પથિક લીંબાચિયા, અમદાવાદ:
17 ડિસેમ્બર 2025:
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે, ભારત સરકારના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અને વોકેથોનનું આયોજન ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું.

બેંકના કર્મચારીઓએ આ ખાસ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી યમલ વ્યાસ ચેરમેન ,સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું, અને બેંક ડિરેક્ટર શ્રી પ્રદીપ ખીમાણી આ પ્રસંગે હાજર રહ્યા હતા.

બેંક વતી, ઝોનલ હેડ શ્રી એસ.કે. સરકાર અને રીજઓનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ કુમાર જૈન હાજર રહ્યા હતા. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા હંમેશા નાણાકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ તેની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે.
સ્વચ્છતા અભિયાન અને સ્વસ્થ અભિયાન દ્વારા, બેંક સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ પ્રત્યેની તેની જવાબદારી નિભાવી રહી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૯૧૧ થી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અને આ કાર્યક્રમ બેંકની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ અભિયાન બેંકના વિકસિત ભારત તરફના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Celebrationof115thFoundationDayofCentralBankofIndia #CentralBankofIndia #GovernmentofIndia’s cleanliness campaign #CentralBankofIndia’s walkathon #SwachhtaAbhiyan #HealthyCampaign #trending #ahmedaba



