિક્ષણ ક્ષેત્રના 200 થી વધુ અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ સમિટનું આયોજન, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના રજત જયંતિ ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત 2047’ ના વિઝન સાથે સંકલિત, આ કાર્યક્રમ, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે આયોજીત કરવામાં આવ્યો હતો.

આ સમિટના આયોજન સાથે જ, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) ના સંચાલનનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું હતું. તે ભારતની એકમાત્ર લો સ્કૂલ છે, જે ફક્ત એક્ઝિક્યુટિવ અને સતત આંતરશાખાકીય કાનૂની શિક્ષણ માટે સમર્પિત છે. આ સ્કૂલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (EDPs) ની સાથે-સાથે, ઉભરતા કાનૂની અને નિયમનકારી ક્ષેત્રોમાં LLM અને PhD પ્રોગ્રામ દ્વારા કાર્યકારી વ્યાવસાયિકો માટે ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
‘IndusAcX સમિટ 2025’ કાર્યક્રમમાં ભારતની સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટના સિનિયર વકીલો, ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને દેશભરના શિક્ષણવિદો એકસાથે જોડાયા હતા. આ સમિટનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે કર્યું હતું. ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ (UPSIFS), લખનૌના સ્થાપક નિર્દેશક ડૉ. જી.કે. ગોસ્વામી, IPS (Retd.) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના સ્થાપક નિર્દેશક પ્રો. ડૉ. અવિનાશ દધીચે જણાવ્યું હતું કે, “IndusAcX સમિટ 2025, ની કલ્પના એક એવા પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી, જ્યાં ઉદ્યોગનો અનુભવ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા અર્થપૂર્ણ રીતે જોડાય છે. કાર્યક્રમ દરમિયાન, કાનૂની સમુદાય, ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ તરફથી અમને મળેલો મજબૂત પ્રતિસાદ સમકાલીન કાનૂની અને નિયમનકારી પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે આવા માળખાગત સંવાદની જરૂરિયાત પર ભાર મુકે છે.”
દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં 15 જેટલી શૈક્ષણિક અને ઉદ્યોગ પેનલ ચર્ચાઓ અને રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનનો સમાવેશ થતો હતો. આની સાથે જ, ઉચ્ચ-સ્તરીય ઉદ્યોગ પરિષદ અને શાળાના એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના સહભાગીઓ માટે પ્રમાણપત્ર પ્રસ્તુતિ સમારોહ પણ યોજાયો હતો.
ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે સતત જોડાણને સક્ષમ કરીને, IndusAcX 2025 ભારતના આર્થિક અને સામાજિક વિકાસના આગામી તબક્કા માટે સંસ્થાકીય રીતે સ્થપાયેલ, વ્યવહાર-લક્ષી કાનૂની અને નીતિ નેતૃત્વ વિકસાવવાના DAU સ્કૂલ ઓફ લોના વિઝનને મજબૂત બનાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #DhirubhaiAmbaniUniversitySchoolofLawhostsIndusAcXSummit-2025 #DhirubhaiAmbaniUniversity #DAU-SoL #ndusAcXsummit-2025 #IndustryAcademiaExchangeatGandhinagarcampus #trending #Gandhinagar #trending #ahmedaba



