- ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું પ્લેટફોર્મ
- મેન્યુફેક્ચરિંગના ગેમ-ચેન્જર તરીકે Talentwale.comનો પ્રારંભ થયો
- કુશળ ઉમેદવારો અને ઉદ્યોગોની માંગ વચ્ચેનો ‘મિસમૅચ’ દૂર કરતું AI આધારિત
પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 નવેમ્બર 2025:
ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે Talentwale.com નામની નવી પહેલ આજે પ્રકાશિત કરવામાં આવી છે. દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ-ઓનલી ભરતી પોર્ટલ તરીકે Talentwale.com ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અને કુશળ માનવશક્તિ વચ્ચેનું અંતર પૂર્ણ કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે.

સામાન્ય જોબ પોર્ટલો દરેક ક્ષેત્રની નોકરીઓને એક સાથે રજૂ કરે છે, જ્યારે આ પોર્ટલ માત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે જ સમર્પિત હોવાથી ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવસંસાધન ઉપલબ્ધ થાય તેવું કંપનીનું કહેવું છે.કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ભારત વર્ષ 2030 સુધી વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે ત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશની વૃદ્ધિનો મુખ્ય આધાર બનવાનું છે. પરંતુ અત્યાર સુધી ઉત્પાદન ક્ષેત્રને સૌથી મોટો પડકાર કુશળ અને ડોમેન-સ્પેસિફિક ઉમેદવારોની અછતનો રહ્યો છે. વર્તમાન જોબ પોર્ટલો મેન્યુફેક્ચરિંગની જરૂરિયાતોને અનુરૂપ ન હોવાથી, યોગ્ય નોકરી અને યોગ્ય ઉમેદવાર વચ્ચેનો મેળ બેસતો નહોતો.
Talentwale.com એ આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને વિકાસ કરવામાં આવ્યું છે, જેમાં 25થી વધુ ઉત્પાદન વર્ટિકલ્સ અને 400થી વધુ ડોમેન્સનો સમાવેશ થાય છે.પ્લેટફોર્મની ખાસિયતોમાં એ પણ ઉલ્લેખનીય છે કે તે બ્લુ-કોલર, ગ્રે-કોલર અને વ્હાઇટ-કોલર – ત્રણેય વર્ગના ઉમેદવારોને એક જ પ્લેટફોર્મ પર નોકરીની તકો પૂરી પાડે છે. શોપ-ફ્લોરથી લઈને મિડ મેનેજમેન્ટ અને ટોચના મેનેજમેન્ટ સુધીની તમામ ભૂમિકાઓ માટે અહીં તકો ઉપલબ્ધ છે. ઉપરાંત, મોટી કંપનીઓને જરૂરી સમયે મોટી સંખ્યામાં માનવશક્તિ મેળવી શકાય તે માટે શ્રમ ઠેકેદારોને પણ તેમના વર્કફોર્સને Talentwale પર ઓનબોર્ડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
Talentwale.comની ટેકનોલોજી તેને પરંપરાગત જોબ પોર્ટલોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. પ્લેટફોર્મમાં સમાવવામાં આવેલી AI આધારિત મૅચિંગ સિસ્ટમ ઉમેદવારનો કામનો ઇતિહાસ, ઉદ્યોગ-સંબંધિત અનુભવ, ટેકનિકલ કૌશલ્યો, લોકેશન અને પગાર પ્રેફરન્સ જેવા પરિમાણોનું વિશ્લેષણ કરી સૌથી યોગ્ય નોકરીઓની ભલામણ કરે છે. તેમજ, કંપનીઓને AI આધારિત Manpower Planning & Forecasting સુવિધા દ્વારા ત્રણ વર્ષની ભરતી આગાહી, વિભાગવાર માનવશક્તિ જરૂરિયાત, કૌશલ્ય ગેપ વિશ્લેષણ અને બજેટ પ્લાનિંગ જેવી માહિતી કન્સલ્ટિંગ એજન્સીઓ પેડ બેઝિઝ પર રિપોર્ટ પ્રદાન કરે છે, જે અમે એઆઈના મદદથી નિ:શુલ્ક તમામ મેન્યુફેક્ચરને આપવામાં આવશે.
ઉમેદવાર અને નોકરીદાતાઓને પ્લેટફોર્મ પર સીધી ચેટની સુવિધા પણ આપવામાં આવી છે, જેના કારણે ભરતી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા આવે છે. ઉપરાંત રિક્રૂટમેન્ટ એજન્સીઓ માટે પાર્ટનરશિપ મોડલ પણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં એજન્સીઓ તેમના ઉમેદવારોને Talentwale પર મેપ કરીને દરેક સફળ પ્લેસમેન્ટ પર આવક મેળવી શકે છે.
કંપનીએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર માટે દીર્ઘગાળાનું વિઝન રજૂ કરતાં જણાવ્યું કે આવતા સમયમાં એન્જિનિયરિંગ, કેમિકલ્સ, મશીનરી, ઓટોમોબાઇલ્સ, પ્લાસ્ટિક, ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને રિન્યૂએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશાળ વૃદ્ધિ થવાની છે. આ વૃદ્ધિને સપોર્ટ કરવા માટે દેશને મજબૂત માનવશક્તિ ઇકોસિસ્ટમની જરૂર છે અને Talentwale.com આ ઇકોસિસ્ટમનો આધારસ્તંભ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.
કંપની અનુસાર Talentwale.com માત્ર એક જોબ પોર્ટલ જ નહીં પરંતુ ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં એક પ્રગતિશીલ મિશન છે. “મજબૂત ઉદ્યોગો મજબૂત પ્રતિભાથી જ વિકસે છે” એવો વિશ્વાસ વ્યક્ત કરતાં ટીમે જણાવ્યું કે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ લીડરશિપ તરફ આગળ ધપાવવા Talentwale.com મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વધુ માહિતી માટે www.talentwale.com પર મુલાકાત લઈ શકાય છે. મીડિયા પૂછપરછ માટે +91 89 89 89 66 88 પર સંપર્ક કરી શકાય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Talentwale.com #India’sManufacturingSector #futureByTalentwale.com #ahmedaba



