અમદાવાદ: 07 ડિસેમ્બર 2025
આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજયભરમાં એકસાથે એક જ દિવસે યોજાનાર છે, જેને લઇ વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી પ્રવર્તી રહી છે. બીજીબાજુ, પ્રતિષ્ઠાભર્યા આ જંગમાં એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ,સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દાઓ કબ્જે કરવા વકીલઆલમમાં વકીલમંડળો(બાર એસોસીએશન)ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી પ્રચાર હાલ છેલ્લા તબક્કામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે.

આ વખતની ચૂંટણીમાં વકીલ મતદારોને આકર્ષવા માટે જે તે બાર એસોસીએશનના ઉમેદવારો દ્વારા ડિનર ડિપ્લોમસી, ગુ્રપ મીટીગોથી લઇ સોશ્યલ મીડિયા, પત્રિકા-પેમ્ફલેટ, પોસ્ટર અને બેઠક વ્યવસ્થા સુધી રૃબરૃ પ્રચાર સુધીના તમામ પ્રયાસો અખત્યાર થઇ રહ્યા છે. તા.૧૯મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં આવી જવાની પૂરી શકયતા છે.તો આ વખતે સૌપ્રથમવાર અમદાવાદમાં ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે રાજયના સૌથી મોટા અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસોસીએશનની ચૂંટણીમાં પારદર્શિતા જળવાઇ રહે તે પ્રકારે ચૂંટણી દરમ્યાન વોટીંગ અને મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સ્ક્રીન પર પ્રસારણની વ્યવસ્થા ગોઠવાશે. આ જ પ્રકારે રાજયના અન્ય કેટલાક બાર એસોસીએશન દ્વારા પણ આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યુ છે. જો કે, ઇલેકશનની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી હેઠળ જ હાથ ધરાશે.દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, રાજયના વકીલમંડળોની ચૂંટણીમાં ગેરરીતિ સહિતની કોઇપણ પ્રકારની ફરિયાદ ઉભી થાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા બાર એસોસીએશન ઓફ ગુજરાત નિયમો- ૨૦૧૫ ની રૃલ-૪૯ હેઠળ ઇલેકશન કમીટીની રચના કરાઇ છે. જો કે, પરિણામના દસ દિવસમાં ઇલેકશન કમીટી સમક્ષ ફરિયાદ કરી દેવાની હોય છે.

જો મતદાનના દિવસે જ કોઇ ગડબડી કે અન્ય ફરિયાદ ઉભી થાય તો સ્થળ પર ચૂંટણી અધિકારી(રિટર્નીંગ ઓફિસર)ને પોતાની ફરિયાદ આપી શકાશે.તેમણે વધુમાં જણાવ્યું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એસોસીએશન રૃલ્સ -૨૦૧૫ હેઠળ દર ડિસેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં રાજયના વિવિધ વકીલ મંડળોની વાર્ષિક કે દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાની ફરજિયાત છે. તેથી આ વખતે તા.૧૯મી ડિસેમ્બરે રાજયના ૨૮૦ જેટલા વકીલમંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી, લાયબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ, કારોબારી સભ્યોની ચૂંટણી યોજાશે. ચૂંટણીના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા જિલ્લા બાર એસોસીએશનમાં ફરજિયાતપણે એક મહિલા પ્રતિનિધિની ચૂંટણી યોજવાનું ફરમાન જારી કરાયું છે, તેથી તમામ બાર એસોસીએશનોએ મહિલા પ્રતિનિધિની ચૂંટણી ફરજિયાતપણે કરવાની રહેશે.ગુજરાત બાર કાઉન્સિલની ફાયનાન્સ કમીટીના ચેરમેના અનિલ સી. કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, બાર એસોસીએશન ઓફ ગુજરાત-૨૦૧૫ના નિયમો મુજબ, વન બાર, વન વોટ નિયમો મુજબ કોઇપણ વકીલ મતદાર કોઇપણ એક જ એસોસીએશનમાંથી મત આપી શકશે. એટલે કે, કોઇ વકીલ ભલે એકથી વધુ બાર એસોસીએશનનો સભ્ય હોય પરંતુ તે કોઇપણ એક બાર એસોસીએશનમાંથી જ મતદાન કરી શકશે. મતદાનમાં વન બાર, વન વોટ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

તા.૧૯મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં આવી જવાની શકયતા છે. જો કે, કારોબારી સભ્યોની ચૂંટણી માટે એક વકીલ મતદારે ૧૪-૧૪ મતો આપવાના હોવાથી તેની મતગણતરીમાં થોડી વાર લાગે છે, તેથી તેના અંતિમ પરિણામો આવતાં બે દિવસ લાગશે. તો આ બહુ જ મહત્ત્વની અને પ્રતિષ્ઠાભરી એવા આ ઇલેકશનને લઇ બાર કાઉન્સીલ પણ એલર્ટ છે.
સૌપ્રથમવાર આ ચૂંટણીમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર મહિલા વકીલો માટે અનામતગુજરાત બાર કાઉન્સિલની ફાયનાન્સ કમીટીના ચેરમેના અનિલ સી. કેલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કેઆ વખતની ચૂંટણીમાં સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર મહિલા વકીલ પ્રતિનિધિઓ માટે અનામતની જોગવાઇ કરવી પડશે. જેમાં હાઇકોર્ટ એડવોકેટ્સ બાર એસોસીએશન સહિત તમામ જિલ્લા વકીલમંડળોમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવી પડશે. તો, કારોબારી સભ્યોની ચૂંટણીમાં પણ મહિલા વકીલ પ્રતિનિધિના ૩૦ ટકા સભ્યોને ફરજિયાતપણે સમાવવાના રહેશે., તેથી આ વખતની ચૂંટણી મહિલા વકીલો માટે બહુ ફાયદાકારક બની રહે તેમ હોઇ મહિલા વકીલોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ઉમેદવારો વકીલ મતદારોને આકર્ષવા એસી લાયબ્રેરીથી લઇ ગુ્રપ ઇન્શ્યોરન્સ સહિતના લોભામણા વચનો આપી રહ્યા છે. ગુજરાત રાજયના ૨૮૦ વકીલમંડળોની ચૂંટણી બહુ જ પ્રતિષ્ઠાભરી હોવાના કારણે ચૂંટણી જંગમાં ઉભા રહેલા વકીલ ઉમેદવારો દ્વારા ડિનર ડિપ્લોમસી, ગુ્રપ મીટીગોથી લઇ સોશ્યલ મીડિયા અને બેઠક વ્યવસ્થા સુધી રૃબરૃ પ્રચાર સહિતની પ્રયુકિતઓ અજમાવવાની સાથે સાથે પોતાના પેમ્ફલેટ, પત્રિકાઓ અને પોસ્ટર છપાવી વકીલ મતદારોમાં તે વ્યાપકપણે વિતરણ કરાવડાવી રહ્યા છે અને સાથે સાથે વકીલ મતદારોને તેમના માટે એસી લાયબ્રેરી, પૂરતી બેઠક વ્યવસ્થા, ગુ્રપ ઇન્શ્યોરન્સ, મેડિકલેઇમ ઉતરાવી આપવા સહિતની લોભામણી ઓફરો મેનિફેસ્ટોના ઓઠા હેઠળ આપી મતદારોને આકર્ષવાના ભરપૂર અને છેલ્લી ઘડીના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ તો, સમગ્ર રાજયમાં વકીલઆલમમાં આ ઇલકેશનનો મામલો જ મુખ્ય ચર્ચા કેન્દ્રમાં છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #GujaratHighCourtAdvocatesAssociation #LawyersAssociation #BarAssociation #Elections #ElectionCampaign #trending #ahmedaba



