પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 ડિસેમ્બર 2025:
3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ, સમગ્ર વિશ્વ માં દિવ્યાંગજનો માટે અને સમાજ માં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમ થતા હોય છે. આવા કાર્યક્રમ દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે સમર્પિત છે.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા સંસ્થા નાં 85 જેટલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને બે વિભાગ માં વંહેચી ને તત્કાલ ચિત્ર હરીફાઈ નું આયોજન કરેલ, ગેસ્ટ તરીકે જીલ્લા સંગીત નાટક અકાદમી નાં અધિકારી શ્રી મિનલબેન ઉપસ્થિત રહેલ.

વિદ્યાર્થીઓ એ જુદી જુદી થીમ પર ચિત્ર દોરેલ.દરેક વિભાગ નાં શ્રેષ્ઠ 5 ચિત્ર ને ઈનામ આપેલ તથા ભાગ લેનાર દરેક બાળક ને આર્ટ કીટ આપવા માં આવી હતી.
ચિત્ર હરીફાઈ નો હેતુ મનોદિવ્યાંગજનો માં રહેલ એબીલીટી ને આર્ટ નાં માધ્યમ થી બહાર લાવવા નો હતો. શિક્ષણ, આરોગ્યસંભાળ અને ટકાઉ આજીવિકાની સુવિધા પૂરી પાડીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ઉત્થાન અને સશક્ત બનાવી રહ્યું છે
સંસ્થાનું વિઝન છે, કે એક એવો સમાજ બનાવવાનો છે જ્યાં દરેક વ્યક્તિ, પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, પ્રતિષ્ઠિત જીવન જીવી શકે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #trending #ahmedaba #underprivilegedchildren #elderly #differently-abledindividualsthrough #education #healthcare #rehabilitation #DivyangChildren #Disabled #MentalDisabled #Destitute #DestituteElderly #NavjeevanFamily #WorldDivyangDay #DrawingCompetition #NavjeevanCharityTrust



